રાજ્યશાસ્ત્ર

સિંહ રામજી

સિંહ રામજી પ્રો. ડૉ. (જ. 20 ડિસેમ્બર 1931, ઇંદ્રરૂખ, બિહાર) : રાજસ્થાનના લાડનૂ સ્થિત જૈન વિશ્વભારતી યુનિવર્સિટીના પૂર્વકુલપતિ, પૂર્વસાંસદ, ગાંધીયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટડીઝ-વારાણસીના પૂર્વનિર્દેશક. સ્વાતંત્ર્યસેનાની. પદ્મશ્રીથી સન્માનિત લેખક અને સંશોધક. રામજી સિંહનો જન્મ બિહારના મુંગેર જિલ્લામાં આવેલા ઇંદ્રરૂખ ગામમાં થયો હતો. 1942માં ગાંધીજીના ‘અંગ્રેજો ભારત છોડો આંદોલન’માં તેમણે ભાગ લીધો હતો.…

વધુ વાંચો >

સિંહ, (જનરલ) વી. કે.

સિંહ, (જનરલ) વી. કે. (જ. 10 મે, 1951, પૂણે) : ભારતીય સેનાના પૂર્વ ફોર-સ્ટાર જનરલ અને ગાઝિયાબાદ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ. સૈન્ય અધિકારીમાંથી રાજકારણના મેદાનમાં ઉતરેલા પૂર્વ ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ વિજય કુમાર સિંહ હાલ મિઝોરમના રાજ્યપાલ છે. કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળમાં રાજ્યકક્ષાના માર્ગપરિવહન અને રાજમાર્ગમંત્રી તથા રાજ્યકક્ષાના નાગરિક…

વધુ વાંચો >

સિંહા અનુગ્રહ નારાયણ

સિંહા, અનુગ્રહ નારાયણ (જ. 18 જૂન 1887, પોઈઆનવર, જિલ્લો ગયા, બિહાર; અ. 5 જુલાઈ 1957, પટણા) : સ્વાતંત્ર્યસૈનિક, બિહાર રાજ્યના નાણાપ્રધાન અને સમાજસુધારક. તેમનો જન્મ રજપૂત જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી વિપુલ શારીરિક તાકાત ધરાવતા હતા અને જિલ્લાના જાણીતા કુસ્તીબાજ હતા. અનુગ્રહ નારાયણના પિતા આધુનિક શિક્ષણ આપવામાં માનતા ન…

વધુ વાંચો >

સિંહાનુક નોરોદોમ

સિંહાનુક નોરોદોમ (જ. 31 ઑક્ટોબર 1922, ફેનોમ પેન્હ, કંબોડિયા) : કંબોડિયાના રાજા, વડાપ્રધાન, રાજ્યના વડા અને પ્રમુખ. તેમનું પૂરું નામ સામદેહ પ્રીચ નોરોદોમ સિંહાનુક. 1941માં માત્ર 18 વર્ષની વયે તેઓ ગાદીનશીન થયા હતા. 1955 સુધી તેઓ રાજા રહ્યા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન જાપાનના ઉત્તેજનથી તેમણે કંબોડિયાની સ્વતંત્રતા ઘોષિત કરી; પરંતુ…

વધુ વાંચો >

સિંહા સત્યેન્દ્ર પ્રસન્ન (લૉર્ડ)

સિંહા, સત્યેન્દ્ર પ્રસન્ન (લૉર્ડ) (જ. 28 માર્ચ 1863, રાયપુર, જિ. બિરભૂમ; અ. 5 માર્ચ 1928, બરહામપોર) : કૉંગ્રેસના પ્રમુખ, બિહાર અને ઓરિસા પ્રાંતના ગવર્નર, હાઉસ ઑવ્ લૉર્ડઝના સભ્ય, અન્ડર સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા. સત્યેન્દ્ર પ્રસન્નનો જન્મ સમૃદ્ધ કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સિથિકાન્ત અને માતાનું નામ મનમોહિનીદેવી…

