શિવપ્રસાદ રાજગોર

પીપાવાવ

પીપાવાવ : ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં ઝોલાપુરી નદીના મુખ પર આવેલું બંદર. તે અરબી સમુદ્રને કિનારે મોટા પટની ખાડી પર આવેલું છે. ભૌ. સ્થાન : 20o 58′ ઉ.અ. અને 71o 33′ પૂ.રે. આ બંદર મુંબઈ અને કંડલા વચ્ચે પ્રમુખ બંદર બની શકે એવી કુદરતી બારાની તમામ પરિસ્થિતિ ધરાવે છે. તે…

વધુ વાંચો >

પુષ્યમિત્ર શૃંગ

પુષ્યમિત્ર શૃંગ : શૃંગ વંશનો સ્થાપક તથા છેલ્લા મૌર્ય સમ્રાટ બૃહદ્રથનો બ્રાહ્મણ સેનાપતિ. વૈદિક સાહિત્યમાં શૂંગ આચાર્યોના ઉલ્લેખો મળે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં ‘શૌંગીપુત્ર’નો શિક્ષક તરીકે ઉલ્લેખ છે. તે પતંજલિનો સમકાલીન હતો અને મહાભાષ્યમાં ‘અમે પુષ્યમિત્ર માટે યજ્ઞો કરીએ છીએ’ એવો ઉલ્લેખ છે. ‘યવનોએ સાકેત અને માધ્યમિકોને ઘેરો ઘાલ્યો હતો’ એવો…

વધુ વાંચો >

પૂર્વપ્રાથમિક શિક્ષણ

પૂર્વપ્રાથમિક શિક્ષણ : અઢીથી છ વરસનાં બાળકોને પ્રાથમિક શિક્ષણની પૂર્વે અપાતું શિક્ષણ. મનુષ્યના જીવનનો આ ગાળો ખૂબ મહત્વનો છે; કારણ કે આ ગાળા દરમિયાન બાળક અપરિપક્વ બુદ્ધિવાળું હોય છે. પ્રૌઢવયે ઉપસ્થિત થતાં માનસિક સંઘર્ષો અને લાગણીનાં તોફાનો માટે બાળવયમાં પડેલા સંસ્કારો જવાબદાર હોય છે. આ ઉંમર દરમિયાન બાળકનાં સ્વાસ્થ્ય તથા…

વધુ વાંચો >

પેટલાદ

પેટલાદ : ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનો તાલુકો અને શહેર. આ તાલુકો 22 21´ થી 22 40´ ઉ. અ. અને 72 40´ થી 72 56´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તે સમુદ્રસપાટીથી આશરે 32 મીટર ઊંચાઈ ધરાવે છે. આ તાલુકાનું ક્ષેત્રફળ 305 ચો.કિમી. છે. આ તાલુકાની ઉત્તરે માતર અને નડિયાદ તાલુકાઓ, દક્ષિણે ખંભાત અને બોરસદ…

વધુ વાંચો >

પેરિક્લિસ

પેરિક્લિસ (જ. ઈ. સ. પૂ. 490, ઍથેન્સ; અ. ઈ. સ. પૂ. 429, ઍથેન્સ) : ઍથેન્સનો પ્રતિભાશાળી રાજપુરુષ અને સર્વતોમુખી પ્રગતિનો સર્જક. તે ઉમરાવ કુટુંબમાં જન્મ્યો હતો. તેના પિતા ઝેનથિપ્પસ ઍથેન્સના સેનાપતિ અને રાજકીય નેતા હતા. તેની માતા લોકશાહીવાદી ક્લિસ્થેનિસની ભત્રીજી હતી. પેરિક્લિસ તત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર અને સાહિત્યનો પ્રખર અભ્યાસી હતો. ડેમન…

વધુ વાંચો >

પોતન

પોતન : સિંધમાં સિંધુ નદીના મુખ ઉપર આવેલું ભારતનું પ્રાચીન બંદર. તેની સ્થાપના મેસિડોનિયાના ઍલેક્ઝાન્ડરે કરી હતી. ઈ. સ. પૂ. બીજા શતકમાં થઈ ગયેલા અગાથાર ખાઇદીસે તેના રાતા સમુદ્રના વૃત્તાંતના પુસ્તકમાં તેનો પ્રથમ ઉલ્લેખ કર્યો છે. આ અપ્રાપ્ય પુસ્તકમાંથી દિયોદોરોસ અને ફોતિયસે પોતન અંગેનાં અવતરણો લીધાં છે. તેમના જણાવ્યા પ્રમાણે…

વધુ વાંચો >

પૉમ્પી

પૉમ્પી : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ ટિરીનિયન સમુદ્રમાં નેપલ્સના અખાત ઉપર આવેલું દક્ષિણ ઇટાલીના કંપેનિયા પ્રદેશનું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન ; 40o 45′ ઉ. અ. અને 14o 30′ પૂ. રે. તે નેપલ્સના વાયવ્ય ખૂણે 23 કિમી. દૂર સાર્નો નદીના મુખથી ઉત્તરે વિસુવિયસ પર્વતના ઢોળાવ પર આવેલું છે. ઈ. સ. 79માં વિસુવિયસ…

વધુ વાંચો >

પૉર્ટ એલિઝાબેથ

પૉર્ટ એલિઝાબેથ : દક્ષિણ આફ્રિકાના કેપ પ્રાંતના દક્ષિણ છેડે હિન્દી મહાસાગરના પશ્ચિમ કિનારે આવેલું, કેપ ટાઉન પછી બીજું સ્થાન ધરાવતું તથા હિન્દી મહાસાગરમાંથી ફંટાતા ઍલગોઆ ઉપસાગર પર આવેલું મહત્વનું બંદર તથા ઔદ્યોગિક શહેર. આ શહેર ઍલગોઆ ઉપસાગરને કિનારે કિનારે લગભગ 16 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલું છે. ભૌગોલિક સ્થાન : 33o 37′…

વધુ વાંચો >

પૉર્ટ બ્લેર

પૉર્ટ બ્લેર : આંદામાન-નિકોબાર ટાપુસમૂહનું પાટનગર અને બંદર. તે બંગાળના ઉપસાગરમાં અગ્નિ દિશા તરફ, કૉલકાતાથી દક્ષિણે 1255 કિમી. અંતરે તથા ચેન્નઈથી પૂર્વમાં 1191 કિમી. અંતરે, દક્ષિણ આંદામાન ટાપુના પૂર્વ કિનારા પર આવેલું છે. ભૌ. સ્થાન : 11o 40′ ઉ. અ. અને 92o 46′ પૂ. રે. આંદામાનની પ્રથમ વસાહતના સ્થાપક આર્ચિબાલ્ડ…

વધુ વાંચો >

પૉંડિચેરી (પુદુચેરી)

પૉંડિચેરી (પુદુચેરી) : દક્ષિણ ભારતના પૂર્વ કિનારે બંગાળના ઉપસાગર પર આવેલો ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ અને તેનું પાટનગર. આ કેન્દ્રશાસિત પ્રદેશ 4 જિલ્લાઓ, 15 તાલુકાઓ અને 295 ગામોમાં વહેંચાયેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 492 ચોકિમી. જેટલું છે અને કુલ વસ્તી 9,19,000 (2024) જેટલી છે. પૉંડિચેરી નામ ‘પુટુ’ (Putu) એટલે નવું અને…

વધુ વાંચો >