વનસ્પતિશાસ્ત્ર
વાલ
વાલ : દ્વિદળી વર્ગમાં આવેલા ફોબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dolichos lablab (Roxb.) L. (હિં. સેમ; બં. લથુંઆ; મ. ગુ. વાલ; તે. પપ્પુકુરા; ત. પારૂપ્યુ કીરાઈ; મલ. શમાચા; ક. અવારે; અં. ઇંડિયન બીન) છે. કઠોળ વર્ગના આ પાકનો ઉપયોગ શાકભાજીમાં લીલા દાણા અને શિંગો તરીકે થાય છે અને…
વધુ વાંચો >વાવડિંગ
વાવડિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા મિર્સિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Embelia ribes (સં., બં. વિડંગ; હિં. વાયવિડંગ; મ. ગુ. વાવડિંગ; ક. વાયુવિલંગ; તે. વાયુવિડંગમુ, અં. બેબ્રેંગ) છે. તે મધ્ય હિમાલયથી શ્રીલંકા સુધીના ભારતના 1,500 મી.ની ઊંચાઈ સુધી પહાડી પ્રદેશોમાં, સિંગાપુર અને મ્યાનમારમાં થાય છે. તે મોટું ક્ષુપ સ્વરૂપ…
વધુ વાંચો >વાહકપેશીધારી વનસ્પતિ
વાહકપેશીધારી વનસ્પતિ : વાહકપેશીઓ ધરાવતી વનસ્પતિ. વનસ્પતિમાં પાણી અને ખોરાકના વહન માટે ભિન્ન ભિન્ન પ્રકારની પેશીઓ આવેલી હોય છે. જમીનમાં રહેલું પાણી તથા તેમાં દ્રાવ્યક્ષારોનું પ્રકાંડ અને પર્ણ તરફ વહન કરતી પેશી જલવાહક (xylem) તરીકે ઓળખાય છે. જલવાહક પેશીમાં (1) જલવાહિનીકી (tracheids), (2) જલવાહિની (tracheae or vessels), (3) જલવાહક મૃદૂતક…
વધુ વાંચો >વાહિપુલ
વાહિપુલ : વાહકપેશીધારી (tracheophyte) વનસ્પતિના દેહમાં આવેલો વાહકપેશીઓનો બનેલો એકમ. તે અન્નવાહક (phloem) અને જલવાહક (xylem) પેશીનો બનેલો હોય છે. સામાન્ય રીતે અન્નવાહક અને જલવાહક પેશીની ગોઠવણી ત્રણ પદ્ધતિઓ દ્વારા થાય છે : (1) બંને વાહકપેશીઓ એક જ ત્રિજ્યા પર સાથે સાથે ગોઠવાયેલી હોય છે; (2) એક પ્રકારની વાહક પેશી…
વધુ વાંચો >વાળો (સુગંધી વાળો)
વાળો (સુગંધી વાળો) : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vetiveria zizanioides (Linn.) Nash. syn. Andropogon muricatus Retz. A. squarrosus Hook f. (સં. વાલક, ઉશિર; હિં. રવસ, વાલા, ખસ; અં. ખસખસ ગ્રાસ) છે. તે દક્ષિણ ભારત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, આસામ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ, છોટા…
વધુ વાંચો >વાંસ
વાંસ : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળનું વનીય વૃક્ષ. તેનાં વૈજ્ઞાનિક નામ જાતિના નામને આધારે જુદાં જુદાં છે : (1) Bambusa arundinacea willd (2n=72); (2) B. bambos Druce – આ બંને વાંસની સામાન્ય જાતિઓ છે; અને (3) Dendrocalamus strictus Nees (2n=38)ને નર વાંસ, કીટી કે રાક્ષસી વાંસ કહે છે. Dracaena…
વધુ વાંચો >વિકળો
વિકળો : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gymnosporia montana (Roth) Benth syn. spinosa (Forsk.) Flori (l syn – Maytenus emarginata) (સં. વિકંકત્; હિં. કંટાઈ, વંજ, બૈકલ; ગુ. વિકળો, બહેકળ) છે. તે ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપે સમગ્ર ભારતમાં, ખાસ કરીને ડુંગરાળ જમીનમાં થાય છે. પર્ણપાતી (deciduous)…
વધુ વાંચો >વિકૃતિ (જનીનવિજ્ઞાન)
વિકૃતિ (જનીનવિજ્ઞાન) સજીવના જનીનબંધારણમાં જનીનોના પુન:સંયોજન (recombination) સિવાય થતો કોઈ પણ આનુવંશિકીય ફેરફાર. આ ફેરફારો રંગસૂત્રની રચના કે સંખ્યામાં પણ થાય છે. તેમને રંગસૂત્રીય વિકૃતિઓ કહે છે. ‘વિકૃતિ’ શબ્દ જનીનિક-વિકૃતિઓ માટે વપરાય છે. હ્યુગો-દ-ફ્રીસે સૌપ્રથમ વાર ‘વિકૃતિ’ શબ્દ પ્રયોજ્યો. તેઓ મેંડેલના આનુવંશિકતાના નિયમોને પુન:સંશોધિત કરનાર ત્રણ વૈજ્ઞાનિકો પૈકીના એક છે.…
વધુ વાંચો >વિકૃતિપ્રેરકો (mutagens)
વિકૃતિપ્રેરકો (mutagens) : જનીનિક વિકૃતિ પ્રેરતાં પરિબળો. વિકૃતિપ્રેરકો બે પ્રકારનાં છે : (i) વિકિરણ (radiation), (ii) રાસાયણિક વિકૃતિનાં પ્રેરકો. વિકિરણનાં બધાં સ્વરૂપો લગભગ બધાં સજીવોમાં વિકૃતિપ્રેરક હોય છે. તે કૉસ્મિક રજોમાંથી આવતું નૈસર્ગિક વિકિરણ હોઈ શકે, અથવા અણુશક્તિના અભ્યાસ કે ઍક્સ-કિરણયંત્રમાંથી ઉદભવેલ માનવસર્જિત વિકિરણ પણ હોઈ શકે; જેમાં પારજાંબલી કિરણો…
વધુ વાંચો >વિકૃતિવાદ
વિકૃતિવાદ : સજીવોની ઉત્ક્રાંતિની સમજૂતી આપતી એક સંકલ્પના. હ્યુગો દ ફ્રિસે આ સંકલ્પના 1901માં આપી. તેમણે મેંડેલના આનુવંશિકતાના નિયમોનું સ્વતંત્ર રીતે પુન:સંશોધન કર્યું હતું. ઘણાં વર્ષોનાં પ્રયોગો અને અવલોકનો પછી તેમણે જણાવ્યું કે નવી જાતિનો ઉદભવ મંદ ભિન્નતાઓ દ્વારા થતો નથી; પરંતુ પિતૃ-સજીવમાં એકાએક ઉદભવતી અને સંપૂર્ણપણે પ્રસ્થાપિત થતી ભિન્નતાઓ…
વધુ વાંચો >