વિ. પ્ર. ત્રિવેદી
વેર્ફેલ, ફ્રાન્ઝ
વેર્ફેલ, ફ્રાન્ઝ (જ. 10 સપ્ટેમ્બર 1890, પ્રાગ, ઑસ્ટ્રિયા; અ. 26 ઑગસ્ટ 1945, બીવર્લી હિલ્સ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : ઑસ્ટ્રિયાના યહૂદી નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને નિબંધકાર. પિતા હાથમોજાં બનાવવાનો ગૃહઉદ્યોગ કરતા. જોકે ફ્રાન્ઝ નાની ઉંમરે હેમ્બર્ગમાં જહાજી સેવાની પેઢીમાં જોડાયા. પ્રેમ, શ્રદ્ધા અને ભ્રાતૃભાવના વિષય પરની તેમની નવલકથાઓ આજે પણ વંચાય છે.…
વધુ વાંચો >વૅલેન્ટાઇન ડે
વૅલેન્ટાઇન ડે : પ્રેમ અને લાગણીના ઉત્સવ તરીકે, 14મી ફેબ્રુઆરીએ દુનિયાના અનેક દેશોમાં, હોંશભેર ઊજવાતો દિવસ. આ દિવસે લોકો, સવિશેષ યુવક-યુવતીઓ પોતપોતાનાં પ્રિય પાત્રોને, મિત્રોને કે કુટુંબના સભ્યોને ‘વૅલેન્ટાઇન’ના અભિવાદન-સંદેશા મોકલે છે. કેટલાક સંદેશા-પત્રોમાં કાવ્યો, હાસ્યપ્રધાન ચિત્રો કે કહેવતો પણ હોય છે. આ દિવસે ઠેર ઠેર મિજબાનીઓ અને નૃત્ય-સમારંભો યોજાય…
વધુ વાંચો >વેલેરિયસ ફ્લૅક્સ, ગેયસ
વેલેરિયસ ફ્લૅક્સ, ગેયસ (આશરે ઈ. સ. પહેલી સદી) : ‘આર્ગોનૉટિકા’ નામના મહાકાવ્યના રચયિતા, રોમન કવિ. અન્ય રોમન કવિ ક્વિન્ટિલિયને તેમના ‘ઇન્સ્ટિટુશિયો ઓરૅટોરિયા’ કાવ્યમાં વેલેરિયસને શ્રદ્ધાંજલિ આપેલ છે. ‘આર્ગોનૉટિકા’ સમ્રાટ વેસ્પાસિયનને અર્પણ કરવામાં આવેલ છે. તે હેક્ઝામીટરમાં લખાયું છે. જેસન અને કેટલાક સાહસિક વીરપુરુષો ‘આર્ગો’ નામના ભવ્ય વહાણમાં હંકારી જાય છે.…
વધુ વાંચો >વેલ્શ ભાષા અને સાહિત્ય
વેલ્શ ભાષા અને સાહિત્ય : ઇન્ડો-યુરોપિયન કુળની, કેલ્ટિકની ઉપશાખાઓ પૈકીની, બ્રાઇથૉનિક સમૂહની ભાષાઓમાંની, ઇંગ્લૅન્ડના વેલ્સમાં બોલાતી અને લખાતી વેલ્શ પ્રજાની રાષ્ટ્રીય ભાષા. વેલ્સમાં રહેતા લોકોમાંથી 20 ટકા વેલ્શ અને અંગ્રેજી એમ બંને ભાષાઓ બોલે છે. છેક 1536થી વેલ્શ ભાષા રાજ્યની સત્તાવાર ભાષા નથી; જોકે રાજ્યના સત્તાવાર દસ્તાવેજો વેલ્શ ભાષામાં લખાય…
વધુ વાંચો >વ્હિટમૅન, વૉલ્ટ
વ્હિટમૅન, વૉલ્ટ (જ. 31 મે 1819, વેસ્ટ હિલ, લાગ આઇલૅન્ડ, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 26 માર્ચ 1892, કૅમ્ડન) : અમેરિકન કવિ, પત્રકાર અને નિબંધકાર. આઠ સંતાનોમાં ત્રીજા જન્મેલા વૉલ્ટરે પોતાનું નામ પાછળથી ‘વૉલ્ટર’ને બદલે ‘વૉલ્ટ’ રાખેલું. માતા લૂઇસા વાન વેલ્સર; પિતા વૉલ્ટર વ્હિટમૅન. વડવાઓ મૂળ ઇંગ્લૅન્ડમાંથી અમેરિકા આવીને કનેક્ટિકટ રાજ્યમાં અને…
