સમાજશાસ્ત્ર
રાષ્ટ્રીયકરણ
રાષ્ટ્રીયકરણ : ખાનગી ક્ષેત્રની માલિકી હેઠળના કોઈ પણ આર્થિક ઘટકને રાજ્યની માલિકી હેઠળ મૂકવાની નીતિ અને પ્રક્રિયા. રાષ્ટ્રીયકરણ દ્વારા એક અથવા વધારે આર્થિક એકમોની માલિકીનું હસ્તાંતરણ કરવામાં આવે છે. અપવાદજનક કિસ્સાઓમાં રાજકીય હેતુ માટે રાષ્ટ્રીયકરણ કરવામાં આવતું હોય તોપણ તે મહદ્અંશે આર્થિક વિચારસરણીને અધીન હોય છે. કેટલીક વાર રાજકીય અને…
વધુ વાંચો >રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (National Mineral Development Corporation)
રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (National Mineral Development Corporation) : હૈદરાબાદ ખાતે આવેલું રાષ્ટ્રીય કક્ષાનું ખનિજ વિકાસ નિગમ. આ નિગમ ખનિજ-અન્વેષણ, પર્યાવરણ-સંચાલન-સેવા, ખનિજ-સંશોધન અને તેના વિકાસનું ભૂસ્તરીય માહિતી-આંકડા કેન્દ્ર તરીકેનું તેમજ ખનિજો અંગેની સલાહ આપવાનું કાર્ય કરે છે. આ નિગમની અન્વેષણ-પાંખ નવાં સંકુલો ઊભાં કરવા ઇચ્છતી પેઢીઓને ખનિજ-જથ્થાઓ માટે ભૂસ્તરીય સર્વેક્ષણ,…
વધુ વાંચો >રિમાન્ડ હોમ
રિમાન્ડ હોમ : અપરાધી બાળકોને સુધારણા માટે અલાયદાં રાખવાની વ્યવસ્થા. તેને ‘સંભાળગૃહો’ કહી શકાય. ભારતના બંધારણના ચોથા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 39 (એફ) પ્રમાણે બાળકોના શોષણ વિરુદ્ધ જોગવાઈ કરવામાં આવેલી છે. આ જોગવાઈઓમાં : (1) તેમનાં જીવન અને તંદુરસ્તીનું જતન થાય અને વિકાસ થાય. (2) કોઈ પણ રીતે તેમનું…
વધુ વાંચો >રિલિસ, જૅકબ ઑગસ્ટ
રિલિસ, જૅકબ ઑગસ્ટ (જ. 3 મે 1849, રિબ, ડેન્માર્ક; અ. 26 મે 1914, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : અમેરિકાના અખબારી પત્રકાર, સમાજસુધારક તથા ફોટોગ્રાફર. અમેરિકાના ગીચ-ગંદા વિસ્તારો(slums)નો તાદૃશ ચિતાર આપતા તેમના પુસ્તક ‘હાઉ ધી અધર હાફ લિવ્ઝ’ દ્વારા તેમણે 1890માં અમેરિકાની અંતરતમ સંવેદનાને હચમચાવી મૂકી હતી. 21 વર્ષની વયે તેઓ સ્થળાંતર કરીને…
વધુ વાંચો >રૂઝવેલ્ટ, અન્ના એલિનૉર
રૂઝવેલ્ટ, અન્ના એલિનૉર (જ. 11 ઑક્ટોબર 1884, ન્યૂયૉર્ક શહેર; અ. 7 નવેમ્બર 1962) : અમેરિકાનાં માનવતાવાદી નેત્રી, રાજકારણી અને લેખિકા. માતાપિતાના અકાળ અવસાનને કારણે તેમનો ઉછેર માતામહીએ કર્યો. પ્રારંભે અમેરિકામાં અને પછીથી યુરોપમાં શિક્ષણ મેળવ્યું. 1905માં તેમણે પોતાના દૂરના પિતરાઈ ફ્રૅન્કલિન ડિલાનો રૂઝવેલ્ટ સાથે લગ્ન કર્યાં. પ્રારંભે શરમાળ વ્યક્તિત્વ ધરાવતાં…
