વનસ્પતિશાસ્ત્ર
નારિયેળી
નારિયેળી : એકદળી વર્ગમાં આવેલા એરીકેસી (પામી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cocos nucifera Linn. (સં. નારિકેલ; હિં. નારિયલ; બં. દાબ, નારિકેલ; મ. નારેલ; નારળી, તે. કૉબ્બારિચેટ્ટુ, ટેંકાયા, તા. ટેન્નામારં, ટેંકાઈ, ક. ટેંગુ, ટેંગિનમારા, મલા, થેન્ના, નારિકેલમ; ફા. જોજહિંદી, અ નારજીલ, અં. કોકોનટ પામ) છે. તે લગભગ 24 મી.…
વધુ વાંચો >નાસપાતી
નાસપાતી : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી(ગુલાબાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pyrus communis Linn. (ગુ. નાસપાતી, કા., પં., ઉ.પ્ર. બાગુગોશા; અં. કૉમન અથવા યુરોપિયન પે’અર) છે. તે યુરોપ અને એશિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે. બાહ્ય લક્ષણો : તેનું વૃક્ષ પહોળો પિરામિડ આકારનો પર્ણમુકુટ ધરાવે છે. પર્ણો વર્તુળી-અંડાકાર(orbicularovate)થી માંડી ઉપવલયાકાર (elliptic),…
વધુ વાંચો >નિપત્ર (brac)
નિપત્ર (brac) : વિશિષ્ટ પ્રકારનાં પર્ણ. તેમની કક્ષમાં પુષ્પ કે પુષ્પવિન્યાસ ઉદભવે છે. કેટલીક વાર પુષ્પવિન્યાસ દંડ અથવા પુષ્પદંડ ઉપર પુષ્પ અને નિપત્રની વચ્ચે વધારાની નિપત્ર જેવી નાની અને પાતળી રચના ઉદભવે છે, જેને નિપત્રિકા (bracteate) કહે છે. પુષ્પ કે પુષ્પવિન્યાસ નિપત્ર ધરાવતાં હોય તો તે નિપત્રી (bracteate) અને નિપત્રરહિત…
વધુ વાંચો >નિર્મળી
નિર્મળી : દ્વિદળી વર્ગના લોગેનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ strychnos potatorum Linn. (સં. कातक, अम्बु-प्रसाद; હિં., ગુ., બં., નિર્મળી) છે. તે લગભગ 13 મી. ઊંચું વૃક્ષ છે અને પશ્ચિમ બંગાળ, મધ્ય અને દક્ષિણ ભારતમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી આવેલાં પર્ણપાતી જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેનું વૃક્ષ ઝેરકોચલાના વૃક્ષ…
વધુ વાંચો >નિલંબ (suspensor)
નિલંબ (suspensor) : બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણવિકાસ દરમિયાન ભ્રૂણને કાર્બનિક પોષકતત્વો ધરાવતી ભ્રૂણપોષ નામની પેશી તરફ ધકેલતી રચના. તે નાશવંત હોય છે અને પૂર્વભ્રૂણ(proembryo)ના ભાવિ ભ્રૂણમૂળ તરફના છેડે જોવા મળે છે. તેનો વિકાસ ભ્રૂણ કરતાં અત્યંત ઝડપી હોય છે. ભ્રૂણ ગોળાકાર કે હૃદયાકાર બને ત્યાં સુધીમાં તેનો મહત્તમ વિકાસ થઈ જાય…
વધુ વાંચો >નિવસનતંત્ર
નિવસનતંત્ર પર્યાવરણનાં બધાં સજીવ અને નિર્જીવ પરિબળોના સંકલન(integration)ને પરિણામે ઉદભવતું તંત્ર. કોઈ એક વિસ્તારમાં આવેલા જૈવ સમાજ અને ભૌતિક પર્યાવરણ વચ્ચે આંતરપ્રક્રિયા થતાં તેનો ઉદભવ થાય છે. આ આંતરપ્રક્રિયા દરમિયાન કાર્યશક્તિનું વહન થતાં સ્પષ્ટ પોષી (trophic) બંધારણ રચાય છે; જૈવિક વિભિન્નતા (biodiversity) ઉત્પન્ન થાય છે અને દ્રવ્યચક્ર (material cycle –…
વધુ વાંચો >નીકોશિયાના
નીકોશિયાના : જુઓ, તમાકુ.
વધુ વાંચો >નીકટાજીનેસી
નીકટાજીનેસી : વનસ્પતિના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ કર્વેમ્બ્રી શ્રેણીનું એક કુળ. નીકટાજીનસ એટલે રાત્રે ખીલતાં પુષ્પ. આ કુળમાં આશરે 30 પ્રજાતિ અને 300 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં બોરહેવીઆ, મીરાબીલીસ, બોગનવિલીઆ, અને પીસોનીઆ પ્રજાતિઓ થાય છે. ગુજરાતમાં બોરહેવીઆની ત્રણ જાતિ, મીરાબીલીસની એક, બોગનવિલીઆની બે, ઉપરાંત તેની અનેક બાગાયત જાત…
વધુ વાંચો >નીટેલ્સ (Gnetales)
નીટેલ્સ (Gnetales) : અનાવૃત બીજધારી વનસ્પતિઓના નીટોપ્સીડા વર્ગનું ગોત્ર. આ ગોત્રમાં ઍફીડ્રેસી, નીટેસી અને વેલ્વીસ્ચીએસી કુળનો સમાવેશ થાય છે. તેનો બીજાણુજનક (sporophyte) ક્ષુપ, વૃક્ષ કે કાષ્ઠમય આરોહી વેલ્વીસ્ચીઆમાં પ્રકાંડ સલગમ (turnip) જેવો અને અંશત: ભૂમિગત; પર્ણો સાદાં, એકાંતરિક, સમ્મુખ કે ભ્રમિરૂપ, શલ્કી કે પટ્ટી (strap) આકારનાં કે અંડાકાર કે ઉપવલયી;…
વધુ વાંચો >નીમ્ફીએસી
નીમ્ફીએસી : વનસ્પતિના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા રાનેલ્સ ગોત્રનું એક કુળ. નીમ્ફીઆ પ્રજાતિ ઉપરથી આ કુળનું નામકરણ કરવામાં આવ્યું છે. ‘નીમ્ફસ’ લૅટિન ભાષાનો શબ્દ છે. યુરોપમાં પ્રવર્તતી માન્યતા પ્રમાણે, પર્વત, કંદરા, પાણીનાં તળાવો, વન-વગડામાં વિહરતી સુંદર કન્યાને નીમ્ફ્સ કહેવામાં આવે છે. આવી સુંદરી જેવાં મનોહર પુષ્પ ધરાવતી વનસ્પતિ – નીમ્ફીઆ…
વધુ વાંચો >