રાજ્યશાસ્ત્ર
સ્ટ્રેસમન ગુસ્તાવ
સ્ટ્રેસમન, ગુસ્તાવ (જ. 10 મે 1878, બર્લિન; અ. 3 ઑક્ટોબર 1929, બર્લિન) : જર્મનીના ઉદારમતવાદી મુત્સદ્દી, દેશના પૂર્વ ચાન્સેલર અને વિદેશપ્રધાન તથા વર્ષ 1926ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. મધ્યમ વર્ગમાં જન્મ. પિતા બર્લિનમાં હોટલ ચલાવતા તથા દારૂનું વેચાણ કરતા. કૉલેજ-કારકિર્દી દરમિયાન સ્ટ્રેસમને વિદ્યાર્થી ચળવળમાં સક્રિય ભાગ ભજવેલો. ઉચ્ચશિક્ષણ બર્લિન…
વધુ વાંચો >સ્થાનિક સ્વરાજ
સ્થાનિક સ્વરાજ : જે તે વિસ્તારમાં, ત્યાંના લોકો પોતે શાસન ચલાવે તેવી પદ્ધતિ. સ્થાન ઉપરથી સ્થાનિક શબ્દ બનેલો છે. સ્વરાજ એટલે લોકોનું પોતાનું શાસન. ગામ કે શહેરમાં વસતા લોકો પોતાના ગામ કે શહેરનો વહીવટ પોતે કે પોતાના પ્રતિનિધિઓ મારફત કરે એને લોકોનું પોતાનું રાજ કે સ્થાનિક સ્વરાજ કહેવાય છે. આવી…
વધુ વાંચો >સ્થાનિકીકરણ (localization)
સ્થાનિકીકરણ (localization) : કોઈ પણ સ્થળનું જુદાં જુદાં પરિબળોના સંદર્ભમાં મૂલવવામાં આવતું તેના સ્થાનની દૃષ્ટિએ ભૌગોલિક મહત્વ. મૂળભૂત રીતે આ મહત્વ બે પ્રકારે દર્શાવાય : (i) અક્ષાંશ–રેખાંશથી સ્થાનની ચોક્કસ જગા દર્શાવાય, (ii) નજીકનાં મુખ્ય સ્થળોના સંદર્ભમાં વિશેષ સ્થાન. પહેલા પ્રકારમાં સ્થાન પરત્વે આબોહવા, વનસ્પતિ અને માનવપ્રવૃત્તિઓનો સમાવેશ થાય; જ્યારે બીજા…
વધુ વાંચો >સ્પૅનિશ આંતરવિગ્રહ
સ્પૅનિશ આંતરવિગ્રહ : 1936થી 1939 સુધી સ્પેનમાં ચાલેલો વિગ્રહ. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–1918)માં સ્પેન કોઈ પણ પક્ષે જોડાયું ન હતું. તે સમયે સ્પેનમાં સંસદીય સરકાર અમલમાં હતી. યુદ્ધ સમયે ત્યાં આલ્ફોન્ઝો 13માનું શાસન હતું. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ સ્પેનની આંતરિક અર્થવ્યવસ્થા તૂટવા લાગી હતી. આર્થિક મંદી, હડતાળો તેમજ સામ્યવાદની અસરો માલૂમ પડવા…
વધુ વાંચો >સ્પેન્સર હર્બર્ટ
સ્પેન્સર, હર્બર્ટ (જ. 27 એપ્રિલ 1820, ડર્બી, ઇંગ્લૅન્ડ; અ. 1903) : વિક્ટોરિયન યુગના બહુમુખી પ્રતિભા ધરાવતા ચિંતક. સ્પેન્સરે વિક્ટોરિયન યુગ તરીકે જાણીતા સમયમાં જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ખૂબ અસરકારક રીતે ભજવી પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. એ રીતે તેઓ 19મી સદીના એક ઉત્કૃષ્ટ પ્રતિભાવંત…
