શિવપ્રસાદ રાજગોર

કીલની નહેર

કીલની નહેર : ઉત્તર સમુદ્ર અને બાલ્ટિક સમુદ્રને જોડતી નહેર. ભૌગોલિક સ્થાન 53o 53’ ઉ.અ. અને 9o 08’ પૂ. રે. છે. તે 1887-1895 દરમિયાન બંધાઈ હતી. આ નહેરના બાલ્ટિક સમુદ્રના છેડે કીલ આવેલું છે, જ્યારે ઉત્તર મહાસાગર ઉપર એલ્બ નદીના મુખ ઉપર બ્રુન્સ બુટલકોર્ગ આવેલું છે. નૉર્વે અને ડેનમાર્ક વચ્ચે…

વધુ વાંચો >

કુડ્ડાલોર

કુડ્ડાલોર : તામિલનાડુ રાજ્યના દક્ષિણ આર્કટ જિલ્લાનું વડું મથક તથા બંદર. બંગાળના ઉપસાગરના કોરોમંડલ કિનારે આ શહેર 11o 43’ ઉત્તર અક્ષાંશ અને 79o 46’ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તમિલ શબ્દ ‘કુટ્ટલ ઊર’ એટલે નદીઓનો સંગમ જેના પરથી આ શહેરને નામ અપાયેલું છે. આ શહેર પોન્નાઇયાર અને ગાડીલમ નદીઓના સંગમસ્થાને…

વધુ વાંચો >

કુત્બે આલમ

કુત્બે આલમ (જ. 1384; અ. 1452, અમદાવાદ) : સૂફી મતના પ્રચાર માટે અમદાવાદ આવેલા સંત. આખું નામ સૈયદ બુરહાનુદ્દીન અબૂ મુહમ્મદ બુખારી સુહરવર્દી. દસ વરસની ઉંમરે તેમના પિતાનું મૃત્યુ થવાથી તેમના કાકાએ ઉછેર્યા અને ધાર્મિક જ્ઞાન આપ્યું. સુલતાન અહમદશાહને ‘અહમદાબાદ અબ્દુલ આબાદ’ (પરમેશ્વરની કૃપાથી અમદાવાદ હમેશાં આબાદ રહેશે.) એવો આશીર્વાદ…

વધુ વાંચો >

કુમાઉં પ્રદેશ

કુમાઉં પ્રદેશ : હિમાલયની હારમાળામાં આવેલાં ગિરિમથકો માટે જાણીતો રમણીય પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 28° 55’થી 30° 50′ ઉ. અ. અને 78° 52’થી 80° 56′ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ પ્રદેશ નૈનિતાલ, અલમોડા, તેહરી ગઢવાલ અને ગઢવાલ જિલ્લાઓથી બનેલો છે. આ પ્રદેશનો સમાવેશ ઉત્તરાંચલ રાજ્યમાં થાય છે. તેની…

વધુ વાંચો >

કુમારજીવ

કુમારજીવ (જ. 344, કુચી; અ. 413) : પાંચમી સદી સુધી ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રવર્તક કુચીના બૌદ્ધ પંડિત અને તત્વવેત્તા. પિતા કુમારાયણ ભારતીય રાજાના અમાત્ય કુળના હતા. પદનો ત્યાગ કરી તે કુચી ગયા. પાંડિત્ય તથા કુશળતાને કારણે કુચીના રાજપુરોહિત બન્યા અને રાજકુમારી જીવાને પરણ્યા. પુત્રજન્મ પછી માતા જીવા બૌદ્ધ ભિક્ષુણી બન્યાં.…

વધુ વાંચો >

કુરોશીઓ

કુરોશીઓ : જાપાનના પૂર્વ કિનારે વહેતો ગરમ સમુદ્રપ્રવાહ. પૅસિફિક મહાસાગરમાં 10° અને 35° ઉ. અ. વચ્ચે કાયમી વેપારી પવનો વાય છે. આથી ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ જન્મે છે. આ પ્રવાહ ઉત્તર ફિલિપ્પાઇનના લ્યુઝોન ટાપુથી શરૂ થઈ તાઇવાનના કિનારે થઈને જાપાનના પૂર્વ કિનારે 35° ઉ. અ. સુધી વહે છે. તાઇવાનથી ઉત્તરે જાપાન…

વધુ વાંચો >

કુવૈત

કુવૈત : દુનિયાના પેટ્રોલિયમ-ઉત્પાદક દેશો પૈકી દક્ષિણ-પશ્ચિમ એશિયામાં આવેલો સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો નાનો અગ્રગણ્ય દેશ તથા તે જ નામ ધરાવતું મુખ્ય શહેર, પાટનગર તથા બંદર. તે ઈરાની અખાતના વાયવ્ય ખૂણે 29° 20′ ઉ.અ. અને 48° પૂ.રે. વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે અને પશ્ચિમે ઇરાક, દક્ષિણે સાઉદી અરેબિયા અને…

વધુ વાંચો >

કુંજાલી મરક્કાર

કુંજાલી મરક્કાર : પંદરમી સદીના અંતે અને સોળમી સદી દરમિયાન પોર્ટુગીઝોના નૌકા-કાફલાનો લાંબા સમય સુધી સામનો કરનાર નૌકાધીશ. 1498માં વાસ્કો-દ-ગામા અને તેના અનુગામી વહાણવટીઓ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ તેજાનાની શોધમાં આવ્યા અને ચડિયાતા નૌકાદળ અને શસ્ત્રો તથા ભારતીય રાજાઓના પરસ્પર દ્વેષ અને કુસંપને કારણે હિંદી મહાસાગરમાં અબાધિત વર્ચસ્ જમાવી મધદરિયે વહાણો…

વધુ વાંચો >

કુંતાસી

કુંતાસી : કચ્છના અખાતના પૂર્વ કાંઠા નજીક રાજકોટ જિલ્લાના માળિયા તાલુકામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન સ્થળ અને બંદર. કુંતાસીનો બીબીનો ટિંબો કચ્છના અખાતથી લગભગ સાત કિમી.ના અંતરે છે. લોથલની માફક તે પણ એક સમયે બંદરીય વસાહત હશે એમ જણાય છે. કુંતાસીમાંથી વહાણને લાંગરવાનો ધક્કો, માલ સંગ્રહ કરવાનાં ગોદામો, અનેક પ્રકારના…

વધુ વાંચો >

કુંભા રાણા

કુંભા રાણા (જ. 1428; અ. 1488) : સિસોદિયા વંશના મેવાડના પ્રખ્યાત રાજવી અને વિદ્વાન. પિતા મોકલ અને માતા હંસાબાઈ. પિતાનું મૃત્યુ 1433માં થતાં ગાદી મળી. સગીર અવસ્થા દરમિયાન મોટા સાવકા ભાઈ ચુન્ડા તથા મામા રાઠોડ રણમલે કારભાર સંભાળ્યો હતો. મામા રણમલનું 1438માં ખૂન થયું હતું. પ્રારંભનાં સાત વરસ દરમિયાન મારવાડ…

વધુ વાંચો >