સંગીતકલા

ક્લોદ, લ જુને

ક્લોદ, લ જુને (Claude, Le Jeune) (જ. આશરે 1527, ફ્રાંસ; અ. આશરે 1600, ફ્રાંસ) : સોળમી સદીના ફ્રાંસના સૌથી વધુ મહત્વના સંગીતકાર અને સ્વરનિયોજક. એમણે લખેલાં સૂરાવલિઓનાં પુસ્તકો ‘બુક્સ ઑવ્ ટ્યૂન્સ’ બીજી એક સદી સુધી ફ્રેંચ સંગીતકારો અને સ્વરનિયોજકોના પ્રેરણાસ્રોત બની રહ્યાં. મોટા ભાગનાં આ પુસ્તકો કાળગ્રસ્ત થયાં છે પરંતુ…

વધુ વાંચો >

ખમાજ

ખમાજ : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાંના ‘ખમાજ’ થાટ પરથી સર્જાયેલો રાગ. ભારતીય શાસ્ત્રીય સંગીતના સ્વરમય અને ભાવમય રૂપ અનુસાર થાટ અને રાગોની નિર્મિતિ થયેલી છે. તેમાં ખમાજ થાટ અને ખમાજ રાગ આગવું સ્થાન ધરાવે છે. હકીકતમાં આ થાટનો રાગ ઝિંઝોટી હોવા છતાં તેને ખમાજ રાગ કહે છે. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પ્રચલિત…

વધુ વાંચો >

ખરે, પં. નારાયણ મોરેશ્વર

ખરે, પં. નારાયણ મોરેશ્વર (જ. 1889, તાસગાંવ, જિ. સતારા; અ. 6 ફેબ્રુઆરી 1938) : ગાંધીજીના અંતેવાસી અને જાણીતા શાસ્ત્રીય સંગીતકાર. પિતા સાધારણ સ્થિતિના ગૃહસ્થ બ્રાહ્મણ હતા અને તેમને કુલ ચાર સંતાન હતાં. નારાયણના નાના એક પ્રસિદ્ધ ગાયક હતા. તેમની માતા પણ મધુર કંઠ ધરાવતાં હતાં. તેમનામાં બાળપણથી જ સંગીતના સંસ્કાર…

વધુ વાંચો >

ખાચાતુરિયન આરામ

ખાચાતુરિયન આરામ (Khachaturian, Aram) (જ. 6 જૂન 1903, ત્બિલીસ, જ્યૉર્જિયા, ઇમ્પીરિયલ, રશિયા; અ. 1 મે 1978, મૉસ્કો) : આધુનિક આર્મેનિયન સંગીતકાર અને સંગીત-નિયોજક. શાલેય અભ્યાસ પૂરો કરી ખાચાતુરિયને મોસ્કોમાં મોસ્કો યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન ખાતામાં જીવશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર તથા ગણિતનો અભ્યાસ શરૂ કર્યો. પરંતુ આ અભ્યાસનો ભાર સહન નહિ થઈ શકતા તેમણે…

વધુ વાંચો >

ખાદિમ હુસેન ખાં

ખાદિમ હુસેન ખાં (જ. 1908; અ. ?) : આગ્રા ઘરાનાના વિખ્યાત ગાયક અને સંગીતજ્ઞ. સાત વર્ષની ઉંમરથી તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરેલી. ઉસ્તાદ કલ્લનખાં પાસેથી દસ વર્ષ સુધી (1915-25) તાલીમ લીધી. સત્તર વર્ષની ઉંમરે તેઓ મુંબઈ આવ્યા, જ્યાં વિખ્યાત સંગીતજ્ઞ ઉસ્તાદ વિલાયતખાંસાહેબ પાસેથી અને તે પછી વડોદરામાં ઉસ્તાદ…

