વનસ્પતિરોગશાસ્ત્ર

ઓરીઝા

ઓરીઝા (Oryza) : જુઓ ચોખા.

વધુ વાંચો >

ઑલ્ટરનેરિયા

ઑલ્ટરનેરિયા (Alternaria) : ફૂગમાં આવેલા ડ્યુટેરોમાયસેટિસ વર્ગની ડીમેશીએસી કુળની એક પ્રજાતિ. દુનિયામાં સર્વત્ર ફેલાયેલી આ ફૂગ, મોટેભાગે મૃતોપજીવી (sprophytic) તરીકે, જ્યારે કેટલીક પરોપજીવી (parasitic) તરીકે જીવન ગુજારે છે. આ ફૂગનો ફેલાવો કણીબીજાણુઓ (conidia) દ્વારા થાય છે. કણીબીજાણુઓ હારમાળામાં ગોઠવાયેલા, બહુકોષીય અને આડા તેમજ ઊભા પડદા ધરાવે છે. કણીબીજાણુવૃંત (conidiophore) દૈહિક…

વધુ વાંચો >

કથીરી

કથીરી : લાલ અગર પીળા રંગની, પાનમાંથી રસ ચૂસતી અષ્ટપાદી જીવાત. સમુદાય સંધિપાદ (arthropoda), ઉપસમુદાય ચેલીસિરેટા (chelicerata), વર્ગ અષ્ટપાદ (arachnida) શ્રેણી-એકેરિના, ઉપશ્રેણી પ્રોસ્ટિગ્માટા. પાન કથીરી અગર લાલ-કરોળિયા કથીરી – Tetranychus telarina / Red spider mite. સૂક્ષ્મ – 0.4 mm લાલ અગર પીળા રંગની, પાનમાં છિદ્ર ભોંકી રસ ચૂસતી અષ્ટપાદી જીવાત…

વધુ વાંચો >

કરમોડી (કમોડી – દાહ)

કરમોડી (કમોડી, દાહ) (blast) : ડાંગરમાં Pyricularia oryzae નામની ફૂગથી થતો રોગ. આ રોગ દુનિયાના 85 દેશોમાં નોંધાયેલ છે. સૌપ્રથમ ચીનમાં 1637માં અને ભારતમાં 1931માં તે નોંધાયેલ છે. ડાંગર ઉગાડતા દરેક દેશમાં તે વધતાઓછા પ્રમાણમાં નુકસાન કરે છે જે કેટલીકવાર 90 % સુધી હોય છે. આ ફૂગના આક્રમણથી પાનગાંઠ, પુષ્પવિન્યાસદંડ,…

વધુ વાંચો >

કસુંબીની જીવાત

કસુંબીની જીવાત : કસુંબી(કરડી)ના પાકને નુકસાન પહોંચાડનાર કીટકો. મહત્વનો તૈલી પાક ગણાતી કસુંબીનું વાવેતર ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થાય છે. આ પાકને સરકારે મહત્વ આપતાં આજે તેનું વાવેતર ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં નાના પાયા પર કરવામાં આવે છે. શિયાળા દરમિયાન કસુંબીનું વાવેતર મુખ્યત્વે ગુજરાતના…

વધુ વાંચો >

કળથીના રોગ

કળથી(Macrotyloma uniflorum, Horsegram)ના રોગ : સૂક્ષ્મ પરોપજીવી ફૂગ, જીવાણુ, કૃમિ વગેરે છોડમાંથી પુષ્પવિન્યાસ બહાર નીકળે તે પહેલાં અથવા બીજ તૈયાર થાય તે દરમિયાન આક્રમણ કરી કળથીને નુકસાન કરે છે. નીચે દર્શાવેલ કારકો મારફત આ રોગ થાય છે : (1) ઘઉંનો ઢીલો આંજિયો (Ustilago tritici), (2) ડાંગરનો ગલત આંજિયો (Ustilaginoidea Virens),…

વધુ વાંચો >

કંઠમાળનો રોગ (વનસ્પતિ)

કંઠમાળનો રોગ (વનસ્પતિ) : પાકોની વનસ્પતિના ગરદન વિસ્તારમાં સૂક્ષ્મ જીવાણુ, ફૂગ તથા કૃમિના આક્રમણથી તેનાં કોષ અને પેશીઓનો ઝડપથી વિકાસ થતાં તેમાં થોડા થોડા અંતરે તૈયાર થતી ગાંઠને લીધે કંઠ વિસ્તારમાં માળાનો દેખાવ પેદા કરતો રોગ. હિમંતસિંહ લાલસિંહ ચૌહાણ

વધુ વાંચો >

કંદનો કોહવારો

કંદનો કોહવારો : કંદ ઉપર ફૂગ, જીવાણુઓ વગેરે દ્વારા થતા આક્રમણને કારણે કંદની પેશીઓને થતું નુકસાન. વનસ્પતિ સુષુપ્ત અવસ્થા બાદ જીવનચક્ર ચાલુ રાખવા મૂળ કે થડમાં ખોરાકનો સંગ્રહ કરે છે તે કંદ તરીકે ઓળખાય છે. સૂક્ષ્મ પરોપજીવી જેવાં કે ફૂગ, જીવાણુઓ વગેરે કંદ ઉપર આક્રમણ કરી જરૂરી ખોરાક મેળવે છે,…

વધુ વાંચો >

કાગળઝાળ (આંબાનો)

કાગળઝાળ (આંબાનો) : Pestalotia mangiferae (P. Henn) steyaert નામની ફૂગથી આ રોગ થાય છે. સુકારાની શરૂઆત પાનની ટોચેથી થાય છે. સમય જતાં અડધું પાન પણ સુકાઈ જાય છે. સુકાયેલ પાન બદામી રંગનું, પાતળું અને ચળકતું હોય છે; તે ખરી જાય છે ને ઝાડનો વિકાસ અટકે છે. ચોમાસાનું ભેજવાળું વાતાવરણ અને…

વધુ વાંચો >

કાણાં પાનનો રોગ

કાણાં પાનનો રોગ : Xanthomonas campeotris PV strains નામના જીવાણુથી થતો રોગ. જીવાણુઓનો રોગ લાગતાં, પાન ઉપર પાણીપોચો ભાગ પ્રસરે છે, જે સમય જતાં આછા બદામી રંગનો થઈ અન્ય તંદુરસ્ત વિસ્તારથી છૂટો પડી ખરી પડે છે અને પાન ઉપર માત્ર કાણું જુદું તરી આવે છે. ગોળથી લંબગોળ આકારનાં નાનાંમોટાં કાણાં…

વધુ વાંચો >