રસાયણશાસ્ત્ર
સોડિયમ સલ્ફાઇડ
સોડિયમ સલ્ફાઇડ : પીળા, પીળા-લાલ અથવા ઈંટ જેવા લાલ રંગનો ઘન પદાર્થ. રાસાયણિક સૂત્ર : Na2S (અસ્ફટિકમય) (anhydrous) અને Na2S·9H2O (જલયોજિત) (hydrated). સોડિયમ સલ્ફેટ(salt cake, Na2SO4)ને બારીક વાટેલા કોક (કાર્બન) સાથે ઊંચા તાપમાને ગરમ કરવાથી સોડિયમ સલ્ફેટનું અપચયન (reduction) થઈ તે સોડિયમ સલ્ફાઇડમાં ફેરવાય છે અને કાર્બન મૉનોક્સાઇડ (CO) વાયુ…
વધુ વાંચો >સોડિયમ સલ્ફેટ અથવા ગ્લોબર લવણ(Glauber Salt)
સોડિયમ સલ્ફેટ અથવા ગ્લોબર લવણ(Glauber Salt) : સોડિયમ આયન (Na+) અને સલ્ફેટ મૂલક(SO42–)નો બનેલો અકાર્બનિક પદાર્થ. સંજ્ઞા Na2SO4. તે એક સફેદ સ્ફટિકમય સંયોજન છે, જે નિર્જલ સોડિયમ સલ્ફેટ તરીકે જાણીતો છે. તે ગંધવિહીન, સ્વાદે કડવો લવણીય પદાર્થ છે. ઘનતા 2.67; ગ.બિં. 888° સેં. તે પાણીમાં તથા ગ્લિસેરોલમાં દ્રાવ્ય પરંતુ આલ્કોહૉલમાં…
વધુ વાંચો >સોડિયમ સાયનાઇડ (sodium cyanide)
સોડિયમ સાયનાઇડ (sodium cyanide) : અકાર્બનિક અને કાર્બનિક રસાયણમાં તથા ઘણી ધાતુકર્મીય (metallurgical) પ્રવિધિઓમાં ઉપયોગી એવું અગત્યનું સંયોજન. રાસાયણિક સૂત્ર NaCN. 1965 સુધી સોડિયમ સાયનાઇડના ઉત્પાદન માટે કાસ્ટનર (Castner) પ્રવિધિ વપરાતી હતી. તેમાં સોડામાઇડ(NaNH2)માંથી તે બનાવવામાં આવતો હતો. સોડિયમ (Na) ધાતુ અને એમોનિયા (NH3) વચ્ચેની પ્રક્રિયાથી સોડામાઇડ બને છે. Na…
વધુ વાંચો >સોડિયમ સિલિકેટ (sodium silicate)
સોડિયમ સિલિકેટ (sodium silicate) : વિવિધ સિલિસિક ઍસિડના સોડિયમ ક્ષારો. ઘણા સોડિયમ સિલિકેટ જાણીતા છે. સોડિયમ કાર્બોનેટ અને સિલિકા(SiO2, શુદ્ધ રેતી)ના સંગલન(fusion)થી જે વિવિધ નીપજો મળે છે તેમાં Na : Siનો ગુણોત્તર લગભગ 4 : 1થી 1 : 4નો જોવા મળે છે. કેટલાક સિલિકેટ જળયુક્ત (hydrated) પણ હોય છે. આ…
વધુ વાંચો >સોડિયમ હાઇડ્રૉક્સાઇડ (sodium hydroxide)
સોડિયમ હાઇડ્રૉક્સાઇડ (sodium hydroxide) : કૉસ્ટિક સોડા તરીકે જાણીતો સફેદ, અર્ધપારદર્શક (transluscent), ભેજદ્રવિત (deliquescent), ઘન પદાર્થ. સોડિયમ ધાતુ, તેના ઑક્સાઇડ કે પેરૉક્સાઇડ પર પાણીની પ્રક્રિયાથી તે ઉત્પન્ન થાય છે. અગાઉ તેનું ઉત્પાદન ગોસેગ(gossage)ની પદ્ધતિ દ્વારા કરવામાં આવતું હતું. આ પદ્ધતિ લાઇમ-સોડા અથવા કૉસ્ટિસાઇઝિંગ પદ્ધતિ તરીકે પણ ઓળખાતી હતી. તેમાં સોડિયમ…