વધુ વાંચો >

ખુરશીદ અલીખાં

ખુરશીદ અલીખાં (જ. 1845; અ. 1950, લખનૌ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક તથા લખનૌ ઘરાણાના મુખ્ય પ્રતિનિધિ. લખનૌ ખયાલ તથા ઠૂમરીના પ્રવર્તક ઉસ્તાદ સાદિક અલી ખાનના તેઓ એક પ્રમુખ શિષ્ય હતા. બાળપણથી જ શાસ્ત્રીય સંગીત પ્રત્યે અભિરુચિ. નેપાળમાં બિરગંજ ખાતે યોજાયેલ સંગીતસંમેલનમાં તેમની ગાયકીની ખૂબ પ્રશંસા થઈ ત્યારથી તેઓ…

વધુ વાંચો >

ખ્યાલ

ખ્યાલ : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાંની ગાયનશૈલીનો એક લોકપ્રિય પ્રકાર. અરબી ભાષાના શબ્દ ‘ખયાલ’નો અર્થ થાય છે ‘કલ્પના’. વર્તમાન ગાયનપદ્ધતિમાં ખ્યાલગાયનના વગર રાગદારી સંગીતનો વિચાર ભાગ્યે જ થાય છે. માત્ર કંઠ્ય સંગીતમાં જ નહિ, વાદ્યો પર પણ ખ્યાલશૈલીમાં શાસ્ત્રીય સંગીતની રજૂઆત કરવામાં આવે છે. ગીતરચના અને ગાયનશૈલી આ બંનેની ર્દષ્ટિએ…

વધુ વાંચો >

ખ્રેનિકૉવ, તિખૉન નિકૉલાયેવિચ

ખ્રેનિકૉવ, તિખૉન નિકૉલાયેવિચ (Khrennikov, Tikhon Nikolayevich) (જ. 10 જૂન 1913, યેલેટ્સ, ઓર્લોવ જિલ્લો, રશિયા; અ. 14 ઑગસ્ટ 2007) : રશિયન સંગીતકાર અને સંગીતનિયોજક. સોવિયેત શાસન દરમિયાન સામ્યવાદી સોવિયેત શાસકોના હાથારૂપ બનવા માટે તે હંમેશાં વિવાદાસ્પદ રહ્યા છે. બાળપણથી જ ખ્રેનિકૉવે પિયાનોવાદન શીખવું શરૂ કરેલું. પંદર વરસની વયે મૉસ્કો જઈ ગ્નેસિન…

વધુ વાંચો >

ગવૈયા, પૂરણચંદ્ર

ગવૈયા, પૂરણચંદ્ર (જ. 12 જુલાઈ 1929, હરિયાણા; અ. 29 ડિસેમ્બર 1991, અમદાવાદ) : મેવાતી ઘરાનાના શાસ્ત્રીય સંગીતકાર. જન્મ જાણીતા ગાયક કુટુંબમાં. પિતા પંડિત જ્યોતિરામજી મેવાતી ઘરાનાના ઉચ્ચ કોટિના ગાયક હતા. તેથી પૂરણચંદ્રજી પણ તે જ ઘરાનાના ગાયક ગણાતા. બાળપણથી તેમનામાં સારા ગાયક કલાકારનાં લક્ષણો દેખાયાં હતાં. શરૂઆતમાં તેમને શાસ્ત્રીય સંગીતની…

વધુ વાંચો >

ગાયકવાડ, શંકરરાવ

ગાયકવાડ, શંકરરાવ (જ. 8 ઑગસ્ટ 1881; અ. 11 માર્ચ 1971, પુણે) : ભારતના વિખ્યાત શરણાઈવાદક. પુણેના વતની. એમણે અક્કલકોટના પ્રસિદ્ધ ગાયક શિવભક્ત બુવા પાસેથી રાગદારી અને ગાયકીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ શિવભક્ત બુવાએ તેમની પ્રતિભા પારખીને એમને સંગીતના વધુ શિક્ષણ માટે વિખ્યાત સંગીતકાર ભાસ્કર બુવા બખલે પાસે મોકલ્યા અને…

વધુ વાંચો >