વધુ વાંચો >રેડ ક્રૉસ
રેડ ક્રૉસ : માનવસર્જિત તથા કુદરતી આપત્તિઓના સમયમાં પીડિતોની સેવા કરતી અને રાહત આપતી આંતરરાષ્ટ્રીય સંસ્થા. તેની સ્થાપના એક દાનવીર સ્વિસ નાગરિક જીન હેન્રી ડુનાં(1828–1910)ની પહેલથી કરવામાં આવી હતી. ડુનાં પોતે ડૉક્ટર હતા. જૂન 1859માં ઇટાલીના સોલફેરિનો ખાતેની લડાઈમાં યુદ્ધભૂમિ પર 40,000 મૃતદેહો પડેલા જોઈને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું હતું…
વધુ વાંચો >રેડ્ડી, મુથુલક્ષ્મી
રેડ્ડી, મુથુલક્ષ્મી (જ. 30 જુલાઈ 1886, પુદુકોટ્ટા; અ. 22 જુલાઈ 1968) : મહિલા તબીબ અને વિવિધ ક્ષેત્રે અસાધારણ પ્રદાન કરનાર સામાજિક કાર્યકર. પિતા એસ. નારાયણસ્વામી આયર શિક્ષિત આગેવાન અને સમાજસેવી હતા. તેઓ અંગ્રેજી સાહિત્યનાં વિદ્વાન પ્રાધ્યાપક અને પુદુકોટ્ટા (તામિલનાડુમાં આઝાદી પૂર્વેનું એક નાનું રાજ્ય) રાજ્યની મહારાજા કૉલેજનાં આચાર્ય હતા. માતા…
વધુ વાંચો >રોજગાર વિનિમય કચેરી
રોજગાર વિનિમય કચેરી : નોકરીવાંચ્છુઓને તથા નોકરીદાતાઓને એકબીજા સાથે મેળવી આપવાનું કામ કરતી સરકાર હસ્તકની કચેરી. ઘણી વાર એવું બનતું હોય છે કે અમુક લોકોને નોકરીની જરૂર હોય છે, પરંતુ પોતાને જેની જરૂર છે તેવી નોકરી કઈ જગ્યાએ મળી શકે તેમ છે તેની માહિતી તેમને હોતી નથી. પરિણામે કાં તો…
વધુ વાંચો >રૉયલ કમિશન ઑન લેબર
રૉયલ કમિશન ઑન લેબર : બ્રિટિશ ભારતમાં ઔદ્યોગિક એકમો અને બગીચા-ઉદ્યોગમાં કામ કરતા મજૂરોની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે તપાસ કરી ભલામણો કરવા માટે 1929માં રચવામાં આવેલું પંચ. જે. એચ. વ્હિટલી (Whitley) તેના અધ્યક્ષ (chairman) હતા. તેઓ ઇંગ્લૅન્ડની આમ સભાના માજી સ્પીકર હતા. પંચમાં અન્ય 11 સભ્યો હતા. કમિશને માર્ચ 1931માં પોતાનો…
વધુ વાંચો >લગ્ન (આધુનિક સંદર્ભમાં)
લગ્ન (આધુનિક સંદર્ભમાં) : માનવસમાજની પાયાની સંસ્થા. કુટુંબ, ધર્મ અને ભારતીય ઇતિહાસમાં જ્ઞાતિ લગ્ન સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી મહત્વની સામાજિક સંસ્થાઓ છે. લગ્નસંસ્થાની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ખાસ કરીને નૃવંશશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ લગ્નના ખ્યાલને સગાઈસંબંધોની વ્યવસ્થાના પરિપ્રેક્ષ્યમાં સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘‘લગ્ન એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચેનો એવો…
વધુ વાંચો >