વધુ વાંચો >સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ
સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ : શક્તિશાળી અપચાયક ઘન પદાર્થ. તે સોડિયમ હાઇપોસલ્ફાઇટ (hyposulphite) અથવા સોડિયમ ડાઇથાયૉનેટ (dithionate) તરીકે પણ ઓળખાય છે. તેને વિવિધ રીતે બનાવી શકાય છે : (i) ઝિંકની ભૂકી ભભરાવેલા પાણીમાં શુદ્ધ સલ્ફર ડાયૉક્સાઇડ વાયુ પસાર કરવાથી ઝિંક હાઇડ્રોસલ્ફાઇટ મળે છે : Zn + 2SO2 → ZnS2O4 ઝિંક હાઇડ્રોસલ્ફાઇટના દ્રાવણમાં સોડિયમ…
વધુ વાંચો >સોડી ફ્રેડરિક (Soddy Frederick)
સોડી, ફ્રેડરિક (Soddy, Frederick) (જ. 2 સપ્ટેમ્બર 1877, ઇસ્ટબૉર્ન, સસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 22 સપ્ટેમ્બર 1956, બ્રાઇટન, સસેક્સ) : રૂથરફોર્ડ સાથે વિકિરણધર્મી ક્ષય(radioactive decay)નો સિદ્ધાંત સૂચવનાર, અગ્રણી સિદ્ધાંતવિદ (theorist) અને 1921ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કાર-વિજેતા. તેઓ એક અચ્છા પ્રયોગકર્તા (experimenter) હતા. પિતાનાં સાત બાળકોમાં સૌથી નાના સોડીએ પ્રથમ વેલ્સમાં અને ત્યારબાદ…
વધુ વાંચો >સૉલ્વે અર્નેસ્ટ (Solvay Ernest)
સૉલ્વે, અર્નેસ્ટ (Solvay, Ernest) (જ. 16 એપ્રિલ 1838, રિબૅક-રૉગ્નોન, બ્રસેલ્સ પાસે; અ. 26 મે 1922, બ્રસેલ્સ) : બેલ્જિયમના ઔદ્યોગિક રસાયણવિદ. કાચ અને સાબુ ઉદ્યોગમાં મોટા પાયે વપરાતા સોડા-ઍશ (ધોવાનો સોડા, સોડિયમ કાર્બોનેટ) માટે વ્યાપારી ધોરણે પોસાય તેવી એમોનિયા-સોડા પ્રવિધિ વિકસાવવા માટે તેઓ પ્રખ્યાત છે. અર્નેસ્ટ સૉલ્વે સ્થાનિક શાળાઓમાં અભ્યાસ કર્યા…
વધુ વાંચો >સોહોની, કમલા
સોહોની, કમલા (જ. 18 જૂન 1911, ઈન્દોર; અ. 28 જૂન 1998, નવી દિલ્હી) : ફિલ્ડ્સ બાયોકેમિસ્ટ્રીના વૈજ્ઞાનિક, બ્રિટિશ યુનિવર્સિટીમાં વિજ્ઞાનમાં પીએચ.ડી. મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા. કમલા સોહોનીના પિતા નારાયણરાવ ભાગવત તેમજ તેના કાકા માધવરાવ ભાગવત રસાયણશાસ્ત્રી હતા. કમલા 1933માં બોમ્બે યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર(મુખ્ય) અને ભૌતિકશાસ્ત્ર(ગૌણ) વિષય સાથે સ્નાતક થયાં. ત્યારબાદ તેમણે…
વધુ વાંચો >