સમાજશાસ્ત્ર

વિધવા

વિધવા : જેનો પતિ મૃત્યુ પામ્યો છે અને જેણે પુનર્લગ્ન નથી કર્યું તેવી સ્ત્રી. ભારતીય સમાજમાં સ્ત્રીના નિમ્ન દરજ્જાને વાસ્તવિક રીતે જોવો- સમજવો હોય તો ‘વિધવા’ની પરિસ્થિતિ તેનું સચોટ ઉદાહરણ છે. પતિનું મૃત્યુ થતાં તેની પત્નીને મળતું વિધવાનું નામ ઘણું બધું કહી જાય છે. ધાર્મિક નીતિનિયમોના કડક પાલનથી શરૂ કરી…

વધુ વાંચો >

વિલ્ફ્રેડ, પેરેટૉ

વિલ્ફ્રેડ, પેરેટૉ (જ. 1848, પૅરિસ; અ. 1923) : સમાજશાસ્ત્રના અભ્યાસી. પેરેટૉનો જન્મ ઇટાલિયન માતા-પિતાને ત્યાં થયો હતો. ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં વિદ્યાભ્યાસની શરૂઆત કરીને વીસ વરસ પછી અર્થશાસ્ત્ર, રાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં ઊંડો રસ લેવા લાગ્યા. સ્વિટ્ઝર્લૅન્ડમાં લોસાને યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના પ્રાધ્યાપકનું કામ કર્યું. સમાજશાસ્ત્રમાં યંત્રવાદી (michanistic) વિચારશાખાના સિદ્ધાંત ઉપર અગત્યનું…

વધુ વાંચો >

વૃદ્ધાવસ્થા (old age)

વૃદ્ધાવસ્થા (old age) : 60થી 99 વર્ષની વય સુધીનો (અને કેટલાક દાખલામાં તે પછીની વયની પણ) જીવનનો યુવાવસ્થા પછીનો ત્રીજો અને છેલ્લો ગાળો. આમ લાંબા આયુષ્યવાળા લોકો માટે વૃદ્ધાવસ્થાની મર્યાદા 60 વર્ષની (અને અપવાદરૂપ વ્યક્તિઓ માટે તેનાથી પણ લાંબી) હોઈ શકે. ચાર દાયકા સુધી ફેલાયેલા આ ગાળાની સર્વ વ્યક્તિઓને એક…

વધુ વાંચો >

વેશ્યાપ્રથા

વેશ્યાપ્રથા : પોતાના દેહના સોદા દ્વારા ગ્રાહકોની જાતીય પિપાસાને સંતોષવાની સેવા આપતી પ્રથા. વેશ્યાપ્રથા વિશ્વની કેટલીક પ્રાચીનતમ પ્રથાઓમાંની એક છે. તેને એક વ્યવસાય ગણવામાં આવે છે. આ વ્યવસાય માત્ર સ્ત્રીઓ જ ચલાવે છે એવું મનાય છે. પરંતુ પુરુષ- વેશ્યાઓ પણ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. ‘વેશ્યા’ શબ્દ ઉપરાંત ‘ગણિકા’, ‘રૂપજીવિની’…

વધુ વાંચો >

વૉરંટી

વૉરંટી : વસ્તુની યોગ્યતાની ગ્રાહકને ખાતરી આપતો કરાર. તે અનુસાર જો ખાતરીનો ભંગ થાય તો ખરીદનાર સમારકામ કે નુકસાન માટે વળતર માગી શકે છે, પરંતુ બાંયધરી(guarantee)ની માફક કરાર રદ કરી માલનો અસ્વીકાર કરી શકતો નથી. કરારના મુખ્ય ઉદ્દેશ માટેના જરૂરી ઉલ્લેખને બાંયધરી (guarentee) કહેવામાં આવે છે, જ્યારે ઉદ્દેશના આનુષંગિક ઉલ્લેખને…

વધુ વાંચો >

વોરા (દાઊદી વોરા સહિત)

વોરા (દાઊદી વોરા સહિત) : પશ્ચિમ ભારતમાં મુખ્યત્વે વેપારધંધો કરતી એક જાતિ. વોરા હિન્દુ અને મુસ્લિમ બંને કોમોમાં હોય છે. મુસ્લિમ વોરા મોટેભાગે ગુજરાતમાં રહે છે. ‘વોરા’ શબ્દની વ્યુત્પત્તિ અને વોરા જાતિના મૂળ વિશે બે મત પ્રવર્તે છે. એક મતાનુસાર ગુજરાતી ભાષાના શબ્દ ‘વહોરવું’ ઉપરથી ‘વોરા’ અથવા ‘વહોરા’ શબ્દ બન્યો…

વધુ વાંચો >

વ્યક્તિત્વ (personality)

વ્યક્તિત્વ (personality) મનસા, વાચા, કર્મણા મનુષ્યની વ્યક્તિ તરીકેની જે આગવી મુદ્રા પ્રગટ થાય છે તે. તમામ માનવીઓ ઘણી બાબતોમાં સમાનતા ધરાવે છે. છતાં દરેક જણ બીજા દરેક જણથી કેટલીક બાબતોમાં ભિન્નતા પણ ધરાવે છે. જુદા જુદા માણસો એક જ પરિસ્થિતિનો અલગ અલગ રીતે પ્રતિભાવ આપે છે; એટલું જ નહિ, એક…

વધુ વાંચો >

વ્યભિચાર (adultery)

વ્યભિચાર (adultery) : પરિણીત સ્ત્રી સાથે કોઈ પુરુષ દ્વારા તેના પતિની જાણ બહાર અને/અથવા તેના પતિની સંમતિ વગર પરંતુ તે સ્ત્રીની ઇચ્છા અને સંપૂર્ણ સંમતિથી કરાતો શારીરિક સંભોગ. આવા વ્યભિચારના કૃત્યને કાયદાથી શિક્ષાને પાત્ર ગુનાઇત કૃત્ય ગણવામાં આવ્યું છે. માનવસમાજમાં સ્ત્રી અને પુરુષનો લગ્નસંબંધ પવિત્ર, વિધિમાન્ય અને આદરપાત્ર ગણાય છે…

વધુ વાંચો >

શહાણી, દયારામ ગિદુમલ

શહાણી, દયારામ ગિદુમલ (જ. 30 જૂન 1857, હૈદરાબાદ, સિંધ; અ. 7 ડિસેમ્બર 1927, મુંબઈ) : ન્યાયાધીશ, સમાજસુધારક, લેખક અને કેળવણીકાર. તેમના પિતા જમીનદાર તથા સિંધના મીર શાસકના અધિકારી હતા. હૈદરાબાદમાં મૅટ્રિક પસાર કર્યા બાદ મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. થયા. તે પછી એલએલ.બી. થયા. જિલ્લા ન્યાયાધીશ  સિંધના જ્યુડિશિયલ કમિશનર…

વધુ વાંચો >

શહેર

શહેર : જ્યાં મોટી સંખ્યામાં લોકોનો સમુદાય વસતો હોય એવું સ્થળ. ‘શહેર’ શબ્દનો પ્રારંભ ક્યારે અને કઈ રીતે થયો તેના વિશેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અંગ્રેજી ભાષામાં તેને માટે ઉપયોગમાં લેવાતા ‘city’ શબ્દ માટે એમ કહેવાય છે કે અંગ્રેજીભાષી લોકો ભેગા થઈને જ્યાં એકસાથે રહેતા એવા સ્થળને ‘શહેર-city’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >