વનસ્પતિરોગશાસ્ત્ર

ગ્રેપફ્રૂટ (ચકોતરું)

ગ્રેપફ્રૂટ (ચકોતરું) : દ્વિદલા વર્ગનું રુટેસી કુળનું 6થી 14 મીટર ઊંચાઈ ધરાવતું નાનું વૃક્ષ. શાસ્ત્રીય નામ Citrus paradisi Malf. દ્રાક્ષની જેમ તેનાં ફળ લૂમમાં ઊગતાં હોવાથી તે ગ્રેપફ્રૂટ તરીકે ઓળખાય છે. ઘણા દેશોમાં નાસ્તામાં તેનો ઉપયોગ થતો હોવાથી તેને ‘બ્રેકફાસ્ટ ફ્રૂટ’ પણ કહે છે. તેનું મૂળ વતન વેસ્ટ ઇન્ડીઝ છે;…

વધુ વાંચો >

ઘઉંની જીવાત

ઘઉંની જીવાત : ઘઉંના પાકને નુકસાન કરતી જીવાત. દુનિયાના ઘઉં પકવતા દેશોમાં વાવેતર વિસ્તાર તેમજ ઉત્પાદનની બાબતમાં ભારતનો નંબર ચોથો છે. ભારતમાં વિસ્તારની ર્દષ્ટિએ ગુજરાત આઠમું અને ઉત્પાદનની ર્દષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવે છે. ગુજરાતના લોકોના ખોરાકમાં ઘઉં અગત્યનું ધાન્ય છે. ઘઉંના પાકમાં જુદી જુદી અવસ્થાએ લગભગ 20 જેટલી જીવાતો નુકસાન…

વધુ વાંચો >

ઘટિયા પાનનો રોગ

ઘટિયા પાનનો રોગ : વનસ્પતિ કે પાકનાં પાન પર સૂક્ષ્મ વ્યાધિજંતુનું આક્રમણ થવાથી થતો રોગ. તેનાથી પાનની સપાટી જાડી થાય છે અને ઘેરા લીલા રંગનાં ધાબાંવાળા પાનની વૃદ્ધિ અટકી જવાથી તે નાનું રહે છે. આવા પાનનો પર્ણદંડ ટૂંકો રહે છે અને પાનની નવી નીકળતી ડાળી જાડી અને ટૂંકી થાય છે.…

વધુ વાંચો >

ચરમી

ચરમી : જુઓ ચરેરી; જીરું અને તેના રોગો

વધુ વાંચો >

ચરેરી (કાળિયો)

ચરેરી (કાળિયો) : જુદા જુદા વિસ્તારમાં ચરેરી, ચરમી, ચરમો, કાળિયો, કાળો ચરમો, ચરેરિયું વગેરે નામોથી ઓળખાતો જીરાનો રોગ. રોગની શરૂઆત થયા પછી તે ઝડપથી ફેલાય છે. આ રોગ દર વર્ષે વધતા-ઓછા પ્રમાણમાં નુકસાન કરે છે. રોગની શરૂઆત સામાન્ય રીતે પાક વાવ્યા પછી 30થી 40 દિવસે જ્યારે ફૂલ બેસવાનાં થાય ત્યારે…

વધુ વાંચો >

ચાબુક અંગારિયો (આંજિયો)

ચાબુક અંગારિયો (આંજિયો) : Ustilago scitamina નામની ફૂગથી થતો શેરડીનો રોગ. આ રોગ જંગલી શેરડીમાં વિશેષ આવે છે. તેનું નિયંત્રણ નીચે મુજબ થઈ શકે છે : (1) રોગિષ્ઠ છોડ જણાય કે તરત જ ચાબુક ફાટી જાય તે પહેલાં તેનો ઉપાડીને નાશ કરવો; (2) રોગમુક્ત બિયારણની પસંદગી કરવી; (3) કટકાને પારાયુક્ત…

વધુ વાંચો >

ચાંદપગો

ચાંદપગો : કપાસમાં ફૂગથી થતો અને સૂકા સડાના નામથી પણ ઓળખાતો રોગ. આ રોગ મુખ્યત્વે 10થી 12 અઠવાડિયાંના છોડ ઉપર આક્રમણ કરે છે તેથી કેટલીક વાર ફરીથી વાવણી કરવી પડે છે. આ રોગનું ખાસ લક્ષણ એ છે કે અસરગ્રસ્ત છોડ આડો પડી જતો નથી તેમજ રોગિષ્ઠ ભાગ પાણીપોચો હોતો નથી.…

વધુ વાંચો >

ચીતરી

ચીતરી : તમાકુના છોડને લાગતો રોગ. રોપણી બાદ ઓતરા-ચીતરાના તાપ પડે છે ત્યારે આ રોગ જોવા મળે છે. આ વ્યાધિ ફૂગ Fusarium oxysporumથી થાય છે અને તેની સાથે જો કૃમિનો ઉપદ્રવ હોય તો આ રોગની તીવ્રતા વિશેષ જોવા મળે છે. ખેતરમાં રોગની શરૂઆત થાય કે તુરત જ છોડનાં નીચેનાં પાન…

વધુ વાંચો >

છારો (mildew)

છારો (mildew) : વનસ્પતિમાં થતો એક ફૂગજન્ય રોગ. યજમાન વનસ્પતિનાં પાન, દાંડી કે ફળ પર સફેદ, ભૂખરા, બદામી કે અન્ય રંગની ભૂકી સ્વરૂપે ફૂગના અસંખ્ય બીજાણુઓ પ્રસરેલા હોય છે. વાસી બ્રેડ, કપડાં અને પડદા જેવી વસ્તુઓ પર આ ફૂગ પ્રસરતી હોય છે. આશરે 7181 જેટલી ફૂગની પ્રજાતિઓ વિશિષ્ટ યજમાન પર…

વધુ વાંચો >

જામફળ (જમરૂખ)

જામફળ (જમરૂખ) : સર્વભોગ્ય મીઠું ફળ. અં. common guava; લૅ. Psiolium guajava L. જામફળનું વતન મેક્સિકોથી પેરૂના મધ્ય ભાગને માનવામાં આવે છે. ભારતમાં તેનો પ્રવેશ સ્પૅનિશ લોકો દ્વારા સોળમી શતાબ્દી દરમિયાન થયો. ભારતમાં વાવેતરના ક્ષેત્રફળની ર્દષ્ટિએ જામફળનો ક્રમ આંબા, કેળ, લીંબુ વર્ગનાં ફળ તથા સફરજન પછી પાંચમો અને ઉત્પાદનની ર્દષ્ટિએ…

વધુ વાંચો >