સંગીતકલા

શાઙ્ર્ગદેવ

શાઙ્ર્ગદેવ : દક્ષિણ ભારતીય સંગીતના મૂર્ધન્ય શાસ્ત્રકાર. તેમના વડવા કાશ્મીરના નિવાસી હતા. તેમના દાદાએ કાશ્મીરથી સ્થળાંતર કર્યું અને દેવગિરિ (દૌલતાબાદ) રિયાસતમાં આશ્રય લીધો. પિતા આચાર્ય શોઢ્વલ અને ત્યારબાદ શાઙ્ર્ગદેવ પોતે પણ તે રિયાસતના આશ્રિત રહ્યા. શાઙ્ર્ગદેવે ‘સંગીતરત્નાકર’ નામક ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ દ્વારા તેમણે સંગીતની સમગ્ર પદ્ધતિની જાણકારી…

વધુ વાંચો >

શાહ, રૂપાંદે

શાહ, રૂપાંદે (જ. 21 જૂન 1940, અમદાવાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરનાં ગાયક તથા દેશભરમાં ખ્યાતિ ધરાવતી શાસ્ત્રીય સંગીતની શિક્ષણ, પ્રચાર અને પ્રસારને વરેલી ‘સપ્તક’ સંસ્થાનાં સ્થાપક સભ્ય. પિતાનું નામ કાંતિલાલ મણિલાલ. તેઓ શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ હતા. માતાનું નામ પુષ્પાવતી. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. સ્થાનિક ગુજરાત કૉલેજમાંથી …

વધુ વાંચો >

શાહ, વાજિદઅલી

શાહ, વાજિદઅલી (જ. 1822, લખનઉ; અ. 1887, કોલકાતા) : અવધના નવાબ, ઉર્દૂ કવિ, નાટ્યલેખક, કલાકાર, સંગીતકાર અને સ્થપતિ. હિન્દુસ્તાનના નવાબો રાજવીઓમાં સ્વચ્છંદતા માટે સૌથી વધુ બદનામ થયેલા વાજિદ અલી શાહ 1847માં વીસ વર્ષની યુવાન વયે અવધના નવાબ બન્યા હતા. શરૂઆતમાં તેમણે રાજ્યવહીવટ, ન્યાય તથા પ્રજાકીય કામોમાં રસ લીધો હતો. તેમણે…

વધુ વાંચો >

શિરાલી, વિષ્ણુદાસ

શિરાલી, વિષ્ણુદાસ (જ. 16 મે 1907, હુબલી, કર્ણાટક; અ. ?) : વાદ્યવૃંદ(ઑર્કેસ્ટ્રા)ને શુદ્ધ ભારતીય સ્વરૂપ આપનાર તથા ભારતીય અને પાશ્ચાત્ય બંને પ્રકારના સંગીતના જાણકાર ગાયક અને વાદક. તેમણે આઠ વર્ષ (1911-19) સુધી પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર પાસેથી ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની શિક્ષા ગ્રહણ કરી. 192026 દરમિયાન તેમણે તેમના ગુરુ સાથે…

વધુ વાંચો >

શિરોડકર, તારાબાઈ

શિરોડકર, તારાબાઈ (જ. 1889, શિરોડા, ગોવા; અ. 6 જુલાઈ 1949, મુંબઈ) : ભારતનાં ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયિકા. સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમણે તત્કાલીન પ્રસિદ્ધ સંગીતકાર રામકૃષ્ણબુવા વઝે પાસેથી અને ત્યારબાદ ભાસ્કરબુવા બખલે પાસેથી મેળવ્યું. ભાસ્કરબુવા બખલે પાસેથી લગભગ એક વર્ષ સુધી તેમણે સઘન તાલીમ પ્રાપ્ત કરી. રિયાઝ અને પરિશ્રમથી…

