શિવપ્રસાદ રાજગોર

જામનગર જિલ્લો

જામનગર જિલ્લો : પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કચ્છના અખાતની દક્ષિણે આવેલો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 21 41´ ઉ. અ.થી 22 58´ ઉ. અ. અને 68 57´ પૂ. રે.થી 70 39´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે અરબી સમુદ્રના ભાગ રૂપે કચ્છનો અખાત, પૂર્વે રાજકોટ જિલ્લો, દક્ષિણે પોરબંદર જિલ્લો અને…

વધુ વાંચો >

જામિયા મિલિયા ઇસ્લામિયા

જામિયા મિલિયા ઇસ્લામિયા : ભારતની રાષ્ટ્રીય મુસ્લિમ યુનિવર્સિટી. રાષ્ટ્રીય શિક્ષણ આપવાની ર્દષ્ટિએ અલીગઢ ખાતે 1920માં પ્રારંભ. મહાત્મા ગાંધી, મૌલાના મહમદઅલી, હકીમ અજમલખાન, મૌલાના આઝાદ વગેરે રાષ્ટ્રીય નેતાઓ તેના સ્થાપક હતા. 5 વરસ બાદ અલીગઢનું વાતાવરણ અનુકૂળ ન જણાતાં હકીમ અજમલખાનના સૂચનથી 1925માં આ સંસ્થા દિલ્હી ખાતે ખસેડાઈ હતી. સારા નાગરિક…

વધુ વાંચો >

જાવા માનવ

જાવા માનવ : પ્રાચીન કાળમાં અસ્તિત્વ ધરાવતી હોમો ઇરેક્ટસ પ્રજાતિનો આદિમાનવ. આ માનવીના જીવાવશેષો સૌપ્રથમ 1891–93માં યુવાન ડચ શરીરરચનાવિજ્ઞાની (anatomist) યુજેન દુબ્વાએ જાવા દ્વીપમાં સોલો નદીના કાંઠે આવેલ ટ્રિનિલ ખાતેથી શોધી કાઢ્યા હતા. દુબ્વાને મળેલાં હાડકાંમાં નીચા ઘાટની, જાડાં હાડકાંવાળી, ભ્રમર ઉપર આગળ પડતી ધાર ધરાવતી ખોપરી તથા વિકસિત જાંઘનાં…

વધુ વાંચો >

જિનવિજયજી

જિનવિજયજી (જ. 27 જાન્યુઆરી 1888, ઉદેપુર-મેવાડ જિલ્લાનું હેલી ગામ; અ. 3 જૂન 1976) : પ્રાકૃત અને સંસ્કૃતના પ્રકાંડ જૈન પંડિત અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ. માતા રાજકુમારી તથા પિતા વૃદ્ધિસિંહ. મૂળ નામ કિશનસિંહ. પરમાર જાતિના રજપૂત. નાનપણમાં જ માતાપિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેઓ દેવીહંસ મુનિના લાંબા સહવાસથી જૈન ધર્મ તરફ…

વધુ વાંચો >

જિન્દ

જિન્દ : હરિયાણા રાજ્યના 22 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 29 19´ ઉ. અ. અને 76 19´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તર દિશાએ કૈથલ, પૂર્વ તરફ પાણીપત અને સોનીપત જિલ્લો, દક્ષિણે રોહતક જિલ્લો, વાયવ્યે પંજાબ રાજ્ય જે સીમા ધરાવે છે. આ જિલ્લો…

વધુ વાંચો >

જિબ્રાલ્ટરની સામુદ્રધુની

જિબ્રાલ્ટરની સામુદ્રધુની : યુરોપના સ્પેન અને ઉત્તર આફ્રિકાના મોરોક્કોને છૂટી પાડતી સાંકડી સામુદ્રધુની. તે દ્વારા પશ્ચિમ તરફથી ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશી શકાય છે, જ્યારે પૂર્વ તરફથી આટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશી શકાય છે. યુદ્ધના સમયમાં જિબ્રાલ્ટર તેના વ્યૂહાત્મક અગત્યવાળા સ્થાનને કારણે ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ માટેનો દરિયાઈ માર્ગ બંધ કરી શકે છે. સામુદ્રધુની 80…

વધુ વાંચો >

જૂનાગઢ

જૂનાગઢ : ગુજરાતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સાતમો ક્રમ ધરાવતો અને એશિયામાં સિંહોની વસ્તી ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો. 20° 44’ અને 21° 4’ ઉ.અ. તથા 69° 40’ અને 71° 05’ પૂ.રે. વચ્ચે આવેલો છે. વિસ્તાર : 8846 ચોકિમી. તેની પૂર્વ બાજુએ અમરેલી જિલ્લો, ઉત્તરે રાજકોટ અને વાયવ્યમાં પોરબંદર જિલ્લો અને પશ્ચિમે તથા…

વધુ વાંચો >

જેતપુર

જેતપુર : રાજકોટ જિલ્લાના 14 પૈકીનો એક તાલુકો, સબડિવિઝન અને તાલુકામથક. આ સબડિવિઝનમાં જેતપુર ઉપરાંત ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા તાલુકા આવેલા છે. 21°થી 22° 40’ ઉ. અ. અને 70°થી 71’ પૂ. રે. વચ્ચે આવેલો છે. તાલુકામાં 2 શહેરો અને 47 ગામો આવેલાં છે. જેતપુર તાલુકા અને શહેરનું નામ જેતાજી કે…

વધુ વાંચો >

જેતલસર

જેતલસર : પશ્ચિમ રેલવેનું રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલું મહત્વનું રેલવેસ્ટેશન અને જંક્શન. 21° 5´ ઉ. અ. અને 70° 5´ પૂ. રે. ઉપર આવેલું છે. રાજકોટ–પોરબંદર, રાજકોટ–જૂનાગઢ અને રાજકોટ–ભાવનગર રેલવેલાઇનનું જંક્શન છે. જેતલસરમાં રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના કાઠીઓને કાબૂમાં રાખવા માટે જૂનાગઢ રાજ્યે નવો કિલ્લો બંધાવ્યો હતો. તેથી આ…

વધુ વાંચો >

જેરિકો

જેરિકો : નવાશ્મયુગીન અવશેષો તેમજ વિશ્વમાં સતત માનવવસ્તી ધરાવતું દુનિયાનું સૌથી પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન 31° 52’ ઉ. અ. અને 35° 2.7’ પૂ. રે. પશ્ચિમ જૉર્ડનમાં મૃત સરોવરના ઉત્તર છેડાની વાયવ્યે 11 કિમી. દૂર તે આવેલું છે. તે પેલેસ્ટાઇન વિસ્તારમાં વેસ્ટ બૅંક ખાતે જોર્ડન નદીનાકાંઠે સ્થિત થયેલું આરબ શહેર છે.…

વધુ વાંચો >