રાજ્યશાસ્ત્ર
સિન્હા, યશવંત
સિન્હા, યશવંત (જ. 6 નવેમ્બર 1937, પટણા, બિહાર) : પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી, પૂર્વ કેન્દ્રીય વિદેશમંત્રી, નિવૃત્ત આઈએએસ અધિકારી, તૃણમૂલ કૉંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. 1958માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયેલા યશવંત સિન્હા 1960માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં પાસ થઈને આઈએએસ બન્યા હતા. 1984 સુધી સરકારના વિવિધ વિભાગોમાં ઉચ્ચ અધિકારી તરીકે કાર્ય કરનારા…
વધુ વાંચો >સિબ્બલ, કપિલ
સિબ્બલ, કપિલ (જ. 8 ઑગસ્ટ, 1949, જલંધર, પંજાબ, ભારત) : ભારતના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને કોંગ્રેસના પૂર્વ પીઢ રાજકારણી. હાલ રાજ્યસભામાં સાંસદ. પિતા હિરાલાલ સિબ્બલ, જેમને આંતરરાષ્ટ્રીય બાર એસોસિયેશન દ્વારા વર્ષ 1994માં ‘કાયદા ક્ષેત્રમાં જીવંત દંતકથા સમાન વ્યક્તિ’ ગણાવ્યા છે. પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ચંડીગઢમાં સેન્ટ જોહન્સ હાઈસ્કૂલમાંથી મેળવ્યું. દિલ્હીમાં…
વધુ વાંચો >સિમલા કરાર
સિમલા કરાર : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા ગાળાની શાંતિ સ્થાપવા માટે 3જી જુલાઈ, 1972ના રોજ સિમલા ખાતે થયેલો કરાર. ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં વારંવાર સિમલા કરારનો ઉલ્લેખ થાય છે. પ્રશ્ન એ છે કે આ કરાર પર બંને દેશોના વડાઓએ સહી કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના સંચાલનમાં તેને…
વધુ વાંચો >સિયેટો (South East Asia Treaty Organization)
સિયેટો (South East Asia Treaty Organization) : સામ્યવાદનો ફેલાવો રોકવા અને એશિયાખંડમાં પ્રાદેશિક સલામતીની વ્યવસ્થા સ્થાપવા માટેની વિવિધ દેશો વચ્ચેની સામૂહિક સંરક્ષણ સંધિ, જેનું નેતૃત્વ અમેરિકાએ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછીની અમેરિકાની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય સોવિયેત સંઘની રાજકીય, લશ્કરી, આર્થિક વગના વધતા વિસ્તારને રોકવાનું (containment) હતું. 1947માં ટ્રુમેને જાહેરાત કરેલી…
વધુ વાંચો >સિંધસભા (1882)
સિંધસભા (1882) : સિંધમાં નવચેતનાનો સંચાર કરવા સ્થપાયેલી સંસ્થા. સન 1843માં અંગ્રેજોએ સિંધ કબજે કર્યા બાદ ત્યાં નવયુગનું મંડાણ થયું હતું. શિક્ષણનો પ્રસાર વધતાં અને પ્રબુદ્ધ લોકોને નવયુગનાં એંધાણ દેખાતાં સદીઓથી વિધર્મી શાસન તળે કચડાયેલા સમાજમાં પ્રસરેલાં દરિદ્રતા, અંધવિશ્ર્વાસ અને કુરિવાજો નિવારવા આ પ્રબુદ્ધ લોકોએ જાગૃતિ દર્શાવી હતી. કોલકાતામાં બ્રહ્મોસમાજ…
વધુ વાંચો >સિંધિયા, જ્યોતિરાદિત્ય
સિંધિયા, જ્યોતિરાદિત્ય (જ. 1 જાન્યુઆરી 1971, મુંબઈ) : જાણીતા રાજકારણી. તેમનો જન્મ કુર્મી મરાઠા પરિવારમાં થયો હતો. પિતા માધવરાવ સિંધિયા અને માતા માધવી રાજે સિંધિયા. તેઓ સિંધિયા ગ્વાલિયર રજવાડાના છેલ્લા મહારાજા જીવાજીરાવ સિંધિયાના પૌત્ર છે. તેમના પિતા માધવરાવ સિંધિયા રાજીવ ગાંધીની સરકારમાં મંત્રી હતા. 30 સપ્ટેમ્બર 2001ના રોજ, ઉત્તરપ્રદેશમાં એક…
વધુ વાંચો >સિંહ, (ડૉ.) મનમોહન
સિંહ, (ડૉ.) મનમોહન (જ. 26 સપ્ટેમ્બર 1932, ગાહ, પંજાબ (હાલ પાકિસ્તાનમાં)) : વિદ્વાન અધ્યાપક, અર્થશાસ્ત્રી, ભારતમાં આર્થિક ઉદારીકરણની ની પ્રખર પુરસ્કર્તા અને ભારતના પૂર્વ નાણામંત્રી અને વડાપ્રધાન. તેઓ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ફરીથી ચૂંટાયા હોય તેવા જવાહરલાલ નહેરુ પછીના પહેલા વડાપ્રધાન. પિતા ગુરમુખ સિંહ અને માતા અમૃત…
વધુ વાંચો >સિંહ, રાજનાથ
સિંહ, રાજનાથ (જ. 10 જુલાઈ 1951, બાભોરા, ઉત્તર પ્રદેશ) : ભારતીય જનતા પાર્ટીના 8મા અધ્યક્ષ અને ભારતના 29મા સંરક્ષણ પ્રધાન. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા રામ બદન સિંહ અને માતા ગુજરાતી દેવી. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમના ગામની સ્થાનિક શાળામાંથી મેળવ્યું અને ગોરખપુર યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી. તેઓ…
વધુ વાંચો >સિંહ રામજી
સિંહ રામજી પ્રો. ડૉ. (જ. 20 ડિસેમ્બર 1931, ઇંદ્રરૂખ, બિહાર) : રાજસ્થાનના લાડનૂ સ્થિત જૈન વિશ્વભારતી યુનિવર્સિટીના પૂર્વકુલપતિ, પૂર્વસાંસદ, ગાંધીયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટડીઝ-વારાણસીના પૂર્વનિર્દેશક. સ્વાતંત્ર્યસેનાની. પદ્મશ્રીથી સન્માનિત લેખક અને સંશોધક. રામજી સિંહનો જન્મ બિહારના મુંગેર જિલ્લામાં આવેલા ઇંદ્રરૂખ ગામમાં થયો હતો. 1942માં ગાંધીજીના ‘અંગ્રેજો ભારત છોડો આંદોલન’માં તેમણે ભાગ લીધો હતો.…
વધુ વાંચો >સિંહા અનુગ્રહ નારાયણ
સિંહા, અનુગ્રહ નારાયણ (જ. 18 જૂન 1887, પોઈઆનવર, જિલ્લો ગયા, બિહાર; અ. 5 જુલાઈ 1957, પટણા) : સ્વાતંત્ર્યસૈનિક, બિહાર રાજ્યના નાણાપ્રધાન અને સમાજસુધારક. તેમનો જન્મ રજપૂત જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી વિપુલ શારીરિક તાકાત ધરાવતા હતા અને જિલ્લાના જાણીતા કુસ્તીબાજ હતા. અનુગ્રહ નારાયણના પિતા આધુનિક શિક્ષણ આપવામાં માનતા ન…
વધુ વાંચો >