સલામતી સેવાઓ

અર્ધલશ્કરી દળો

અર્ધલશ્કરી દળો : દેશની આંતરિક શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરતાં સશસ્ત્ર દળો. દેશના સંરક્ષણની જવાબદારી ઉઠાવતા લશ્કર (જેમાં પાયદળ, હવાઈ દળ તથા નૌકાદળનો સમાવેશ થાય છે) ઉપરાંત અર્ધલશ્કરી દળો પણ દેશમાં અગત્યનું સ્થાન ધરાવે છે અને વિવિધ પ્રકારની ફરજો અદા કરે છે. સરકારને તેની જરૂરિયાત જણાતાં ભારતમાં આવાં દળોની…

વધુ વાંચો >

આયર, મેજર વિન્સેન્ટ (1811–1881 A. D.)

આયર, મેજર વિન્સેન્ટ (1811–1881 A. D.) : બંગાળના અંગ્રેજ તોપખાનાના અફસર. 1828માં નિયુક્તિ પામતાં ભારત આવ્યા. 1839–42 દરમિયાન કાબૂલ પર અંગ્રેજોએ કરેલા આક્રમણમાં સક્રિય ભાગ લીધો. ત્યારબાદ બંગાળથી બદલી કરીને તેમને બર્મા (મ્યાનમાર) મોકલવામાં આવ્યા. ભારતમાં 1857નો પ્રથમ સ્વાધીનતા સંગ્રામ શરૂ થતાં તેમને પાછા બોલાવી લેવામાં આવ્યા. આવતાંની સાથે જગદીશપુરના…

વધુ વાંચો >

આસામ રાઇફલ્સ

આસામ રાઇફલ્સ : ભારતનું જૂનામાં જૂનું અર્ધલશ્કરી દળ. આસામના નૌગાંવ જિલ્લાના ચાના બગીચાઓનું રક્ષણ કરવા માટે ઓગણીસમી સદીના ચોથા દાયકામાં તેની સ્થાપના થઈ હતી. સ્થાપનાટાણે તે મુલકી અધિકારીઓના હસ્તક મૂકવામાં આવેલું. સમય જતાં આસામના અંતરિયાળ વિસ્તારોમાં પણ તેના એકમો ઊભા કરવામાં આવ્યા, જેને લીધે અગમ્ય વિસ્તારોમાં મુલકી અધિકારીઓનું વર્ચસ્ વધતું…

વધુ વાંચો >

ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ

ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ : ભારતનાં અર્ધલશ્કરી દળોમાંનું એક. તેની સ્થાપના ભારત પરના ચીનના આક્રમણના પરિપ્રેક્ષ્યમાં ઑક્ટોબર, 1962માં કરવામાં આવી હતી. તે ચાર પ્રકારની જવાબદારીઓ વહન કરે છે : (1) ભારતની સરહદોનું રક્ષણ કરવું તથા ભારતના સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં સુરક્ષિતતાની ભાવના પ્રસ્થાપિત કરવી. (2) સરહદ પારથી થતા ગુનાઓ, દાણચોરી,…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ

ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ : રાષ્ટ્રીય સલામતીનાં વિવિધ પાસાં, સંરક્ષણની નીતિ અંગેના પ્રશ્નો તથા વ્યૂહરચનાના બદલાતા સંદર્ભનો અભ્યાસ, તેની ચર્ચાવિચારણા તથા તેનાં તારણો વગેરેને વખતોવખત પ્રસિદ્ધિ આપતી ભારતની બિનસરકારી સંસ્થા. આ સંસ્થા 11 નવેમ્બર, 1965ના રોજ નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવી હતી. ઝડપી પરિવર્તનના આજના સમયમાં સંરક્ષણ અને…

