સંગીતકલા
પલુસ્કર, દત્તાત્રેય વિષ્ણુ
પલુસ્કર, દત્તાત્રેય વિષ્ણુ (જ. 18 મે 1921, કુરૂન્દવાડ; અ. 26 ઑક્ટોબર 1955, મુંબઈ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અદ્વિતીય ગાયક. ગાયનાચાર્ય પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરનાં બાર સંતાનોમાંના એકમાત્ર પુત્ર અને છેલ્લું સંતાન હતા. 10 વર્ષની ઉંમર સુધી તેઓ નાસિકમાં રહ્યા. દત્તાત્રેયને સામે બેસાડીને પિતા સંગીતની નાનીમોટી ચીજો તેમને શિખવાડતા હતા. 1931માં…
વધુ વાંચો >પલુસ્કર, વિષ્ણુ દિગંબર
પલુસ્કર, વિષ્ણુ દિગંબર (જ. 18 ઑગસ્ટ 1872, બેળગાંવ; અ. 21 ઑગસ્ટ 1931) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. તેમણે પોતાનું સમગ્ર જીવન સંગીતના પ્રચારમાં અર્પણ કર્યું હતું. પિતાનું નામ દિગંબર ગોપાલ અને માતાનું નામ ગંગાદેવી. પિતા સારા કીર્તનકાર હતા. નાનપણમાં દીપાવલીમાં ફટાકડાથી વિષ્ણુની આંખો પર અસર થઈ અને ઝાંખું…
વધુ વાંચો >પંડિત એકનાથ
પંડિત, એકનાથ (જ. 1870–1936; અ. 30 એપ્રિલ 1950, ગ્વાલિયર) : શાસ્ત્રીય સંગીતના જાણીતા ભારતીય ગાયક. એમના પિતા વિષ્ણુશાસ્ત્રી પંડિત જાણીતા કીર્તનકાર હતા. તેમના મોટા ભાઈ શંકર પંડિત પણ સુપ્રસિદ્ધ ગાયક હતા. પિતાએ બેઉ ભાઈઓને ગ્વાલિયર ઘરાણાના પ્રકાંડ ઉસ્તાદો હદ્દુખાં તથા હસ્સુખાં પાસેથી તાલીમ મળે એ માટેનો પ્રબંધ કર્યો હતો. ત્યારે…
વધુ વાંચો >પંડિત કૃષ્ણરાવ શંકરરાવ
પંડિત, કૃષ્ણરાવ શંકરરાવ (જ. 26 જુલાઈ 1894, ગ્વાલિયર; અ. 22 ઑગસ્ટ 1989, ગ્વાલિયર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. પિતા શંકરરાવ વિષ્ણુ પંડિત ગ્વાલિયર ઘરાનાના જાણીતા ગાયક હતા અને તેથી માત્ર છ વર્ષની વયથી કૃષ્ણરાવે પિતા પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. બાલ્યાવસ્થાથી તેઓ પિતાની સાથે સંગીતના કાર્યક્રમોમાં હાજરી…
વધુ વાંચો >પંડિત રામનારાયણ
પંડિત, રામનારાયણ (જ. 25 ડિસેમ્બર 1927, ઉદેપુર) : સારંગીના સરતાજ ગણાતા વિખ્યાત ભારતીય સંગીતકાર. તેમના પિતા નાથુરામ પોતે સારંગી તથા દિલરુબાના જાણીતા વાદક હતા. કુટુંબનું સંગીતમય વાતાવરણ તથા નિસર્ગદત્ત પ્રતિભાને કારણે ખૂબ નાનપણથી તેમણે સંગીતની સાધના શરૂ કરી હતી. 6-7 વર્ષની ઉંમરે પિતા પાસેથી સારંગી વગાડવાનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ…
વધુ વાંચો >પંડિત શંકરરાવ વિષ્ણુ
પંડિત, શંકરરાવ વિષ્ણુ (જ. 1863; અ. 1917) : ગ્વાલિયર ઘરાનાના શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ભારતીય ગાયક. ખૂબ નાની વયે પિતા પાસેથી સંગીતનું શિક્ષણ લેવાની શરૂઆત કરી. ત્યારપછી બાળકૃષ્ણબુઆ ઇચલકરંજીકર, હદ્દુખાં તથા નિસારહુસેનખાં પાસેથી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. નિસારહુસેનખાં ગ્વાલિયર દરબારમાં નિયુક્ત થયા હતા. તેમણે સંગીતના એક જલસામાં…
વધુ વાંચો >પાગનીસ વિષ્ણુપંત
પાગનીસ, વિષ્ણુપંત (જ. 1 નવેમ્બર 1892, કર્ણાટક રાજ્યના ચિકોડી ગામમાં; અ. 3 ઑક્ટોબર 1943) : હિંદી તથા મરાઠી ચલચિત્રોના અભિનેતા, ભજનિક અને સંગીતકાર. આંગળીના વેઢે ગણી શકાય એટલાં ચલચિત્રોમાં જ તેમણે કામ કર્યું; પણ ખાસ કરીને મહારાષ્ટ્રના સંત કવિ તુકારામના જીવન પરથી બનેલા ચિત્ર ‘સંત તુકારામ’માં તેમણે જે અદ્ભુત અભિનય…
વધુ વાંચો >(પંડિત) પાઠક બલરામ
(પંડિત) પાઠક, બલરામ (જ. 5 નવેમ્બર 1926, બલિયા, ઉત્તરપ્રદેશ; અ. 15 ફેબ્રુઆરી 1991, ન્યૂ દિલ્હી) : વિખ્યાત સિતારવાદક. તેમના પિતા ધ્રુપદ ગાયકીના નિષ્ણાત હતા. તેમના કાકા સિતારવાદક હતા. શરૂઆતમાં બલરામ પાઠકે બંને પાસેથી શાસ્ત્રીય કંઠ્યસંગીત તથા સિતારવાદનની તાલીમ લીધી હતી. તેમણે બાર વર્ષની ઉંમરે 1938માં પ્રથમ વખત લોકો સમક્ષ સંગીતની…
વધુ વાંચો >પાર્શ્વદેવ (બારમી સદી)
પાર્શ્વદેવ (બારમી સદી) : સંગીતના અગ્રણી શાસ્ત્રકાર. તેઓ દિગંબર જૈન આચાર્ય હતા. પિતાનું નામ આદિદેવ તથા માતાનું નામ ગૌરી હતું. એમનો સમય બારમી સદીના અંતથી તેરમી સદીની શરૂઆતનો ગણાય છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ એમનો સમય તેરમી સદીનો ઉત્તરાર્ધ છે. એમણે ‘સંગીતસમયસાર’ નામનો સંગીતવિષયક ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં…
વધુ વાંચો >પુરંદરદાસ
પુરંદરદાસ (જ. આશરે 1484 શિમોગા જિલ્લો, કર્ણાટક; અ. આશરે 2 જાન્યુઆરી, 1564 હમ્પી, કર્ણાટક) : કન્નડના વૈષ્ણવ કવિ. એ કવિ તથા સંગીતકાર હતા. એમને કર્ણાટક સંગીતના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે એ પૂર્વે ખૂબ ધનાઢ્ય, પણ લોભી અને કંજૂસ હતા; પણ પછી જીવનમાં કંઈક એવું બન્યું…
વધુ વાંચો >