રાજ્યશાસ્ત્ર
હેલસિન્કી
હેલસિન્કી : ફિનલૅન્ડનું પાટનગર અને મોટામાં મોટું શહેર. સ્વીડિશ નામ હેલસિંગફોર્સ. તે ફિનલૅન્ડના દક્ષિણ કાંઠે ફિનલૅન્ડના અખાત પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 60° 10´ ઉ. અ. અને 24° 58´ પૂ. રે.. તે દેશનાં મુખ્ય બંદરો પૈકીનું એક છે તેમજ વેપાર-વાણિજ્યનું અને સાંસ્કૃતિક મથક પણ છે. આ શહેરની આજુબાજુનો અખાત…
વધુ વાંચો >હૅલિફૅક્સ સેવિલ જ્યૉર્જ
હૅલિફૅક્સ, સેવિલ જ્યૉર્જ (જ. 11 નવેમ્બર 1633, થૉર્નહિલ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 5 એપ્રિલ 1695, લંડન) : બ્રિટનના રાજનીતિજ્ઞ અને રાજકીય નિબંધકાર. ઇંગ્લૅન્ડ ઉપરાંત ફ્રાન્સ અને ઇટાલીમાં પણ તેમણે શિક્ષણ લીધું હતું. ક્રૉમવેલના મૃત્યુ પછી ચાર્લ્સ બીજાને માટે તેમણે કામ કર્યું. 1669માં કમિશનર ઑવ્ ટ્રેડ તરીકે તેમની નિમણૂક થઈ. 1672માં તેઓ…
વધુ વાંચો >હેલ્વેશિયસ ક્લૉડ એડ્રિયન
હેલ્વેશિયસ ક્લૉડ એડ્રિયન (જ. 26 જાન્યુઆરી 1715, પૅરિસ; અ. 26 ડિસેમ્બર 1771, વોરે, ફ્રાંસ) : ફ્રેંચ લેખક, ચિંતક અને એન્સાયક્લોપીડિટ્સ. જેમની નૈતિક અને સામાજિક વિચારસરણીએ ઉપયોગિતાવાદની ચિંતનની શાખા વિકસાવી. આ શાખાના પિતા તરીકે જર્મી બેન્થામનું નામ જાણીતું છે. જોકે બેન્થામે તેના વૈચારિક પ્રભાવનો સ્વીકાર કર્યો છે. પૅરિસમાં જન્મેલા આ ચિંતકના…
વધુ વાંચો >હેસ વૉલ્ટર રિચાર્ડ રુડોલ્ફ
હેસ, વૉલ્ટર રિચાર્ડ રુડોલ્ફ (જ. 26 એપ્રિલ 1894, ઍલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત; અ. 17 ઑગસ્ટ 1987, વેસ્ટ બર્લિન, જર્મની) : જર્મનીના નિષ્ઠાવાન નેતા અને હિટલરના નિકટના સાથી. હિટલરના ડેપ્યુટી તરીકે જાણીતા રુડોલ્ફ એક જર્મન વેપારી કુટુંબના ફરજંદ હતા. વૉલ્ટર રિચાર્ડ રુડોલ્ફ હેસ પ્રથમ વિશ્વયુદ્ધમાં પહેલાં તેમણે જર્મન લશ્કરમાં કામ કર્યું. પાછળથી તેઓ…
વધુ વાંચો >હોક્ષા એન્વર
હોક્ષા, એન્વર (જ. 16 ઑક્ટોબર 1908, ગિરોકાસ્ટર, ઑટોમન સામ્રાજ્ય; અ. 11 એપ્રિલ 1985, તિરાના, આલ્બેનિયા) : આલ્બેનિયાના વડાપ્રધાન અને સામ્યવાદી પક્ષના નેતા. આલ્બેનિયા બીજા વિશ્વયુદ્ધ પછીથી કોઈ ને કોઈ સ્વરૂપમાં વર્તમાનપત્રોમાં ચમકતું રહ્યું જ છે. હોક્ષા 1908માં એક મધ્યમ વર્ગના મુસલમાન કુટુંબમાં જન્મ્યા હતા. 1930થી 1936માં પૅરિસમાં અભ્યાસ કરતા કરતા…
