સંગીતકલા
લાવણી
લાવણી : એક ઉપરાગ, જે દેશી રાગ તરીકે પ્રસિદ્ધ છે. ‘સંગીત રાગ કલ્પદ્રુમ’માં લાવણીને ‘ઉપરાગ’ કહેવામાં આવ્યો છે. એને દેશી કહેવાનું કારણ એ છે કે જુદા જુદા દેશ(પ્રદેશ)માં એને અનુરૂપ નામ ધારણ કરે છે. લાવણીનો વિકાસ લોકગીતોમાં થયેલો છે. તેનો સંબંધ મગધ પાસેના લવણદેશ સાથે હોઈને એ લાવણી કહેવાઈ છે.…
વધુ વાંચો >લાસો, ઑર્લાન્ડો (Lasso, Orlando)
લાસો, ઑર્લાન્ડો (Lasso, Orlando) (જ. 1530થી 1532 વચ્ચે, મોંસ, સ્પૅનિશ હેઇનુર; અ. 14 જૂન 1594, મ્યૂનિક) : યુરોપિયન રેનેસાં-સંગીત પર ઘેરી છાપ મૂકી જનાર ફ્લેમિશ રેનસાં-સંગીતકાર. મોંસમાં સેંટ નિકોલસ કેથીડ્રલમાં એક કૉઇરબૉય તરીકે તેઓ એટલું તો સુંદર ગાતા હતા કે તેઓ હજી સાવ બાળક જ હતા ત્યારે જ અન્ય કૉઇર્સે…
વધુ વાંચો >લાહિરી, બપ્પી
લાહિરી, બપ્પી (જ. 27 નવેમ્બર 1952, પં. બંગાળ અ. 15 ફેબ્રુઆરી 2022, મુંબઈ) : ‘તું મેરી મંઝિલ’થી ‘રંભા હો’ સુધીની સફર ખેડનાર ડિસ્કોકિંગ. એક ઘરેડથી અલગ, કંઈક અલગ જ મિજાજનું સંગીત પીરસનાર સંગીતકાર એટલે બપ્પી લાહિરી. આમ તો એમનું મૂળ નામ આલોકેશ. જલપાઈગુરી, પશ્ચિમ બંગાળમાં જન્મેલ આલોકેશ, તેમનાં માતા-પિતા અપરેષ…
વધુ વાંચો >લિઝ્ત, ફેરેન્ક (Liszt, Ferenc)
લિઝ્ત, ફેરેન્ક (Liszt, Ferenc) (જ. 22 ઑક્ટોબર 1811, રેઇડિંગ, હંગેરી; અ. 31 જુલાઈ 1886, બેરુથ, જર્મની) : પ્રસિદ્ધ હંગેરિયન પિયાનોવાદક અને સંગીતનિયોજક. તેનાં શ્રેષ્ઠ સર્જનોમાં એકલા પિયાનો માટેના ટુકડા, બે પિયાનો કન્ચર્ટો, બાર સિમ્ફનિક પોએમ્સ, થોડી હંગેરિયન રહેપ્સૉડિઝ અને ચર્ચ માટેનાં સંખ્યાબંધ ખ્રિસ્તી ધાર્મિક વૃંદગાનનો સમાવેશ થાય છે. જર્મનીના રાજા…
વધુ વાંચો >લિન્ઝડૉર્ફ, એરિક
લિન્ઝડૉર્ફ, એરિક (જ. 4 ફેબ્રુઆરી 1912, વિયેના, ઑસ્ટ્રિયા) : ઑસ્ટ્રિયાના સંગીત-નિયોજક. તેઓ અધિકૃત સંગીત-રચનાઓની ઝીણવટભરી જાણકારી અને નિપુણતા માટે તેમજ સમકાલીન સંગીતના પુરસ્કર્તા તરીકે દેશમાં અને દેશ બહાર બહોળી નામના પામ્યા હતા. 1934માં તેમણે સાલ્ઝબર્ગ ફેસ્ટિવલ ખાતે બ્રૂનો વૉલ્ટર તથા આર્ટુરો ટૉસ્કાનીની પાસે સંગીત-તાલીમ મેળવી; ત્યારબાદ યુરોપિયન ઑરકેસ્ટ્રા સાથે તેમણે…
વધુ વાંચો >લિયાદૉવ, ઍનાતોલી