વધુ વાંચો >સ્મટ્સ યાન ક્રિશ્ચિયન
સ્મટ્સ, યાન ક્રિશ્ચિયન (જ. 24 મે 1870, બોવનપ્લાટ્ટસ, કેપ કૉલોની, દક્ષિણ આફ્રિકા; અ. 11 સપ્ટેમ્બર 1950, ઈરેને, પ્રીટોરિયા, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના રાજનીતિજ્ઞ, વડા સેનાપતિ અને વડાપ્રધાન (1919 –24, 1939–48). ડચ વાંશિકતા ધરાવતા આ બાળકનો ઉછેર ખેતરો અને ખેતીની કામગીરી વચ્ચે થયેલો. પરિણામે પ્રકૃતિપ્રેમ અને ભૂમિપ્રેમ સહજ રીતે કેળવાયેલો.…
વધુ વાંચો >સ્મિથ ઈયાન ડગ્લાસ
સ્મિથ, ઈયાન ડગ્લાસ (જ. 8 એપ્રિલ 1919, સેલ્યુક્વે, રહોડેશિયા, હવે શુરુગ્વી, ઝિમ્બાબ્વે; અ. 20 નવેમ્બર 2007, કેપટાઈન, દક્ષિણ આફ્રિકા) : 1964થી 1978 સુધી રહોડેશિયાના વડાપ્રધાન. રહોડેશિયા હવે ઝિમ્બાબ્વે કહેવાય છે. સ્મિથ 1948થી 1953 સુધી દક્ષિણ રહોડેશિયાની સંસદના સભ્ય હતા. 1953થી 1961 સુધી ફેડરેશન ઑવ્ રહોડેશિયા ઍન્ડ ન્યાસાલૅન્ડની સમવાયી ધારાસભાના સભ્ય…
વધુ વાંચો >સ્વતંત્ર પક્ષ
સ્વતંત્ર પક્ષ : મુક્ત અર્થતંત્રની હિમાયત કરતાં લાઇસન્સ-પરમિટરાજની નાબૂદી ચાહતો ઑગસ્ટ, 1959માં સ્થપાયેલો રાજકીય પક્ષ. ભારતની સંસદીય લોકશાહીના પ્રારંભે કૉંગ્રેસ પક્ષે ડાબેરી વલણોને વેગ આપી દેશને સમાજવાદની દિશામાં લઈ જવાનું ધ્યેય સ્વીકાર્યું. 1955માં અવાડી અધિવેશનમાં ‘સમાજવાદી ઢબની સમાજરચના’ (socialistic pattern of society) રચવાની ઘોષણા કરવામાં આવી. 1957માં ઇંદોર અધિવેશનમાં ‘સમાજવાદી…
વધુ વાંચો >સ્વદેશી આંદોલન
સ્વદેશી આંદોલન : વિલાયતી-વિદેશી માલના બહિષ્કારનું આંદોલન. સ્વદેશીનું આંદોલન આ દેશમાં સૌપ્રથમ 1905માં શરૂ થયું. 1905માં બંગાળના ભાગલા તે વખતના વાઇસરૉયે પાડ્યા તેથી બંગભંગનું આંદોલન શરૂ થયું. તેની સાથે લોકોને લાગવા માંડ્યું કે આ ભાગલા આપણે વિલાયતી માલ વાપરીએ છીએ તેને કારણે છે, એટલે એ માલના બહિષ્કાર રૂપે સ્વદેશીનું આંદોલન…
વધુ વાંચો >સ્વરાજ
સ્વરાજ : પોતાનું રાજ. ભારતના રાજકીય ઇતિહાસના સંદર્ભમાં આ એક રાજકીય પરિમાણ ધરાવતો શબ્દપ્રયોગ છે. ભારત પરના અંગ્રેજોના શાસનને દૂર કરીને પ્રજાકીય–લોકશાહી શાસન સ્થાપવામાં આવે તે સ્વરાજ એવો તેનો અર્થ ઘટાવવામાં આવ્યો હતો. તેના વિકલ્પે સ્વાતંત્ર્ય અને આઝાદી જેવા શબ્દો પણ પ્રયોજાયા છે. એ બધાનો અર્થ એક જ થાય છે…
વધુ વાંચો >