રાજ્યશાસ્ત્ર
નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નગરપતિ (Mayor)
નગરપતિ (Mayor) : મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચૂંટાયેલા વડા. ભારતમાં મોટાં શહેરોનો વહીવટ ચલાવવા માટે કૉર્પોરેશનની રચના કરવામાં આવી છે. તે શહેરી સ્થાનિક સ્વશાસનની સંસ્થાનું એક મહત્ત્વનું અંગ છે. બધાં રાજ્યોમાં કૉર્પોરેશનની રચના શહેરી સ્થાનિક સરકારના ભાગ રૂપે કરવામાં આવે છે. કૉર્પોરેશનમાં બહુમતી ધરાવનાર પક્ષમાંથી નગરપતિ ચૂંટવામાં આવે છે. સામાન્યત: તેઓના હોદ્દાની…
વધુ વાંચો >નગરપંચાયત
નગરપંચાયત : લોકશાહી વિકેન્દ્રીકરણ દ્વારા ગ્રામવિકાસ સાધવા માટે ભારતમાં આઝાદી પછી રચવામાં આવેલ પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો એક ઘટક. ભારતને આઝાદી મળ્યા પછી દેશના સર્વાંગી વિકાસ માટે સામુદાયિક વિકાસયોજનાઓ તથા રાષ્ટ્રીય વિસ્તરણ સેવાઓ દાખલ કરવામાં આવી હતી, જેમનું મૂલ્યાંકન કરવા માટે 1975માં ભારત સરકારે તે વખતના સંસદસભ્ય અને પાછળથી ગુજરાતના…
વધુ વાંચો >નગેન્દ્રસિંહ, ડૉ.
નગેન્દ્રસિંહ, ડૉ. (જ. 18 માર્ચ 1914, ડુંગરપુર; અ. 11 ડિસેમ્બર 1988, ધહેગ) : ભારતના અગ્રણી સનદી અધિકારી તથા હેગ ખાતેના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ભૂતપૂર્વ ન્યાયાધીશ. તેમણે મેળવેલ પદવીઓમાં એમ.એ., એલએલ.ડી. (કૅન્ટાબ અને ડબ્લિન), ડી.એસસી., (મૉસ્કો) તેમજ ડી.લિટ., ડી.ફિલ તથા બાર-ઍટ-લૉનો સમાવેશ થાય છે. 1938માં તેઓ ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા. સનદી અધિકારી…
વધુ વાંચો >નજીબ (જનરલ), મહંમદ
નજીબ (જનરલ), મહંમદ (જ. 20 ફેબ્રુઆરી 1901, ખાર્ટુમ (સુદાન); અ. 28 ઑગસ્ટ 1984, કૅરો) : ઇજિપ્તના લશ્કરી અધિકારી અને રાજપુરુષ. 1952માં ઇજિપ્તના રાજવી ફારૂક પહેલાને પદભ્રષ્ટ કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નજીબે ઇઝરાયલની સામે ઇજિપ્તના થયેલ પરાજયના સમયે નોંધપાત્ર કામગીરી બજાવી તથા જમાલ અબ્દેલ નાસરની નેતાગીરી નીચેના રાષ્ટ્રવાદી લશ્કરી…
વધુ વાંચો >નડ્ડા, જગત પ્રકાશ
નડ્ડા, જગત પ્રકાશ (જ. 2 ડિસેમ્બર 1960, પટણા, બિહાર) : ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ, પૂર્વ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, હિમાચલપ્રદેશના પૂર્વ કૅબિનેટ મિનિસ્ટર. તેમનો પરિવાર મૂળ હિમાચલપ્રદેશમાંથી બિહાર રહેવા ગયો હતો. શાળા-કૉલેજનો અભ્યાસ પટણામાં કર્યો હતો અને પછી હિમાચલપ્રદેશ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. કૉલેજકાળમાં…
વધુ વાંચો >નરીમાન, ખુરશેદ ફરામજી
નરીમાન, ખુરશેદ ફરામજી [જ. 17 મે 1883, થાણે (મહારાષ્ટ્ર); અ. 4 ઑક્ટોબર 1948, મુંબઈ] : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા. વીર નરીમાન તરીકે જાણીતા. જન્મ મધ્યમવર્ગીય પારસી કુટુંબમાં થયો હતો. પિતા ફરામજી થોડો સમય જંજીરા સ્ટેટના દીવાન હતા અને પાછળથી તેમણે બેલગામમાં પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે કામ કર્યું હતું. ખુરશેદ નરીમાન તેમના ફુઆ અને…
વધુ વાંચો >નવમાનવવાદ (neo-humanism)
નવમાનવવાદ (neo-humanism) : માનવને કેન્દ્રમાં રાખીને સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે વ્યવસ્થાઓ અને વ્યવહારોનું કેવી રીતે નિર્માણ કરવું એની વ્યવસ્થિત વિચારણા કરતી વિચારધારા. એથીય વિશેષ માનવવાદ જગતને જોવાનો, સમજવાનો એક પરિપ્રેક્ષ્ય અથવા અભિગમ પણ છે. આમ તો, માનવવાદ માનવઇતિહાસ જેટલો જૂનો છે પણ એની ખાસ અભિવ્યક્તિ પ્રાચીન ગ્રીક ચિંતક પ્રોટાગોરાસના…
વધુ વાંચો >નવું ભારતીય સંસદ ભવન
નવું ભારતીય સંસદ ભવન : આત્મનિર્ભર અને પ્રગત ભારતનો પરિચય કરાવતી અત્યાધુનિક ઇમારત. આ ભવન ત્રિકોણાકારમાં બનાવેલું છે. અગાઉ 1927માં બનેલા જૂના સંસદ ભવનમાં લોકસભામાં વધુમાં વધુ 552 અને સેન્ટ્રલ હોલમાં વધુમાં વધુ 436 વ્યક્તિઓ બેસી શકે એટલી જ ક્ષમતા હતી. વધતી જતી વસ્તી અને નવા સીમાંકનને પરિણામે ભવિષ્યમાં સાંસદોની…
વધુ વાંચો >નહાસ પાશા મુસ્તફા
નહાસ પાશા મુસ્તફા (જ. 15 જૂન 1876, સમન્નુદ, ઇજિપ્ત; અ. 23 ઑગસ્ટ 1965, ઍલેક્ઝાન્ડ્રિયા) : ઇજિપ્તના મુત્સદ્દી. રાષ્ટ્રવાદી વફદ પક્ષના નેતા. 1952ની ક્રાંતિ સુધી ઇજિપ્તના રાજકારણમાં પ્રભાવશાળી વ્યક્તિ. તેઓ વ્યવસાયે વકીલ હતા. 1904માં નહાસની ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રચાયેલા વફદ પક્ષમાં તેઓ જોડાયા. 1927માં ઝઘલુલના મૃત્યુ…
વધુ વાંચો >