સંગીતકલા

હૅન્ડેલ જૉર્જ ફ્રેડરિક

હૅન્ડેલ, જૉર્જ ફ્રેડરિક (જ. 23 ફેબ્રુઆરી 1685, હૅલે, જર્મની; અ. 1759, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લિશ ઑરેટોરિયોઝ નામથી જાણીતી બનેલી સંગીતશૈલી ઇંગ્લિશ ચર્ચ-સંગીત, પશ્ચિમના કંઠ્ય તથા વાદ્ય-સંગીતના વિખ્યાત સ્વર-નિયોજક. સાત વર્ષના હતા ત્યારથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી અને બાર વર્ષની ઉંમરે હૅલે ખાતેના મુખ્ય ખ્રિસ્તી દેવળમાં તેના ગુરુ અને સ્વરનિયોજક ફ્રેડરિક…

વધુ વાંચો >

હેમંતકુમાર

હેમંતકુમાર (જ. 16 જૂન 1920, બનારસ; અ. 27 સપ્ટેમ્બર 1989, કોલકાતા) : પાર્શ્ર્વગાયક, સંગીતકાર, ચિત્રનિર્માતા. પિતા કાલિદાસ મુખોપાધ્યાય બ્રિટિશ કંપનીમાં કારકુન હતા. માતા કિરણબાલા. બંગાળીમાં હેમંત મુખોપાધ્યાય અને હિંદીમાં હેમંતકુમાર તરીકે ખ્યાતનામ. આ ગાયક–સંગીતકારે બંને ભાષાઓમાં યાદગાર ગીતો આપ્યાં છે. ગાયન અને સંગીતનિર્દેશન બંને ક્ષેત્રે તેમનું ઉમદા પ્રદાન છે. હેમંતકુમાર…

વધુ વાંચો >

હેયડન ફ્રૅન્ઝ જૉસેફ

હેયડન, ફ્રૅન્ઝ જૉસેફ (જ. 1732; અ. 1809) : પાશ્ચાત્ય સંગીતના જાણીતા સંગીતકાર-સ્વરકાર. ઑસ્ટ્રિયાના વતની. નાની વયમાં વિયેના ખાતેના એક ચર્ચમાં સંગીતની પ્રાથમિક તાલીમ લીધી. શિક્ષકના વ્યવસાયમાંથી તથા જાણીતા સંગીતકારો સાથે સંગત કરીને જેમતેમ કરીને તેઓ ગુજરાન કરતા હતા; પરંતુ વિયેનાના કેટલાક ઉમરાવો તેમની સ્વરરચનાથી પ્રભાવિત થયા પછી તેમની સંગીતક્ષેત્રમાં ચઢતી…

વધુ વાંચો >

ફડકે, સુધીર

ફડકે, સુધીર (જ. 25 જુલાઈ 1919, કોલ્હાપુર) : જાણીતા મરાઠી ભાવગીતગાયક, સંગીતદિગ્દર્શક અને પાર્શ્વગાયક. પિતાનું નામ વિનાયકરાવ અને માતાનું નામ  સરસ્વતી. મૂળ નામ રામ, પરંતુ 1934માં યોજાયેલ સંગીતના એક કાર્યક્રમમાં સુધીર નામથી તેમની ઓળખાણ કરાવવામાં આવી ત્યારથી તે નામ પ્રચલિત બન્યું. ગ્વાલિયર ઘરાનાના શાસ્ત્રીય સંગીતકાર પંડિત વામનરાવ પાધ્યે પાસેથી સંગીતની…

વધુ વાંચો >