વનસ્પતિરોગશાસ્ત્ર

આંગળાં-અંગૂઠાનો રોગ

આંગળાં-અંગૂઠાનો રોગ : Plasmodiophora brassici Woronin નામની ફૂગથી થતો કોબીજના છોડનો રોગ. તે કોબીજના ક્લબ રૂટ તરીકે પણ ઓળખાય છે. આ રોગથી છોડ નબળો, નિસ્તેજ અને કદમાં નાનો રહે છે અને જલદીથી ઊખડી જાય છે. આ રોગને કારણે અકુદરતી વિચિત્ર જાડા થયેલ મૂળમાં આંગળાં જેવી વિકૃતિ જોવા મળે છે, જે…

વધુ વાંચો >

આંજિયો

આંજિયો : જુવાર, ડાંગર તથા તમાકુમાં થતો રોગ. Sphacelotheca reiliana (Kuhn) Pat, નામની ફૂગથી જુવારના ડૂંડાને આ રોગ થાય છે. બીજના અંકુરણ-સમયે આ ફૂગનો ચેપ લાગે છે, જે ડૂંડા અવસ્થામાં જ દેખાય છે. આ રોગયુક્ત છોડ વહેલો પરિપક્વ થઈ ઝાંખરાના રૂપમાં તરી આવે છે. ડૂંડાની જગાએ કાળો ભૂકો અને રેસાઓ…

વધુ વાંચો >

આંબાના રોગો

આંબાના રોગો : જીવાત અને ફૂગને લીધે થતા રોગો. ઊધઈ, મધિયો અથવા તુડતુડિયાં અને મેઢ અથવા ધણ ઉપરાંત ફળની માખી, લાલ કીડી, પાનકથીરી, ગોટલાના ચાંચવા વગેરે જીવાત આંબાને નુકસાન કરે છે. ઊધઈ માટે ડી.ડી.ટી., બી.એચ.સી., ક્લોરડેન ઉપયોગી છે. મધિયો (જેસીડ) 3 મિમી. લાંબો તડતડ અવાજ કરતો કીટક છે, જે મૉરનો…

વધુ વાંચો >

ઊગસૂક મગફળીનો

ઊગસૂક, મગફળીનો : મગફળીને ફૂગ દ્વારા થતો રોગ. આ રોગ Aspergillus niger V. Tieghem, અને A. flavus દ્વારા થાય છે. આ રોગ ‘ધરુ-મૃત્યુ’ તરીકે પણ ઓળખાય છે. આ રોગમાં બીજ ઊગતાં પહેલાં અથવા ઊગ્યા પછી જમીનમાં સડી જાય છે. છોડ ઊગ્યા બાદ છોડના કાંઠલાના વિસ્તારમાં અને બીજપત્રો તથા અન્ય ભાગો…

વધુ વાંચો >

ઊધઈ

ઊધઈ (Termite) : શરીરમાંના પ્રજીવોની મદદથી લાકડું, કાગળ અને સેલ્યુલૉઝયુક્ત પદાર્થોને ખાઈને નુકસાન કરતા કીટકો. સમુદાય સંધિપાદ; વર્ગ : કીટક; શ્રેણી : ભંગુર પક્ષ કે સમપક્ષી (Isoptera); કુળ : ટર્મિટિડી (Termitidae). ગુજરાતમાં સામાન્ય પ્રજાતિઓ અને જાતિઓ : 1. ટ્રાયનર્વિસટર્મિસ બાયફોર્મિસ, 2. યુટર્મિસની જાતિઓ (Eutermis sp.), 3. ટર્મિસ (અથવા સાઇક્લોટર્મિસ ઓબેસર,…

વધુ વાંચો >

એકાંગી વનસ્પતિઓ

એકાંગી વનસ્પતિઓ (thallophytes) : મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવાં અંગો વિનાની વાહકપેશીવિહીન વનસ્પતિઓ. આ વનસ્પતિસમૂહમાં પેશીય આયોજન હોતું નથી. તેઓ એકકોષી પ્રજનનાંગો ધરાવે છે અને ફલન બાદ તેઓમાં યુગ્મનજ(zygote)માંથી ભ્રૂણજનન (embryogenesis) થતું નથી. આવી વનસ્પતિઓના દેહને સુકાય (thallus) કહે છે. એકાંગી વનસ્પતિઓમાં જીવાણુઓ (bacteria), લીલ (algae), ફૂગ (fungi) અને લાઇકેન(lichens)નો…

વધુ વાંચો >

ઍક્ટિનોમાયસીટ

ઍક્ટિનોમાયસીટ : લાંબા તંતુમય કોષો અથવા કવકતંતુવાળા (hyphae), સ્કિઝોમાયસીટ વર્ગના બૅક્ટેરિયા. ફૂગના જેવા દેખાતા આ બૅક્ટેરિયા સામાન્યપણે શાખાપ્રબંધિત હોય છે. કુદરતમાં તે સારી રીતે પ્રસરેલા હોય છે. મુખ્યત્વે તે વાયુજીવી (aerobic) હોય છે. જોકે કેટલાક અવાયુજીવી પણ છે. કવકતંતુઓ 1.5 m કદ કરતાં વધારે લાંબા હોતા નથી. તે કૉનિડિયા કે…

વધુ વાંચો >

એપ્લિલેકના (Eplilechna) ભ્રમર

એપ્લિલેકના (Eplilechna) ભ્રમર : ઢાલપક્ષ (coleptera) શ્રેણીના coccinellidae કુળના કથ્થઈ રંગના અને શરીર પર કાળાં ટપકાં ધરાવતા કીટકો. મોટાભાગના એપ્લિલેકના ભ્રમર માનવજાતિને લાભદાયક ગણવામાં આવે છે, જ્યારે બીજા કેટલાક ભ્રમર નુકસાનકારક છે. અમુક ભ્રમરની ઇયળ અને તેના પુખ્ત અવસ્થાના કીટકો બટાટા, કારેલી, રીંગણી અને ટામેટાંનાં પાનને ખાઈને ચાળણી જેવાં બનાવી…

વધુ વાંચો >

એલિયમ એલ.

એલિયમ એલ. (Allium L.) : જુઓ ડુંગળી અને લસણ.

વધુ વાંચો >

એલોમાયસિસ

એલોમાયસિસ : ભીની જમીન કે મીઠાં જળાશયોમાં વાસ કરનાર કશાધારી ચલિત-કોષી, સૂક્ષ્મજીવી ફૂગની એક પ્રજાતિ. સૃષ્ટિ : માયકોટા; વિભાગ : યૂમાયકોટા; વર્ગ : કાઇડ્રોમાયસેટ્સ; શ્રેણી : બ્લાસ્ટોક્લેડિયેલ્સ; કુળ : બ્લાસ્ટોક્લેડિયેસી; પ્રજાતિ : ઍલોમાયસિસ. ઈ. જે. બટલરે 1911માં ફૂગની આ પ્રજાતિની શોધ ભારતમાં કરી હતી. આ પ્રજાતિના સભ્યો મુખ્યત્વે કાર્બનિક જીવાવશેષો…

વધુ વાંચો >