વિ. પ્ર. ત્રિવેદી
યાકૉબ્સન, યેન્સ પીટર
યાકૉબ્સન, યેન્સ પીટર (જ. 7 એપ્રિલ 1847, થિસ્ટેડ, યુટ્લૅન્ડ, ડેન્માર્ક; અ. 30 એપ્રિલ 1885, થિસ્ટેડ) : ડેનિશ નવલકથાકાર અને કવિ. પ્રકૃતિવાદી ચળવળના સ્થાપક અને પુરસ્કર્તા. શુદ્ધ વિજ્ઞાનના અભ્યાસી. ચાર્લ્સ ડાર્વિનના અનુયાયી. ડાર્વિનના ‘ઑન ધી ઑરિજિન ઑવ્ સ્પીસિઝ’ (1871–73) અને ‘ધ ડિસેન્ટ ઑવ્ મૅન’ (1874) ગ્રંથોનો ડેનિશ ભાષામાં તેમણે અનુવાદ કર્યો…
વધુ વાંચો >યિડિશ ભાષા અને સાહિત્ય
યિડિશ ભાષા અને સાહિત્ય : પૂર્વ અને મધ્ય યુરોપના યહૂદી ઍશ્કેનાઝીના લોકોની ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. યિડિશ ભાષા પર જર્મન ભાષાનો ઘણો પ્રભાવ છે. તેની વર્ણમાલા હીબ્રૂથી થોડી જુદી પડે છે. ‘યિડિશ’નો અર્થ હીબ્રૂ વંશનો કે યહૂદી ધર્મનો માણસ થાય છે. નવમી–બારમી સદીમાં નૈર્ઋત્ય જર્મનીમાં તે ઉદભવી. તેનો આદિસ્રોત…
વધુ વાંચો >યુગોસ્લાવ સાહિત્ય
યુગોસ્લાવ સાહિત્ય : યુગોસ્લાવિયા(હાલ સોશિયાલિસ્ટ ફેડરલ રિપબ્લિક ઑવ્ યુગોસ્લાવિયા)ની મુખ્ય ભાષાઓ સર્બિયન, ક્રોએશિયન, સ્લોવેનિયન, મૅસિડોનિયન, આલ્બેનિયન અને હંગેરિયન ઉપરાંત અન્ય અલગ સમુદાયોની 20 જેટલી સત્તાવાર ભાષાઓમાં રચાયેલું સાહિત્ય. આ એક દેશમાં રહેતા વિવિધ ભાષાઓ બોલનારાઓ પોતપોતાની પરંપરાઓને જાળવી રહ્યા છે. સર્બિયન અને ક્રોએશિયન સાહિત્યની મૂળભૂત ભાષા એક છે, પરંતુ સર્બ…
વધુ વાંચો >યુરિપિડીઝ
યુરિપિડીઝ (જ. ઈ. પૂ. 480 ? સલેમિસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 406, મૅસિડોનિયા, ગ્રીસ) : પ્રાચીન ગ્રીસના ઇસ્કાયલસ અને સૉફોક્લીઝ પછીના ટ્રૅજડી સ્વરૂપના પ્રયોજક, ઍથેન્સના મહાન નાટ્યકાર. રોમના નાટ્યસાહિત્ય અને આધુનિક અંગ્રેજી અને જર્મન નાટક પર – ખાસ કરીને ફ્રેન્ચ નાટ્યકાર પિયર કૉર્નેલ અને ઝાં બૅપ્ટિસ્ટ રેસિન પર – તેમની…
વધુ વાંચો >યૉસાનો, અકિકો
યૉસાનો, અકિકો (જ. 7 ડિસેમ્બર 1878, ઓસાકા, જાપાન; અ. 29 મે 1942, ટોકિયો) : ‘હો શો’ના નામથી પ્રખ્યાત જાપાની કવયિત્રી. તેમની નવી કાવ્યશૈલીએ જાપાનના સાહિત્યરસિકોમાં સનસનાટી પેદા કરી હતી. શાળામાં ભણતાં હતાં ત્યારથી કવિતા રચતાં. સમવયસ્કો સાથે પોતપોતાની લખેલી કાવ્યરચનાઓ પ્રસિદ્ધ કરવા સામયિક શરૂ કરેલું. યૉસાનો ટેક્કન દ્વારા પ્રસ્થાપિત ‘શિનશિશા’…
વધુ વાંચો >રશિયન ભાષા અને સાહિત્ય