વધુ વાંચો >

ઍડ્‌મિરલ

ઍડ્‌મિરલ : દેશના નૌકાદળના સર્વોચ્ચ અધિકારીની પદવી (title) અને હોદ્દો (rank). યુદ્ધનૌકાઓના કાફલા પર અથવા પ્રદેશ પર નૌકાદળને લગતું ઉચ્ચ પદ ધરાવતા અધિકારીને ઍડ્‌મિરલ અથવા ફ્લૅગ ઑફિસર તરીકે સંબોધવામાં આવે છે. ક્યારેક માલવાહક વ્યાપારી વહાણો અથવા માછલાં પકડનારી નૌકાઓના કાફલાના અધિકારીને પણ ઍડ્‌મિરલની સંજ્ઞા આપવામાં આવે છે. અરબી ભાષામાં ‘અમીર-અલ-બહર’…

વધુ વાંચો >

એફ. બી. આઇ. (Federal Bureau of Investigation) (1908)

એફ. બી. આઇ. (Federal Bureau of Investigation) (1908) : અમેરિકાની સમવાયતંત્રી સરકારની મુખ્ય તપાસસંસ્થા. સરકારે પસાર કરેલા મોટાભાગના ગુનાવિરોધી કાયદા તથા અમેરિકાની સરકારનું હિત જેમાં સંડોવાયેલું હોય તેવી બધી જ બાબતો તેના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવી છે. તાજેતરનાં વર્ષો દરમિયાન દીવાની કાયદાને લગતા કિસ્સામાં તપાસ હાથ ધરવાનું કાર્ય પણ તેને…

વધુ વાંચો >

એમ. આઇ.-5

એમ. આઇ.-5 (military intelligence-5) (1909) : ઇંગ્લૅન્ડમાં આંતરિક સલામતી તથા પ્રતિગુપ્તચર પ્રવૃત્તિઓ(counter-intelligence)નું સંયોજન કરતી ગુપ્તચર સંસ્થા. આને સોળમી સદીમાં રાણી ઇલિઝાબેથ પ્રથમના સેક્રેટરી ઑવ્ સ્ટેટ સર ફ્રાન્સિસ વાલસિંઘામ દ્વારા ઊભી કરવામાં આવેલી ગુપ્તચર સંસ્થાની અનુગામી સંસ્થા ગણવામાં આવે છે. લશ્કરની ગુપ્તચર સેવાઓને લગતા માળખાના સેક્શન-5માં આ સંગઠનનો ઉલ્લેખ હોવાથી તેનું…

વધુ વાંચો >

એમ. આઇ.-6

એમ. આઇ.-6 (military intelligence-6) : વિદેશી ગુપ્તચર પ્રવૃત્તિઓની માહિતી મેળવતી, તેનું વિશ્લેષણ કરતી તથા તેનું યથાયોગ્ય વિસ્તરણ કરતી બ્રિટિશ સરકારની ગુપ્તચર સંસ્થા. સોળમી સદીમાં રાણી ઇલિઝાબેથ – પ્રથમના સેક્રેટરી ઑવ્ સ્ટેટ સર ફ્રાન્સિસ વાલસિંઘામ દ્વારા ઊભી કરવામાં આવેલી ગુપ્તચર સંસ્થાનું આ અનુગામી સંગઠન છે. સ્થાપના પછીના ગાળામાં આ સંગઠન જુદા…

વધુ વાંચો >

ઍર-માર્શલ

ઍર-માર્શલ : દેશના હવાઈ દળના ઉચ્ચ અધિકારીનું પદ અને હોદ્દો (rank). ઇંગ્લૅન્ડમાં એપ્રિલ, 1918માં રૉયલ ઍરફોર્સ(RAF)ની સ્થાપના થયા પછી હવાઈ દળમાં કમિશન મેળવીને દાખલ થતા અધિકારીઓ માટે ઑગસ્ટ 1919ના જાહેરનામા દ્વારા વિભિન્ન હોદ્દા નિર્ધારિત કરવામાં આવ્યા હતા. તેમાં ઍર-વાઇસ માર્શલ, ઍર-માર્શલ, ઍર-ચીફ માર્શલ તથા માર્શલ ઑવ્ ધ રૉયલ એરફૉર્સ ચઢતા…

વધુ વાંચો >