વધુ વાંચો >શાદાહ, આન્ટુન
શાદાહ, આન્ટુન (જ. 1904, બ્રાઝિલ; અ. 9 જુલાઈ 1949, બૈરૂત) : સીરિયાના રાજકીય ક્રાંતિકાર. મૂળ પોતાના વતનની પણ પાડોશી દેશોએ હડપ કરેલી જમીનને પાછી મેળવવા માટેની ચળવળના તેઓ પ્રણેતા હતા. વીસમી સદીની શરૂઆતમાં પિતા લૅટિન અમેરિકામાં સ્થળાંતર કરી ગયેલા. તેમણે શરૂ કરેલા સમાચારપત્રમાં આન્ટુન ધારદાર લખાણ લખતા. 1920માં કિશોરવયમાં દમાસ્કસના…
વધુ વાંચો >શિગા નાઓયા
શિગા નાઓયા (જ. 20 ફેબ્રુઆરી 1883, ઇશિનોમાકી મિયાગી પિફેક્ચર, જાપાન; અ. 21 ઑક્ટોબર 1971, ટોકિયો) : આધુનિક જાપાની નવલકથાકાર. તેમની ‘શિગા શૈલી’ ખૂબ જાણીતી બની છે. સાહજિક કોમલતા અને મિતાક્ષરીપણું તેનાં નોંધપાત્ર લક્ષણો છે. સમૂરાઈ પરિવારમાં તેમનો જન્મ થયેલો. પિતૃપક્ષે દાદાદાદી પાસે ટોકિયોમાં તેમનો ઉછેર થયેલો. માંડ બે વર્ષની ઉંમર…
વધુ વાંચો >શિલર, (જૉન ક્રિસ્ટૉફ) ફ્રેડરિક (વૉન)
શિલર, (જૉન ક્રિસ્ટૉફ) ફ્રેડરિક (વૉન) (જ. 10 નવેમ્બર 1759, માર્બેક, વૂર્ટેમ્બર્ગ, જર્મની; અ. 9 મે 1805, વીમાર, સેક્શ) : જર્મન નાટ્યકાર, કવિ અને વિવેચક. ‘ડાય રૉબર’ (1781, ધ રૉબર્સ), ‘ધ વૉલેનસ્ટાઇન’ (નાટ્યત્રયી) (1800-01), ‘મારિયા સ્ટુઅર્ટ’ (1801) અને ‘વિલ્હેમ ટેલ’ (1804) તેમનાં યશસ્વી નાટકો છે. 1802માં તેમને ‘વૉન’ના ઇલકાબથી નવાજવામાં આવ્યા…
વધુ વાંચો >શુમેકર્સ હૉલિડે (ધ)
શુમેકર્સ હૉલિડે (ધ) (નાટક) (1600) : અંગ્રેજ નાટ્યકાર અને કવિ ટૉમસ ડેક્કર લિખિત હાસ્યપ્રધાન નાટક. રાણી ઇલિઝાબેથ સમક્ષ નૂતન વર્ષના દિવસે ભજવાયેલું. 1600 અને 1657 દરમિયાન તેની છ આવૃત્તિઓ પ્રકાશિત થઈ હતી, જે આ નાટકની લોકપ્રિયતા સાબિત કરે છે. ટૉમસ ડેલોની-રચિત નવલકથા ‘ધ જેન્ટલ ક્રાફ્ટ’માંથી આ નાટકનું વસ્તુ લેવાયું છે.…
વધુ વાંચો >શેક્સપિયર, વિલિયમ
શેક્સપિયર, વિલિયમ (જ. 23 એપ્રિલ 1564, સ્ટ્રૅટફર્ડ–અપોન–એવન; અ. 23 એપ્રિલ 1616, સ્ટ્રૅટફર્ડ–અપોન–એવન, ઇંગ્લૅંડ) : વરિષ્ઠ અંગ્રેજ કવિ અને નાટ્યકાર. તેમના જીવન વિશે પૂર્ણ અને પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી. આઠ ભાઈબહેનોમાં ત્રીજા ક્રમના. પિતા જૉન શેક્સપિયર, વગ ધરાવતા સ્થાનિક વેપારી; માતા મેરી આર્ડન, રોમન કૅથલિક જમીનદાર પિતાનાં પુત્રી. સ્થાનિક શાળામાં પ્રાથમિક…
વધુ વાંચો >