વિ. પ્ર. ત્રિવેદી
સ્પેન્સર એડમન્ડ
સ્પેન્સર, એડમન્ડ (જ. 1552/1553, લંડન; અ. 13 જાન્યુઆરી 1599, વેસ્ટમિન્સ્ટર, લંડન) : અંગ્રેજ કવિ. ‘ધ ફેરી ક્વીન’ નામના સુદીર્ઘ કાવ્ય અને ‘સ્પેન્સેરિયન સ્ટાન્ઝા’ નામના પદ્યબંધથી સુપ્રસિદ્ધ. તેમના જીવન વિશે બહુ ઓછું જાણવા મળે છે. તેમનો નાતો મિડલૅન્ડ્ઝના સ્પેન્સર (Spencer) પરિવાર સાથે હતો. આ કુટુંબની ત્રણ સન્નારીઓ- કૅરી, કૉમ્પ્ટન અને સ્ટ્રેન્જને…
વધુ વાંચો >સ્મિથ ઝેદી
સ્મિથ, ઝેદી (જ. 1975, લંડન) : બ્રિટિશ મહિલા નવલકથાકાર. મૂળ નામ સેદી સ્મિથ. માતા જમૈકાનાં વતની અને પિતા અંગ્રેજ. 14 વર્ષની ઉંમરે પોતાના નામ Sadieનો સ્પેલિંગ તેમણે Zadie રાખ્યો. નાનપણમાં કાવ્યો અને ટૂંકી વાર્તાઓ લખતા. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો. 1998માં બી.એ.ની ઉપાધિ મેળવી. ઝેદી સ્મિથ આ ગાળામાં ‘વ્હાઇટ…
વધુ વાંચો >સ્વાહિલી ભાષા અને સાહિત્ય
સ્વાહિલી ભાષા અને સાહિત્ય : આફ્રિકા ખંડના બાન્ટુ ભાષાજૂથની સૌથી વધુ જાણીતી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. સ્વાહિલી, કિસ્વાહિલી કે કિસ્વાહિલ અથવા બાન્ટુ ભાષા તરીકે પણ ઓળખાય છે. આફ્રિકાના કેટલાક પ્રદેશની તે માતૃભાષા છે. બાન્ટુ આયર્લૅન્ડ, કેન્યા, દક્ષિણમાં ટાન્ઝાનિયા કે ઉત્તરમાં લામુ આયર્લૅન્ડમાં આફ્રિકન પ્રજાની માતૃભાષા છે. નાઇજર–કૉંગો ભાષાપરિવારના પેટાજૂથની,…
વધુ વાંચો >સ્વિસ ભાષા અને સાહિત્ય
સ્વિસ ભાષા અને સાહિત્ય : જર્મન સ્વાઇત્ઝર ડ્યૂટ્સ્ચ, સ્વિસ જર્મન સ્વાઇત્ઝર ટુટ્સ્ચ. આલ્મેનિક (અપર જર્મન) ભાષાઓના એક મોટા સમૂહમાંની બોલીઓના સમુદાયની ભાષા માટે તે શબ્દ વપરાય છે. રૉમંશ અને જર્મનીની આ ભાષા ઉત્તર સ્વિટ્ઝર્લૅન્ડમાં વપરાય છે. લીચ્તેન્સ્ટાઇન વૉરરલ્બર્ગ ઇલાકાના ઑસ્ટ્રિયા પ્રાંત તથા જર્મનીના બેડનવુર્ટેમ્બર્ગ અને ફ્રાન્સના આલ્સેકમાં જે બોલીઓ –…
વધુ વાંચો >સ્વીડિશ ભાષા અને સાહિત્ય
સ્વીડિશ ભાષા અને સાહિત્ય : સ્વીડિશ સ્વેન્સ્ક સ્વીડનની રાષ્ટ્રીય ભાષા છે. ફિન્લૅન્ડની બે ભાષાઓમાં ફિનિશ અને સ્વીડિશ ભાષાઓ છે. પૂર્વ સ્કેન્ડિનેવિયન જૂથની ઉત્તર જર્મેનિક ભાષાઓમાં સ્વીડિશ પણ છે. છેક વિશ્વયુદ્ધ બીજા સુધી ઈસ્ટોનિયા અને લેટવિયામાં પણ તે બોલાતી હતી. કેટલાંક ‘રૂનિક’ (Runic) શિલાલેખોમાં ઈ. સ. 600–1050 અને આશરે 1225નાં લખાણોમાં…