વધુ વાંચો >

સી.આઇ.એ. (CIA)

સી.આઇ.એ. (CIA) : અમેરિકામાં નૅશનલ સિક્યુરિટી ઍક્ટ (NSA) હેઠળ સ્થાપવામાં આવેલ સરકાર હસ્તકની ગુપ્તચર સંસ્થા. સ્થાપના : 1947. પૂર્ણ નામ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી. મુખ્ય કાર્યાલય વૉશિંગ્ટન ડી. સી. ખાતે. મુખ્ય કાર્ય દેશની અન્ય ગુપ્તચર એજન્સીઓ દ્વારા રાષ્ટ્રીય સલામતીને લગતી પ્રાપ્ત બાતમીઓનું સંકલન, મૂલ્યાંકન તથા પ્રસાર કરવા અને તેને આધારે દેશના…

વધુ વાંચો >

સીતારામન, નિર્મલા

સીતારામન, નિર્મલા (જ. 18 ઓગસ્ટ, 1959, મદુરાઈ) : ભારત સરકારમાં વર્તમાન નાણાં મંત્રી, ઇન્દિરા ગાંધી પછી નાણાં મંત્રી બનેલા બીજા ભારતીય મહિલા અને પૂર્ણકક્ષાના નાણાં મંત્રી બનેલા પ્રથમ ભારતીય મહિલા. દેશના 18મા નાણાં મંત્રી. તમિળ આયંગર પરિવારમાં જન્મ. પિતા નારાયણન સીતારામન અને માતા સાવિત્રી. પિતા ભારતીય રેલવેમાં કર્મચારી હતાસ્વામી કોલેજમાં…

વધુ વાંચો >

સી.બી.આઇ.

સી.બી.આઇ. : ભારતની અગ્રેસર પોલીસ-તપાસ એજન્સી. બ્રિટિશ શાસનકાળ દરમિયાન બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના ગાળામાં ભારત સરકારનાં યુદ્ધને લગતાં તત્કાલીન ખાતાંઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લાંચરુશવતના કિસ્સાઓની તપાસ કરવા માટે તત્કાલીન યુદ્ધખાતા હેઠળ 1941માં સ્થાપવામાં આવેલ સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ(SPE)ના અનુગામી તરીકે હવે સી.બી.આઇ. નામનું આ સંગઠન ભારતમાં કાર્ય કરે છે. 1946ના પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટની…

વધુ વાંચો >

સુકર્ણો

સુકર્ણો (જ. 6 જૂન 1901, બ્લિટાર, પૂર્વ જાવા; અ. 21 જૂન 1970, જાકાર્તા, ઇન્ડોનેશિયા) : ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા અને 1945થી 1967 સુધી ઇન્ડોનેશિયાના પ્રમુખ. તેમના પિતા શાળાના શિક્ષક હતા. તેમના પિતાએ તેમને પાશ્ર્ચાત્ય પદ્ધતિનું શિક્ષણ આપ્યું હતું. તેમણે પોતાનાથી મોટી ઉંમરની શ્રીમંત વિધવા સાથે લગ્ન કર્યાં. પાછળથી તેમણે બીજી કેટલીક…

વધુ વાંચો >

સુનક ઋષિ

સુનક ઋષિ (જ. 12 મે 1980, સાઉધમ્પટન, ઇંગ્લેન્ડ) : બ્રિટનના ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન. સુનકનો  જન્મ ભારતીય મૂળના માતાપિતાને ત્યાં થયો હતો. ઋષિ, સંજય અને રાખી એમ ત્રણ ભાઈબહેનમાં ઋષિ સૌથી મોટા છે. ટાન્ઝાનિયામાં જન્મેલાં માતા ઉષા સુનક ફાર્માસિસ્ટ હતાં. કેન્યામાં જન્મેલા પિતા યશવીર સુનક ડૉક્ટર તરીકે કાર્યરત હતા. 1960ના…

વધુ વાંચો >