રશિયન ભાષા અને સાહિત્ય રશિયાની સત્તાવાર ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. રશિયન સામ્રાજ્ય અને પૂર્વ સોવિયેત યુનિયનની તે લોકભાષા (lingua franka) કહેવાતી. જૂનાં સોવિયેત પ્રજાસત્તાકોમાં હજુ પણ તે માતૃભાષા ઉપરાંતની બીજી ભાષા તરીકે ભણાવાય છે. તે ‘ગ્રેટ રશિયન’ તરીકે પણ ઓળખાય છે, સ્લાવિક ભાષાઓની પૂર્વ શાખાની બેલારુશિયન અને યુક્રેનિયનની જેમ…
વધુ વાંચો >રસ્કિન, જૉન
રસ્કિન, જૉન (જ. 8 ફેબ્રુઆરી 1819, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 20 જાન્યુઆરી 1900, કોનિસ્ટન, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સાહિત્યકાર, વિવેચક અને ચિત્રકાર. ‘ગૉથિક રિવાઇવલ’ ચળવળના પુરસ્કર્તા. માતા માર્ગારેટ અને પિતા જૉન જેમ્સના એકમાત્ર પુત્ર. પિતા દારૂના મોટા વેપારી. વારસામાં મળેલી મિલકતનો મોટો હિસ્સો રસ્કિને જરૂરતમંદોને વહેંચી દીધેલો. માતાએ પુત્રને બાઇબલના સંસ્કારનો…
વધુ વાંચો >રિટ્ચી, એન. ઇઝાબેલા
રિટ્ચી, એન. ઇઝાબેલા (જ. 1837, લંડન, યુ.કે.; અ. 1919) : અંગ્રેજ નવલકથાકાર અને ચરિત્રકાર. વિલિયમ મૅકપિસ થૅકરેનાં સૌથી મોટાં પુત્રી. તેમની સાવકી ભત્રીજી વર્જિનિયા વૂલ્ફના સર્જન પર તેમણે લખેલી પ્રભાવવાદી (impressionistic) નવલકથાઓની મોટી અસર છે. વર્જિનિયાની ‘નાઇટ ઍન્ડ ડે’માં આવતા ‘મિસિસ હિલબેરી’નું પાત્ર રિટ્ચી પરથી લેવાયું છે. રિટ્ચીનાં માતા અસ્થિર…
વધુ વાંચો >રિટ્સન, જોસેફ
રિટ્સન, જોસેફ (જ. 1752, સ્ટૉક્સ્ટન-ઑન-ટીઝ, ઇંગ્લૅન્ડ; અ. 1803) : જૂની અંગ્રેજી(old English)માં લખાયેલા સાહિત્યના અઠંગ અભ્યાસી–સંગ્રહકર્તા. ચુસ્ત શાકાહારી, પ્રજાસત્તાક રાજ્યના પ્રખર હિમાયતી; પરંતુ મગજના અસ્થિર. જૂની અંગ્રેજી કવિતા એકઠી કરીને સાચવવા તેમણે અથાગ પ્રયત્ન કર્યો. તેમની સર વૉલ્ટર સ્કૉટ અને સર્ટીસ સાથેની મૈત્રી અખંડ રહેલી. સ્કૉટે પોતાના ‘બૉર્ડર મિન્સ્ટ્રેલસી’ના પ્રકાશન…
વધુ વાંચો >રિત્સોસ, યૅનિસ
રિત્સોસ, યૅનિસ (જ. 1 મે 1909; અ. 1990) : આધુનિક ગ્રીક કવિ. તેમનાં ‘ઍપિટાફિયૉસ’ (1936) અને ‘રોમિયોસિની’ કાવ્યો વીસમી સદીમાં ઘેર ઘેર જાણીતાં થયેલાં. સંગીતકાર માઇકિસ થિયૉડૉરેકિસે આ કાવ્યોને સંગીતથી મઢ્યાં છે. ડાબેરી મતવાળી રાજકીય ચળવળો સાથે તેમનું સર્જન ગાઢ સંબંધ ધરાવે છે. તેમનાં રાજકીય મતમતાંતરને લીધે તેમને 1948–52 અને…
વધુ વાંચો >