વધુ વાંચો >હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)
હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…
વધુ વાંચો >હબિમા
હબિમા : યહૂદીઓની રંગભૂમિ. મૂળમાં તેનો ઊગમ ‘હા-ઇવરિત’ તરીકે બિએધસ્ટોક, પૉલેન્ડમાં 1912માં નૅહુમ ઝેમેકે કરેલો. 1913માં તે નાટકમંડળીએ વિયેનામાં ઑશિપ ડાયમોવનું ‘હીઅર ઓ ઇઝરાયેલ’ નાટક 11મી ઝિયૉનિસ્ટ કૉંગ્રેસ સમક્ષ ભજવેલું. 1917માં પ્રથમ વિશ્વયુદ્ધની અસરને લીધે તે મંડળી વિખરાઈ ગયેલી. ઝેમેકે તેની પુન:સ્થાપના હબિમા નામથી મૉસ્કોમાં કરેલી. મૉસ્કોના ‘આર્ટ થિયેટર’ના નિર્દેશક…
વધુ વાંચો >હંગેરિયન ભાષા અને સાહિત્ય
હંગેરિયન ભાષા અને સાહિત્ય : પ્રોટો-યુરેલિક કુળમાંથી ઊતરી આવેલ ફિનો-યુગ્રિક ભાષાજૂથમાંની એક. આમાં હંગેરિયન, ફિન્નિશ અને ઇસ્ટોનિયન ભાષાઓના બોલનારની સંખ્યા વિશેષ છે. રશિયાના ખાંટ, વેપ્સ અને માનસી લોકોની ભાષાઓ લગભગ મૃતપ્રાય થઈ છે. હંગેરીની રાજ્યભાષા હંગેરિયન કે માગ્યાર હંગેરી સિવાય રોમાનિયા, ચેકોસ્લોવૅકિયા અને યુગોસ્લાવિયામાં પણ બોલાય છે. સાઇબીરિયાની ઓબ નદીના…
વધુ વાંચો >હાર્ડી ટૉમસ
હાર્ડી, ટૉમસ (જ. 2 જૂન 1840, અપર બોખેમ્પ્ટન, ડોર્સેટ, ઇંગ્લૅન્ડ; અ. 11 જાન્યુઆરી 1928, ડોર્ચેસ્ટર, ડોર્સેટ) : અંગ્રેજ કવિ અને રાષ્ટ્રના મુખ્ય પ્રાદેશિક નવલકથાકારો પૈકીના નૈર્ઋત્ય વાળા ઇંગ્લૅન્ડના વેસેક્સ નામના એક કાલ્પનિક પ્રદેશની પૃષ્ઠ ભૂમિકામાં લખાયેલી નવલકથાઓના રચયિતા. ‘ધ રીટર્ન ઑવ્ ધ નેટિવ’ (1878), ‘ધ મેયર ઑવ્ કેસ્ટરબ્રિજ’ (1886), ‘ટેસ…
વધુ વાંચો >હિકમત નાઝિમ
હિકમત, નાઝિમ (જ. 15 જાન્યુઆરી 1902, સેલોનિકા, ઓટોમન એમ્પાયર; અ. 3 જૂન 1963, મૉસ્કો) : કવિ. વીસમી સદીના તુર્કી સાહિત્યમાં મોટા ગજાના સાહિત્યકાર. નાઝિમ હિકમત પિતા ઓટોમન સરકારમાં મોટા અધિકારી. આનાતોલિયામાં તેમનો ઉછેર થયો. ટૂંક સમય માટે તુર્કીની નેવલ અકાદમીમાં ટ્રેનિંગ લીધી. મૉસ્કોની યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. વતનમાં…
વધુ વાંચો >