વનસ્પતિશાસ્ત્ર
કથ્થાઈ લીલ
કથ્થાઈ લીલ (Brown Algae, Phaeophyta) : જેતૂન લીલા (olive green) રંગથી માંડી આછો સોનેરી અને કથ્થાઈ રંગનું સુકાય (thallus) ધરાવતો લીલનો એક સમૂહ. તે 250થી વધારે પ્રજાતિઓ અને 1500 જેટલી જાતિઓ ધરાવે છે. આ લીલ સમુદ્રવાસી છે. અપવાદરૂપે Pleurocladia, Heribaudiella અને Bodanella મીઠા પાણીમાં થતી કથ્થાઈ લીલ છે. તે સામાન્ય…
વધુ વાંચો >કદંબ
કદંબ : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anthocephalous chinensis (Lam.) A. Richex Walp. syn. A. cadamba (Roxb.) Miq., A. indicus A. Rich. (સં., હિં. કદંબ; મ. કળંબ; તા. કદંબા; તે. કદમચેટુ; ક. કડઉ, કડંવા, કડવાલમર; અં. વાઇલ્ડ સિંકોના) છે. તેના સહસભ્યોમાં હલદરવો, ધારા, પિત્તપાપડો, મીંઢળ,…
વધુ વાંચો >કપ-રકાબી વેલ
કપ-રકાબી વેલ : દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Holmskioldia Sanguinea Rets. (અં. કપ-સોસર ક્લાઇમ્બર, ચાઇનિઝ-હૅટ-પ્લાન્ટ) છે. તે આફ્રિકા, માડાગાસ્કર, ભારત અને મ્યાનમારમાં થાય છે. તે હિમાલયમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી અને આસામ તેમજ બિહારમાં થાય છે. તેના સહસભ્યોમાં ઇન્દ્રધનુ, રતવેલિયો, શેવન, નગોડ, અરણી વગેરેનો સમાવેશ…
વધુ વાંચો >કપાસ
કપાસ સુતરાઉ કાપડ માટેનું રૂ આપતો છોડ. કપાસનો ઉદભવ ક્યારે થતો અને માનવજાતે તેનો ઉપયોગ ક્યારથી શરૂ કર્યો તેની માહિતી કાળના પ્રવાહમાં ડૂબી ગયેલ છે. પ્રાચીન ઋષિમુનિઓ વલ્કલ શરીરઆવરણ માટે વાપરતા. વિનોબાજીએ તેમના ‘જીવનર્દષ્ટિ’ નામના પુસ્તકમાં ઉલ્લેખ કરેલ છે કે આશરે વીસેક હજાર વર્ષ પહેલાં ગૃત્સમદ નામના વૈદિક ઋષિએ નર્મદા-ગોદાવરી…
વધુ વાંચો >કપૂરકાચલી (કપૂરકાચરી)
કપૂરકાચલી (કપૂરકાચરી) : વનૌષધિ. તેનાં વિવિધ નામો આ પ્રમાણે છે : સં. शटी, गंधपलाशी, गंधमूलिका; હિં. कपूरकचरी, शोदूरी, सितरूती; મ. कपूर काचरी, गंधशटी; બં. કર્પૂર કચરી, કપૂર કચરી; અં. Spiked ginger lily; લે. Hedychium spicatium Ham.; કાશ્મીરી નામ : સેંદૂરી. હળદરના કુળની (ઝિંજર-બરેસી કુળ) આ બહુવર્ષાયુ છોડ જેવી જ પરંતુ…
વધુ વાંચો >કમરખ
કમરખ : દ્વિદળી વર્ગમાં આવેલા ઑક્સેલિડેસી (હાલમાં એવેરહોએસી) કુળનું એક શોભન-વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Averrhoa carambola Linn. (સં. કર્માર, કર્મરંગ; મ. કર્મર; હિં. કમરખ, બં. કામરંગ; ગુ. કમરખ, તમરક, કમક; અં. કૅરમ્બોલા ટ્રી, સ્ટાર ફ્રૂટ) છે. તે 7.5 મી.થી 10 મી. ઊંચું વૃક્ષ છે. તેની શાખાઓ ઢળતી હોય છે, અને…
વધુ વાંચો >કમળ
કમળ : દ્વિદળી વર્ગમાં આવેલા નિમ્ફિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nelumbo nucifera Gaertn. syn. Nelumbium nelumbo Druce; N. speciosum Willd. (સં. કમલ, પદ્મ, પંકજ, અંબુજ; હિ., બં, મ. કમલ, પદ્મ; ગુ. કમળ; તે. કલુંગ; તા. અંબલ; મલા. થામારા; અં. લોટસ) છે. આ પ્રજાતિ (Nelumbo) એશિયા, ઑસ્ટ્રેલિયા અને અમેરિકામાં વિતરણ…
વધુ વાંચો >કરકુમા (Curcuma L.) : જુઓ હળદર
કરકુમા (Curcuma L.) : જુઓ હળદર.
વધુ વાંચો >કરમદી
કરમદી : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carissa congesta Wt. syn. C. carandas Linn. (સં. કરમર્દ; હિં. કરોંદા, કરોંદી; બં. કરમચા; મ. કરવંદ; ગુ. કરમદી; તે. વાંકા; ત. કલાક્કેય) છે. તેના સહસભ્યોમાં સર્પગંધા, બારમાસી, સપ્તપર્ણી, કડવો ઇંદ્રજવ, દૂધલો, કરેણ, ચાંદની વગેરેનો સમાવેશ થાય છે. તેનું…
વધુ વાંચો >કરંજ
કરંજ : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pongomia pinnata Pierre syn. P. glabra Vent; Derris indica Bennet. (સં., મ., ગુ. કરંજ; હિં. કંજા, કટકરંજા; તે. ગાનુગા, પુંગુ; તા. પોંગા, પોંગમ; મલ. પુંગુ, પુન્નુ; અં. પોંગમ ઑઇલ ટ્રી, ઇંડિયન બીચ) છે. તે મધ્યમ કદનું, 18 મી.…
વધુ વાંચો >