સંગીતકલા

રાવલ, જનાર્દન

રાવલ, જનાર્દન (જ. 8 માર્ચ 1937, સુરેન્દ્રનગર) : જાણીતા સંગીતજ્ઞ અને પાર્શ્ર્વગાયક. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ ચૌધરી હાઇસ્કૂલ – રાજકોટ, ધર્મેન્દ્રસિંહ કૉલેજ – રાજકોટ અને સરકારી લૉ કૉલેજ  મુંબઈમાં લીધું. ત્યારબાદ 1961થી 1973 સુધી ગુજરાત રાજ્યની ચૅરિટી કમિશનરની કચેરીમાં કામ કર્યું. 1978થી 1994 સુધી ગુજરાત ડેરી વિકાસ નિગમ, ગાંધીનગર…

વધુ વાંચો >

રાવલ, હર્ષદા જનાર્દન

રાવલ, હર્ષદા જનાર્દન (જ. 15 ઑક્ટોબર 1941, અમદાવાદ) : ગુજરાતનાં પાર્શ્ર્વગાયિકા અને સુગમ સંગીતનાં અગ્રગણ્ય ગાયિકા. તેમણે દીવાન બલ્લુભાઈ શાળામાં તથા ગુજરાત કૉલેજ, અમદાવાદમાં શિક્ષણ લીધેલું. તેઓ તત્વજ્ઞાનના વિષય સાથે બી.એ. થયાં છે. અભ્યાસકાળ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી યૂથ ફેસ્ટિવલમાં સુગમ સંગીત ગાયનમાં તેમણે સતત 4 વર્ષ સુધી પ્રથમ સ્થાન મેળવેલું.…

વધુ વાંચો >

રાવ, વિજયરાઘવ

રાવ, વિજયરાઘવ (જ. 3 નવમ્બર 1925, ચેન્નાઈ) : વિખ્યાત વાંસળી-વાદક, નૃત્યકાર તથા નૃત્યનિર્દેશક. પિતાનું નામ રામારાવ તથા માતાનું નામ સુબ્બૈયમ્મા. આંધ્રપ્રદેશના એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ. બાળપણથી જ સંગીત અને નૃત્ય તરફ આકર્ષાયા. સદભાગ્યે પરિવારમાં સંગીતનો માહોલ હતો, જેનો લાભ તેમને બાલ્યાવસ્થાથી જ મળતો રહ્યો હતો. 1946માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

રાવેલ, મૉરિસ

રાવેલ, મૉરિસ (જ. 7 માર્ચ 1875, ચિબુરે, ફ્રાંસ; અ. 28 ડિસેમ્બર 1937, પૅરિસ, ફ્રાંસ) : આધુનિક ફ્રેંચ સંગીતકાર. સ્વિસ પિતા અને સ્પૅનિશ માતાના પુત્ર મૉરિસની સંગીતપ્રતિભા બાળવયે જ ઝળકેલી. 14 વરસની ઉંમરે 1889માં પૅરિસ કૉન્સર્વેટરીમાં સંગીતના ઉચ્ચ અભ્યાસ માટે તે આ વિદ્યાર્થી તરીકે જોડાયા. વિદ્યાર્થીકાળમાં જ પોતાની કેટલીક ઉત્તમ કૃતિનું…

વધુ વાંચો >

રિમ્સ્કી-કોર્સાકૉવ, નિકોલય આન્દ્રેયેવિચ

રિમ્સ્કી-કોર્સાકૉવ, નિકોલય આન્દ્રેયેવિચ (જ. 18 માર્ચ 1844, નોવ્ગોરોડ નજીક તિખ્વિન, રશિયા; અ. 21 જૂન 1908, લિયુબેન્સ્ક, રશિયા) : રશિયન સંગીતકાર, સ્વરનિયોજક, સંગીતશિક્ષક અને સંગીતસંપાદક. પિતા ઉદારમતવાદી સરકારી અધિકારી હતા અને માતા સુશિક્ષિત અને પિયાનોવાદનમાં નિપુણ હતાં. કાકા નૌસેનામાં ઍડ્મિરલ અને મોટો ભાઈ મરીન-ઑફિસર હોવાને કારણે નિકોલય પણ દરિયાના પ્રેમમાં પડ્યો.…