વધુ વાંચો >હો–ચી–મિન્હ
હો–ચી–મિન્હ (જ. 19 મે 1890, હોઆંગ ટ્રુ, મધ્ય વિયેટનામ; અ. 3 સપ્ટેમ્બર 1969, હાનોઈ) : વિયેટનામના ક્રાંતિકારી સામ્યવાદી નેતા અને ડેમોક્રૅટિક રિપબ્લિક ઑવ્ વિયેટનામ એટલે ઉત્તર વિયેટનામના પ્રમુખ 1945થી 1969 સુધી. તેમનું મૂળ નામ ગુયેન ધેટ થાન હતું. હોના લશ્કરે 1954માં વિયેટનામના ફ્રેન્ચ શાસકોને હરાવ્યા ત્યારે તેઓ લોકપ્રિય થયા. પચાસ…
વધુ વાંચો >હૉબહાઉસ લિયોનાર્ડ ટ્રિલાનવે
હૉબહાઉસ, લિયોનાર્ડ ટ્રિલાનવે (જ. 8 સપ્ટેમ્બર 1864, સેંટ આઇવ્સ કોર્નવાલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જૂન 1929, એવેન્કોન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સમાજશાસ્ત્રી અને ચિંતક, જેમણે નૂતન ઉદારમતવાદના વિચારો વ્યક્ત કર્યા. તેમણે ઉદારમતવાદના ચિંતનમાં કેટલાંક નવાં પરિમાણો ઉમેરી નૂતન ઉદારમતવાદનું ચિંતન રજૂ કર્યું. ઉદારમતવાદી સામાજિક સુધારાઓને વિશેષ રૂપે તેમણે રજૂ કર્યા. સામાજિક પ્રગતિને…
વધુ વાંચો >હૉબ્સ થોમસ
હૉબ્સ, થોમસ (જ. 5 એપ્રિલ 1588, વેસ્ટ પૉર્ટ, વિલ્ટશાયર, ઇંગ્લૅન્ડ; અ. 4 ડિસેમ્બર 1679, હાર્વીક હોલ, ડર્બિશાયર) : અંગ્રેજ તત્વચિંતક તથા રાજકીય સિદ્ધાંતકાર અને રાજ્યની ઉત્પત્તિના સામાજિક કરારના સિદ્ધાંતનો પાયાનો ચિંતક. દાર્શનિક ચિંતન અને નૈસર્ગિક વિજ્ઞાન વચ્ચેની આંતરક્રિયા થકી જગતનો ગાણિતિક યંત્રવાદી અભિગમ વિકસાવનારા જે ગણ્યાગાંઠ્યા ચિંતકો 17મી સદીમાં થઈ…
વધુ વાંચો >હ્યુગોનોટ
હ્યુગોનોટ : સોળમી સદીની મધ્યમાં ફ્રાન્સમાં વિકસેલ પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના અનુયાયીઓ. યુરોપમાં નવજાગૃતિ અને ધર્મસુધારણાની ચળવળના પગલે 1517માં જર્મનીમાં ધર્મસુધારણા ચાલી ત્યારે ખ્રિસ્તી રોમન કૅથલિક સંપ્રદાયના અતિરેકોને માર્ટિન લ્યુથરે પડકાર્યા. કૅથલિક સંપ્રદાય વિરુદ્ધની હવા અને માર્ટિન લ્યુથરનાં લખાણોનો પ્રભાવ સમગ્ર યુરોપમાં ફરી વળ્યો હતો. આ પ્રભાવ હેઠળ ફ્રાન્સમાં સુધારાવાદી આંદોલન શરૂ…
વધુ વાંચો >