સંગીતકલા

વૉહાન, વિલિયમ્સ (Vaughan, Williams)

વૉહાન, વિલિયમ્સ (Vaughan, Williams) (જ. 12 ઑક્ટોબર 1872, ડાઉન એમ્પની, ગ્લુસેસ્ટશૉયર, બ્રિટન; અ. 26 ઑગસ્ટ 1958, લંડન, બ્રિટન) : વિખ્યાત આધુનિક બ્રિટિશ સંગીતકાર અને બ્રિટિશ રાષ્ટ્રીય સંગીત ચળવળના સ્થાપક/પ્રણેતા. કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં સર ચાર્લ્સ સ્ટેન્ફોર્ડ હેઠળ તેમજ રૉયલ કૉલેજ ઑવ્ મ્યુઝિકમાં સર હબર્ટ પૅરી હેઠળ વૉહાને સંગીતનો અભ્યાસ કર્યો. 1897થી…

વધુ વાંચો >

વ્યંકટમખી

વ્યંકટમખી (જ. ?; અ. અનુમાને 17મી સદીનો અંત, તંજાવર) : દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતના શાસ્ત્રકાર. પિતાનું નામ ગોવિંદ દીક્ષિત તથા માતાનું નામ નાગમ્બા. પિતા નાયક વંશના અંતિમ શાસક વિજયરાઘવના દીવાન હતા. પંડિત વ્યંકટેશમખીની વિદ્વત્તાથી પ્રભાવિત થયેથી વિજયરાઘવે તેમને દરબારી ગાયકનું પદ બહાલ કર્યું હતું. પંડિત વ્યંકટમખીએ ‘ચતુર્દણ્ડિપ્રકાશિકા’ નામક સંગીતવિષયક ગ્રંથની…

વધુ વાંચો >

વ્યાસ, અવિનાશ

વ્યાસ, અવિનાશ (જ. 17 જુલાઈ 1909; અ. 20 ઑગસ્ટ 1984, મુંબઈ) : જાણીતા સંગીતકાર ને ગીતકાર. વિસલનગરા નાગર. પિતા આનંદરાય. માતુશ્રી મણિબહેન જ્ઞાતિના સ્ત્રીમંડળનાં મંત્રી, ગરબા વગેરે કરાવે. તેમના સંસ્કાર અવિનાશ વ્યાસમાં આવ્યા. પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદમાં અભ્યાસ. થવા ઇચ્છતા હતા ક્રિકેટર. કદાચ તેથી જ જીવનના અંત સુધી મુંબઈની કોઈ પણ…

વધુ વાંચો >

વ્યાસ, ગૌરાંગ

વ્યાસ, ગૌરાંગ (જ. 24 નવેમ્બર, 1938) : ગુજરાતી ચલચિત્રસંગીત તથા સુગમસંગીતના અગ્રણી પ્રયોગશીલ સ્વરનિયોજક અને ગાયક કલાકાર. સંગીતના ક્ષેત્રમાં પિતાનો વારસો પુત્રે દીપાવ્યો હોય એવી વિરલ ઘટના ગૌરાંગ વ્યાસના નામ સાથે જોડાયેલી છે. પિતાનું નામ અવિનાશ અને માતાનું નામ વસુમતી. ગળથૂથીમાંથી સંગીતના સંસ્કાર પ્રાપ્ત કરેલ ગૌરાંગ પાંચ વર્ષની વયે હાર્મોનિયમ…

વધુ વાંચો >

વ્યાસ, નારાયણરાવ (પંડિત)

વ્યાસ, નારાયણરાવ (પંડિત) (જ. 4 એપ્રિલ 1902, કોલ્હાપુર; અ. 18 માર્ચ 1984, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાણાના અગ્રણી ગાયક તથા કલાગુરુ. પિતા પંડિત શ્રીગણેશ સિતાર અને હાર્મોનિયમ વગાડવામાં નિપુણ હતા; જેમની પાસેથી બાલ્યાવસ્થામાં જ નારાયણરાવને (અને તેમના મોટા ભાઈ શંકરરાવને) શાસ્ત્રીય સંગીતના સંસ્કાર પ્રાપ્ત થયા હતા. તેમણે…