વધુ વાંચો >

શીટ, સૅમ્યુઅલ

શીટ, સૅમ્યુઅલ (જ. 1587, હેલે, નેધર્લૅન્ડ્ઝ; અ. 30 માર્ચ 1654, હેલે, નેધર્લૅન્ડ્ઝ) : ડચ ઑર્ગનવાદક અને સંગીતનિયોજક. ઉત્તર જર્મનીની બરોક સંગીતશૈલી પર તેનો પ્રભાવ છે. ડચ ઑર્ગનવાદક સ્વીલિન્ક હેઠળ ઑર્ગનનો અભ્યાસ કરીને હેલે ખાતે શીટે 1609માં ઑર્ગનવાદક તરીકે કારકિર્દી શરૂ કરી. આશરે 1619માં બ્રાન્ડેન્બર્ગના માર્ગ્રેવ ઑર્કેસ્ટ્રાના કપેલમેઇસ્ટરનું પદ તેને મળ્યું.…

વધુ વાંચો >

શીન, જોહાન હર્માન (Schein, Johann Hermann)

શીન, જોહાન હર્માન (Schein, Johann Hermann) (જ. 20 જાન્યુઆરી 1585, ગ્રુન્હેઇન (Grunhain), સેક્સોની, જર્મની; અ. 19 નવેમ્બર 1630, લાઇપઝિગ, જર્મની) : જર્મન સંગીત-નિયોજક. ઇટાલિયન બરોક શૈલીનો જર્મનીમાં પ્રસાર કરવામાં શુટ્ઝ (Schütz) અને પ્રાટોરિયસ (Praetorius) સાથે તેનો પણ મહત્વનો ફાળો છે. શીન સાત વરસનો હતો ત્યારે તેના પિતા મૃત્યુ પામેલા. પિતા…

વધુ વાંચો >

શુક્લ, શિવકુમાર

શુક્લ, શિવકુમાર (જ. 12 જુલાઈ 1918, ગોંડલ, સૌરાષ્ટ્ર, ગુજરાત; અ. ?, વડોદરા) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રથમ પંક્તિના ગાયક. માતાપિતાના સંગીતપ્રેમથી પ્રેરાઈને તેઓ આ કલાપ્રકાર તરફ વળ્યા. તેમની કલાસૂઝ અને ઉત્કંઠા પારખીને તેમના પિતાએ તેમને સંગીતના વધુ અભ્યાસાર્થે મુંબઈ મોકલ્યા. 1932માં તેઓએ મુંબઈના મહારાષ્ટ્ર સંગીત વિદ્યાલયમાં જોડાઈને બાબુરાવ ગોખલે…

વધુ વાંચો >

શુબર્ટ, ફ્રાન્ઝ (પીટર) [Schubert, Franz (Peter)]

શુબર્ટ, ફ્રાન્ઝ (પીટર) [Schubert, Franz (Peter)] (જ. 31 જાન્યુઆરી 1797, હીમેલ્ફૉર્ટર ગ્રૂન્ડ, ઑસ્ટ્રિયા; અ. 19 નવેમ્બર 1828, વિયેના, ઑસ્ટ્રિયા) : ઑસ્ટ્રિયન સંગીતકાર અને સ્વરનિયોજક. અત્યંત ઋજુ સૂરાવલિઓ માટે એ જાણીતો છે. શુબર્ટના પિતા ફ્રાન્ઝ થિયોડૉર શુબર્ટ શાલેય શિક્ષક હતા અને માતા એલિઝાબેથ લગ્નસમયે ઘરગથ્થુ નોકરાણી હતાં. આ યુગલનાં પાંચ સંતાનોમાં…

વધુ વાંચો >

શુમાન, એલિઝાબેથ (Schumann Elisabeth)

શુમાન, એલિઝાબેથ (Schumann Elisabeth) (જ. 13 જૂન 1885, જર્મની; અ. 23 એપ્રિલ 1952, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : વૉલ્ફગૅન્ગ મોત્સાર્ટ અને રિચાર્ડ સ્ટ્રૉસની કૃતિઓ ગાવા માટે વિશ્વવિખ્યાત બનેલી સોપ્રાનો ગાયિકા. હેમ્બર્ગ ઑપેરા ખાતે 1910માં એલિસાબેથે સોપ્રાનો ગાયિકા તરીકેની કારકિર્દી શરૂ કરી. 1914માં ન્યૂયૉર્ક નગરના મેટ્રોપોલિટન ઑપેરા હાઉસમાં સ્ટ્રૉસના ઑપેરા ડી રોસેન્કાવેલિયર(Die…

વધુ વાંચો >