લિયાદૉવ, ઍનાતોલી (જ. 11 મે 1855, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 28 ઑગસ્ટ 1914, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : પ્રસિદ્ધ રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. પિતા રશિયન ઑપેરા સંગીત કંપનીના સંચાલક (conductor) હોવાથી બાળપણથી જ લિયાદૉવને સાંગીતિક વાતાવરણ મળ્યું. માત્ર સ્ટેજ-શો નહિ, પણ રિહર્સલ જોવાના મોકા પણ તેઓ છોડતા નહિ. આ ઉપરાંત રશિયન…
વધુ વાંચો >લિયાપુનૉવ, સર્ગેઈ
લિયાપુનૉવ, સર્ગેઈ (જ. 30 નવેમ્બર 1859, યારોસ્લાવલા, રશિયા; અ. 8 નવેમ્બર 1924, પૅરિસ, ફ્રાંસ) : રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. વિદ્વાનો અને નિષ્ણાતોના પરિવારમાં લિયાપુનૉવ જન્મેલા. પિતા ખગોળશાસ્ત્રી હતા, અને મોટા ભાઈ ઍલેક્ઝાન્ડર એક પ્રમુખ રશિયન ગણિતશાસ્ત્રી હતા. નિઝ્નિનૉવ્ગૉરોડના સંગીતશાસ્ત્રીઓએ બાળ લિયાપુનૉવની પ્રતિભા પિછાણીને તેમને મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ…
વધુ વાંચો >લુઇસ, જૉન (Lewis, John)
લુઇસ, જૉન (Lewis, John) (જ. 3 મે 1920, લા ગ્રેઇન્જ, ઇલિનૉય, અમેરિકા) : અમેરિકન જાઝ-પિયાનિસ્ટ અને સ્વરનિયોજક. ન્યૂ મેક્સિકો યુનિવર્સિટીમાં પિયાનોવાદન અને માનવજીવનશાસ્ત્ર-(anthro-pology)નો અભ્યાસ કર્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન ભૂમધ્યમાં 1942થી 1945 સુધી સૈનિક તરીકે સેવા આપી. એ પછી પ્રખ્યાત જાઝ-સંગીતકારો ડિઝી ગીલેસ્પી, માઇલ્સ ડેવિસ, ચાર્લી પાર્કર, લેસ્ટર યન્ગ અને…
વધુ વાંચો >લુટોસ્લેવ્સ્કી, વિટોલ્ડ (Lutoslawski, Witold)
લુટોસ્લેવ્સ્કી, વિટોલ્ડ (Lutoslawski, Witold) (જ. 25 જાન્યુઆરી 1913, વૉર્સો, પોલૅન્ડ) : આધુનિક પૉલિશ સ્વરનિયોજક. વૉર્સો યુનિવર્સિટીમાંથી ગણિત સાથે સ્નાતક થઈ વૉર્સો કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયા અને સ્વરનિયોજન તથા સંગીતના સિદ્ધાંતોનું અધ્યયન કર્યું. એમની આરંભિક કૃતિઓમાં નાવીન્ય નહોતું. એમાં પશ્ચિમ યુરોપિયન પ્રણાલીગત સ્વરસમૂહો સાથે પૉલિશ લોકધૂનોનું સંયોજન થયેલું છે…
વધુ વાંચો >લૅટિન અમેરિકાનાં સંગીત અને નૃત્ય
લૅટિન અમેરિકાનાં સંગીત અને નૃત્ય : યુનાઇટેડ સ્ટેટ્સના દક્ષિણ અમેરિકાના પ્રદેશ તથા સમગ્ર કૅરિબિયન ટાપુઓની સંગીત-નૃત્ય-કલા. આ વિશાળ વિસ્તારના સંગીતનો ભૌગોલિક દૃષ્ટિએ નહિ, પણ મહદ્ અંશે વંશીય (ethnic) ઘટકોની દૃષ્ટિએ વિચાર કરવામાં ઔચિત્ય રહેલું છે. આ વંશીય ઘટકો તે યુરોપિયન (મુખ્યત્વે ઇબેરિયન), અમેરિન્ડિયન, આફ્રિકન તથા મેસ્ટિઝો (એટલે કે ‘મિશ્ર’). લૅટિન…
વધુ વાંચો >