વધુ વાંચો >

રુબિન્સ્ટીન, ઍન્તૉન ગ્રિગૉરિયેવિચ

રુબિન્સ્ટીન, ઍન્તૉન ગ્રિગૉરિયેવિચ (જ. 28 નવેમ્બર 1829, વિખ્વેટિનેટ્સ, પ્રાંત પોડોલિયા, રશિયા; અ. 20 નવેમ્બર 1894, પીટ ર્હોફ, રશિયા) : ઓગણીસમી સદીના સૌથી મહાન રશિયન પિયાનિસ્ટ સ્વરનિયોજક. રુબિન્સ્ટીનના પિતા મૉસ્કોમાં નાનકડી ફૅક્ટરી ધરાવતા હતા. રુબિન્સ્ટીન તથા તેનો ભાઈ નિકોલય, બંનેને પહેલાં માતાએ તથા પછી ઍલેક્ઝાન્ડર વિલોઇન્ગે પિયાનો વગાડતાં શીખવ્યું. 18૩9માં રુબિન્સ્ટીને…

વધુ વાંચો >

રૂપક/તેવરા

રૂપક/તેવરા : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો તાલ. કેટલાક વિદ્વાનો તેવરા તાલને ‘તીવ્રા તાલ’ નામથી પણ ઓળખાવે છે. બંને તાલમાં ઘણું સામ્ય છે; દા.ત., રૂપક અને તેવરા બંને તાલમાં સાત માત્રા અને ત્રણ ખંડ હોય છે. બંને વચ્ચે તબલાના બોલનો જ તફાવત છે : બંને તાલમાં પહેલી માત્રા પર સમ અને…

વધુ વાંચો >

રૂસેલ, આલ્બર્ટ (Roussel, Albert)

રૂસેલ, આલ્બર્ટ (Roussel, Albert) (જ. 5 એપ્રિલ 1869, તૂરકોઈન, ફ્રાન્સ; અ. 23 ઑગસ્ટ 1937, રોયાં, ફ્રાન્સ) : આધુનિક ફ્રેન્ચ સંગીતકાર અને સંગીત-નિયોજક. 18 વરસની ઉંમરે ફ્રેન્ચ નૌકાદળમાં જોડાયા અને અગ્નિ એશિયાની સંખ્યાબંધ યાત્રાઓ કરી, જેની અજનબી (exotic) છાપો તેમના સંગીત પર પણ પડી. 25 વરસની ઉંમરે નૌકાદળમાંથી નિવૃત્ત થઈ પૅરિસની…

વધુ વાંચો >

રેસ્પિઘી, ઓત્તોરિનો

રેસ્પિઘી, ઓત્તોરિનો (જ. 9 જુલાઈ 1879, બોલોન્યા, ઇટાલી; અ. 18 એપ્રિલ 1936, રોમ, ઇટાલી) : રશિયન વાદ્યવૃંદકીય (orchestral) તરેહો અને આધુનિક જર્મન સંગીતકાર રિચર્ડ સ્ટ્રૉસની હિંસક શૈલીનો ઇટાલિયન સંગીતમાં આવિષ્કાર કરનાર આધુનિક ઇટાલિયન સ્વરનિયોજક. આરંભમાં સંગીતનો અભ્યાસ ઇટાલીના બોલોન્યા નગરમાં તથા પછીથી રશિયાના નગર સેંટ પીટર્સબર્ગમાં સ્વરનિયોજક રિમ્સ્કી કોસોકૉવ પાસે…

વધુ વાંચો >

રૉજર્સ, રિચાર્ડ

રૉજર્સ, રિચાર્ડ (જ. 28 જૂન 1902, ન્યૂયૉર્ક શહેર; અમેરિકા; અ. 30 ડિસેમ્બર 1979, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : અમેરિકન મ્યૂઝિકલ કૉમેડીનો સ્વર-નિયોજક. તરુણાવસ્થામાં ઍમેટર બૉયઝ ક્લબ માટે રૉજર્સ ગીતો ગાતો. 1918માં તે કોલંબિયા યુનિવર્સિટીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયો અને 1919માં કોલંબિયા યુનિવર્સિટીના વાર્ષિક સમારંભમાં ‘ફ્લાય વિથ મી’ નાટકનો સ્વરનિયોજક બન્યો.…

વધુ વાંચો >