વધુ વાંચો >

વ્યાસ, રત્નાકર

વ્યાસ, રત્નાકર (જ. 2 જુલાઈ 1930, મુંબઈ; અ. 2003, મુંબઈ) : ભારતના જાણીતા સરોદવાદક. તેમના પિતા પંડિત શંકરરાવ વ્યાસ (1898-1956) સંગીતક્ષેત્રના શાસ્ત્રકાર તથા તેમના કાકા પંડિત નારાયણરાવ વ્યાસ (1902-19) ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વીસમી સદીના દિગ્ગજ ગાયકોમાં અગ્રણી ગણાતા હતા. રત્નાકરને શાસ્ત્રીય સંગીતની શિક્ષા બાલ્યાવસ્થાથી પિતા પાસેથી પ્રાપ્ત થઈ હતી…

વધુ વાંચો >

વ્યાસ, વિદ્યાધર

વ્યાસ, વિદ્યાધર (જ. 8 સપ્ટેમ્બર 1944, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાણાના અગ્રણી ગાયક, સંગીતના શાસ્ત્રકાર (musicologist) તથા લખનૌ ખાતેની ભાતખંડે સંગીત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ. ગાયનાચાર્ય પંડિત નારાયણરાવ વ્યાસ તેમના પિતા. તેમના કાકા પંડિત શંકરરાવ વ્યાસ પણ તેમના જમાનાના જાણીતા ગાયક અને શાસ્ત્રકાર હતા. માતાનું નામ લક્ષ્મીબાઈ. વિદ્યાધરને…

વધુ વાંચો >

વ્યાસ, શંકરરાવ

વ્યાસ, શંકરરાવ (જ. 23 જાન્યુઆરી 1898, કોલ્હાપુર; અ. 17 ડિસેમ્બર 1956, અમદાવાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના શાસ્ત્રકાર, પ્રચારક અને અગ્રણી ગાયક. પિતા પંડિત ગણેશ પોતે સિતાર અને હાર્મોનિયમના અચ્છા વાદક હતા, જેને પરિણામે પુત્ર શંકરરાવને નાનપણથી જ શાસ્ત્રીય સંગીતના સંસ્કાર મળ્યા હતા. શંકરરાવ માત્ર સાત વર્ષના હતા ત્યારે પિતાનું…

વધુ વાંચો >

વ્લાડ, રોમાન

વ્લાડ, રોમાન (જ. 1919, બુકોવિના) : આધુનિક ઇટાલિયન સંગીતકાર અને સ્વરનિયોજક. વીસ વરસની ઉંમરે ઇટાલી આવી વસવાટ શરૂ કર્યો. 1950માં તેમણે ઇટાલીનું નાગરિકત્વ મેળવેલું. વ્લાડનું મૌલિક સ્વરનિયોજન પહેલેથી જ સપ્તકના બાર સ્વરોને, તીવ્રમંદનો ખ્યાલ ફગાવીને, સમકક્ષ ગણતી પદ્ધતિ ‘એટોનાલિટી’ને અનુસરે છે. લયક્ષેત્રે પણ તેમણે મૌલિક પ્રયોગો કર્યા. તેના સંગીતમાંથી તેમના…

વધુ વાંચો >

શન ખ્વો (Shen Kuo or Shen Gua/Guo/Kua)

શન ખ્વો (Shen Kuo or Shen Gua/Guo/Kua) (જ. ઈ. સ. 1031, હંગ્ઝોઉ, ઝેજિયાન્ગ પ્રોવિન્સ, ચીન; અ. ઈ. સ. 1095, ચિન્ગ–કો’ઉ, ચીન) : ખગોળવિદ્યા, ગણિતવિદ્યા, ભૌતિકવિદ્યા, પ્રકાશવિજ્ઞાન, ભૂગોળવિદ્યા, નકશાવિજ્ઞાન (માનચિત્રકલા), ઇજનેરીવિદ્યા, વૈદકશાસ્ત્ર, સંગીત વગેરે જેવી અનેક વિદ્યાઓના જ્ઞાતા  બહુવિદ્યાવિદ અને મુત્સદ્દી. શન ખ્વોના પિતાનું નામ શન ચો (Shen Chou) અને માતાનું…

વધુ વાંચો >