કાળો કોહવારો : Xanthomonas campestris (Pammel) Dowson નામના જીવાણુથી થતો રોગ. આ રોગને કારણે પાનની કિનારી પીળી પડી જાય છે અને રોગ V આકારમાં પાનના કેન્દ્ર તરફ આગળ વધે છે. શરૂઆતમાં રોગિષ્ઠ ભાગની નસો બદામી થઈને પાછળથી કાળી પડી જાય છે. પાનમાંથી રોગ પર્ણદંડ અને છેવટે થડમાં પ્રસરી આખા છોડમાં ફેલાય છે. નાના છોડ સુકાઈ જાય છે, જ્યારે મોટા છોડ કોહવાઈ જાય છે. થડને કાપતાં તેમાં પણ બદામી, કાળો કોહવારો જોવા મળે છે. કોબીજ, ફ્લાવર, ટર્નિપ, બ્રસેલ્સ, સ્પ્રાઉટ, બ્રૉકોલી, મૂળા અને રાઈ જેવા પાકોમાં આ રોગ જોવા મળે છે. રોગિષ્ઠ બીજ, પિયત, વરસાદ, પવન અને ખેતીની માવજત દરમિયાન આ રોગ પ્રસરે છે.

કાળો કોહવારો

રોગમુક્ત બીજને 0.1 %ના મરક્યુરિક ક્લોરાઇડના દ્રાવણમાં 30 મિનિટ બોળીને વાવવાથી તથા પાકની ફેરબદલીથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.

ભીષ્મદેવ કીશાભાઇ પટેલ