વનસ્પતિશાસ્ત્ર

બર્સેરેસી

બર્સેરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા જિરાનિયેલ્સ ગોત્રનું એક કુળ. આ કુળમાં 20 પ્રજાતિ અને 500થી 600 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉષ્ણકટિબંધીય અમેરિકા અને ઉત્તર-પૂર્વ આફ્રિકામાં તેનો સૌથી વધારે ફેલાવો થયો છે. સૌથી મોટી પ્રજાતિઓમાં Bursera (60 જાતિઓ, ઉષ્ણકટિબંધીય અમેરિકા), Commiphora (90 જાતિઓ, ઉત્તર આફ્રિકા), Canarium (90 જાતિઓ,…

વધુ વાંચો >

બલા (ખપાટ, ખરેટી, બળબીજ)

બલા (ખપાટ, ખરેટી, બળબીજ) : દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sida cordifolia Linn. (સં. बला; ગુ. બલા, લાડુડી, મામા સુખડી, ખપાટ, બળ, કાંસકી; હિં. खिरैटी, वरियारा; મ. ચીકણી, લઘુચીકણા; બં. રવેતબેરેલા; અં. country-mallow) અને S. rhombifolia Linn. (મહાબલા) છે. આ વનસ્પતિ ભારતમાં ઉષ્ણ અને અર્ધોષ્ણ પ્રદેશોમાં…

વધુ વાંચો >

બહુજનીનિક વારસો

બહુજનીનિક વારસો સજીવોમાં એક કરતાં વધારે જનીનિક યુગ્મ દ્વારા નિયંત્રિત માત્રાત્મક (quantitative) લક્ષણોની આનુવંશિકતા. જનીનના એક યુગ્મ દ્વારા નિયંત્રિત લક્ષણોને ગુણાત્મક (qualitative) લક્ષણો કહે છે. મેંડેલે વટાણામાં અભ્યાસ કરેલાં બધાં લક્ષણો ગુણાત્મક હતાં; દા.ત., વટાણાની ઊંચી અને વામન જાતના સંકરણથી ઉદભવતી સંતતિઓના પણ ઊંચા અને વામન એમ બે જ સ્પષ્ટ…

વધુ વાંચો >

બહુપુંજન્યુતા

બહુપુંજન્યુતા : આવૃતબીજધારી વનસ્પતિના ભ્રૂણપુટ(embryo sac)માં બે કરતાં વધારે પુંજન્યુઓની હાજરી. આ સ્થિતિ એક અથવા તેથી વધારે પરાગનલિકાઓના પ્રવેશને કારણે ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે એક અંડકમાં એક જ પરાગનલિકા દાખલ થાય છે; પરંતુ Elodea, Ulmus, Juglans, Xyris, Oenothera, Boerhaavia, Beta, Acacia, Fagopyrum, Sagittaria, Cephalanthera plantanthera અને Nicotianaમાં બે પરાગનલિકાઓનો…

વધુ વાંચો >

બહુભ્રૂણતા

બહુભ્રૂણતા : એક જ બીજમાં એક કરતાં વધારે ભ્રૂણ ઉત્પન્ન થવાની પરિઘટના. તેની સૌપ્રથમ શોધ ઍન્ટોની વાન લ્યુવેનહૉકે (1719) નારંગીનાં બીજમાં કરી હતી. બ્રૉને (1859) તે સમયે વનસ્પતિવિજ્ઞાનમાં નોંધાયેલા બહુભ્રૂણતાના 58 કિસ્સાઓનું સર્વેક્ષણ કર્યું અને તેના ઉદભવને અનુલક્ષીને આવૃતબીજધારીઓમાંની બહુભ્રૂણતાને ચાર પ્રકારોમાં વર્ગીકૃત કરી. બહુભ્રૂણતાનો ઉદભવ નીચે દર્શાવેલ પદ્ધતિઓ દ્વારા…

વધુ વાંચો >

બહુરૂપતા (જનીનવિજ્ઞાન)

બહુરૂપતા (જનીનવિજ્ઞાન) : જનીનિક ભિન્નતાનું સ્વરૂપ. આ જનીનિક ભિન્નતા ખાસ કરીને અસતત (discontinuous) હોય છે અને વનસ્પતિ અને પ્રાણીની જાતિની એક જ વસ્તીમાં તે જુદાં જુદાં સ્વરૂપો ધરાવે છે; તે પૈકી સૌથી દુર્લભ સ્વરૂપની પણ જાળવણી વિકૃતિ દ્વારા થઈ શકે છે. આમ, મનુષ્યમાં રુધિરસમૂહો બહુરૂપતાનું ઉદાહરણ છે; જ્યારે તેની ઊંચાઈનું…

વધુ વાંચો >

બહુવૈકલ્પિક જનીનો

બહુવૈકલ્પિક જનીનો સજીવમાં કોઈ એક નિશ્ચિત આનુવંશિક લક્ષણ માટે જવાબદાર એક જ જનીનનાં બેથી વધારે સ્વરૂપો. મેંડેલ અને તેમના અનુયાયીઓએ સામાન્ય જનીનના વૈકલ્પિક સ્વરૂપ માટે ‘કારક’ (allele or allelomorph) શબ્દ પ્રચલિત કર્યો. કોઈ એક જનીન અનેક રીતે વિકૃતિ પામી અનેક વૈકલ્પિક અભિવ્યક્તિઓ ઉત્પન્ન કરે છે. આવાં જનીનોને બહુવૈકલ્પિક જનીનો કહે…

વધુ વાંચો >

બહેડાં

બહેડાં : દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica Roxb. (સં. बिभीतक; હિં. बहेरा; બં, ભૈરાહ, મ. બેહેડા; અં. Belliric myrobalan) છે. તે 40 મી. સુધીની ઊંચાઈ ધરાવતું સુંદર વૃક્ષ છે અને તેનો ઘેરાવો 1.8 મી.થી 3.0 મીટર જેટલો હોય છે. તે ભારતનાં પર્ણપાતી જંગલોમાં…

વધુ વાંચો >

બંટી

બંટી : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echinocloa crus-galli Beauv. syn. Panicum crus-galli Linn. (હિં. सामाक, संवक, ગુ. બંટી સામો, મ. સામા; અં. barnyard millet) છે. તે 90.0 સેમી.થી 120 સેમી. ઊંચાઈ ધરાવતું એકવર્ષાયુ ગુચ્છાદાર (tufted) તૃણ છે. તેનાં પર્ણો ચપટાં અને રેખીય હોય છે. તે…

વધુ વાંચો >

બારમાસી (વનસ્પતિ)

બારમાસી (વનસ્પતિ) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lochnerarosea (Linn.) Reichb. Syn. Catheranthus roseus G. Don. Syn. Vinco rosea Linn. (हिं. सदाबहार, बारहमासी, सदासुहागन; બં. નયનતારા; મ. સદાફૂલ; પં. રતનજોત; મલ. કપાબિલા; અં. રેડ પેરીવિકલ) છે. તે માડાગાસ્કર(આફ્રિકા)ની મૂલનિવાસી છે. હવે તેનું બંને ગોળાર્ધોના ઉષ્ણકટિબંધીય…

વધુ વાંચો >