વનસ્પતિરોગશાસ્ત્ર

કાબરચીતરાં પાનનો રોગ

કાબરચીતરાં પાનનો રોગ (પાનનો પંચરંગિયો) : એક પ્રકારના વિષાણુથી થતો રોગ. તેનો ફેલાવો ચૂસિયા પ્રકારના કીટકો કરે છે. આ રોગને કારણે પાન ઉપર ચિત્રવિચિત્ર આકારનાં લીલાં, પીળાં ધાબાં પડે છે. નસોમાં પણ આવાં ધાબાં પડે છે. પાન વાંકુંચૂકું અને વિકસિત હોય છે. છોડનો વિકાસ અટકી જાય છે. એકદળવાળા ધાન્ય પાક્ધાાં…

વધુ વાંચો >

કારેલી (Momordica charantia Linn) ના રોગો

કારેલી(Momordica charantia Linn)ના રોગો : વિવિધ જીવાતોથી કારેલીમાં થતા રોગો. Erysiphe cichoracearum DC નામની ફૂગથી, તળછારો Pseudopernospora cubensis (Berk and Curt) Rostow નામની ફૂગથી અને પાનનાં ટપકાંનો રોગ Cercospora Spp નામની ફૂગથી કારેલીમાં થાય છે. ફળ ઉપર છારાનો અને તળછારાનો રોગ જોવા મળતો નથી. પાનનાં ટપકાંના રોગમાં સફેદ ગોળાકાર, ચમકતાં…

વધુ વાંચો >

કાલવ્રણ

કાલવ્રણ : જુવાર, જામફળ, આંબો જેવા પાકોમાં જોવા મળતો રોગ. જે તે પાકના નામ સાથે આ નામને સાંકળી લેવામાં આવે છે. આંબામાં તે કાળિયાના રોગથી પણ જાણીતો છે. આ રોગ Colletotrichum Spp નામની ફૂગથી થાય છે. વધુ વિગતો જે તે પાકના રોગના વર્ણનમાં આપેલી છે. ભીષ્મદેવ કીશાભાઇ પટેલ

વધુ વાંચો >

કાળપગો

કાળપગો (Phytophthora parasitica var. nicotiana) : Breda de Hann, Tucker નામની ફૂગથી વનસ્પતિમાં થતો રોગ. આ રોગને કારણે પાન ઉપર શરૂઆતમાં કાળાં ટપકાં પડે છે. તે મોટાં થઈ થડ તથા મૂળ તરફ પ્રસરે છે. તેથી છોડ ચીમળાઈ જાય છે અને થડ સંકોચાઈને સુકાઈ જાય છે. રોગિષ્ઠ થડ કાપીને તપાસતાં તેમાં…

વધુ વાંચો >

કાળિયો (ચરેરી ચરમી જીરાનો ચરમી)

કાળિયો (ચરેરી, ચરમી, જીરાનો ચરમી) : Alternaria burnsii (Uppal, Patel and Kamat) નામની ફૂગથી થતો રોગ. આ રોગ પાન અને થડ પર તેમજ વ્યાપક પ્રમાણમાં ફૂલ તથા દાણા ઉપર પ્રસરે છે. શરૂઆતમાં આ રોગ સફેદ ડાઘરૂપે દેખાય છે, જે સમય જતાં ભૂખરા રંગનો થઈ જાય છે. આખો છોડ છીંકણી રંગનો…

વધુ વાંચો >

કાળો કોહવારો

કાળો કોહવારો : Xanthomonas campestris (Pammel) Dowson નામના જીવાણુથી થતો રોગ. આ રોગને કારણે પાનની કિનારી પીળી પડી જાય છે અને રોગ V આકારમાં પાનના કેન્દ્ર તરફ આગળ વધે છે. શરૂઆતમાં રોગિષ્ઠ ભાગની નસો બદામી થઈને પાછળથી કાળી પડી જાય છે. પાનમાંથી રોગ પર્ણદંડ અને છેવટે થડમાં પ્રસરી આખા છોડમાં…

વધુ વાંચો >

કાળો ગેરુ (દાંડાનો ગેરુ)

કાળો ગેરુ (દાંડાનો ગેરુ) : Puccinia graminis tritici Eriks and Henn નામની ફૂગથી થતો રોગ. પાકની પાછલી અવસ્થામાં પાન, પાનની ભૂંગળી તથા ઊંબી ઉપરનાં ટપકાંમાં બદામી રંગનો ફૂગી (બીજાણુધાની/બીજકણો) ઉગાવો જોવા મળે છે. રોગિષ્ઠ ભાગો ઇટારિયા – કથ્થાઈ રંગથી જુદા તરી આવે છે. આવાં અનેક ટપકાં ભેગાં થઈને ભળી જાય…

વધુ વાંચો >

કુતુલ

કુતુલ (downy mildew) : વનસ્પતિને પૅરોનોસ્પોરેસી કુળની એક ફૂગ દ્વારા થતો રોગ. તે રાખોડી ભૂખરા રંગની હોય છે. તેનો ઉગાવો પાનની નીચેની સપાટીએ મહદ્ અંશે ઘણા પાકોમાં જોવા મળે છે. વિવિધ પાકોમાં પાન, ફૂલ, ફળ, ટોચ, ડૂંડાં વગેરેમાં જુદા જુદા પ્રકારનાં લક્ષણો પેદા કરે છે. રોગથી થતું નુકસાન કોઈક વખતે…

વધુ વાંચો >

કુંડાળિયો

કુંડાળિયો : વનસ્પતિને લાગુ પડતો એક રોગ. તેને મૂળ ખાઈ, મૂળનો સડો, મૂળનો કોહવારો પણ કહે છે. આ રોગ માટે નીચેના રોગકારકો જવાબદાર છે. (1) રાઇઝોક્ટોનિયા બટાટીકોલા, (2) મેક્રોફોમિના ફેજીયોલાય, (3) રાઇઝોક્ટોનિયા સોલાની પૂર્ણ અવસ્થા (PF, Pellicularia filamentosa). છોડનાં પાન એકાએક ચિમળાઈને સુકાઈ જાય છે. છોડ પણ સુકાઈ જાય છે.…

વધુ વાંચો >

કૂંપળનો કોહવારો

કૂંપળનો કોહવારો : વનસ્પતિનો એક રોગ. તેને અગ્રકલિકાનો સડો (bud rot) પણ કહે છે. લક્ષણો : ટોચનાં કુંપળનાં પાન ચીમળાઈને કોહવાઈ જાય છે. દાંડી આગળથી મોટાં પાન પણ કોહવાઈને ભાંગી પડે છે. આવા રોગનાં લક્ષણો નાળિયેરી (Cocosnucifera L.) સોપારી (Areca nut) તેમજ તાડી પામ જેવી જાતોમાં પણ જોવા મળે છે.…

વધુ વાંચો >