રમતગમત

બાકરે, તેજસ્ રવીન્દ્રભાઈ (જ. 12 મે 1981, અમદાવાદ, ગુજરાત) :

બાકરે, તેજસ્ રવીન્દ્રભાઈ (જ. 12 મે 1981, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતના સૌપ્રથમ અને એકમાત્ર ‘ઇન્ટરનૅશનલ માસ્ટર’નો ખિતાબ ધરાવતા યુવા ચેસ-ખેલાડી. ક્રિકેટ, ટેનિસ, સ્કેટિંગ અને સ્વિમિંગ જેવી રમતોના શોખીન તથા અભ્યાસમાં તેજસ્વી બુદ્ધિઆંક અને તીવ્ર ક્ષમતા ધરાવવા ઉપરાંત તે શાળા-અભ્યાસ દરમિયાન શૉટપુટ, ડિસ્ક થ્રો જેવી મેદાની રમતોમાં અને શ્રુતલેખન, વાચન અને…

વધુ વાંચો >

બાયૉન્ડી, મૅથ્યુ

બાયૉન્ડી, મૅથ્યુ (જ. 1965, મૉરેગો, સી.એ.) : નામી તરવૈયા. 1986માં યોજાયેલી વિશ્વ-ચૅમ્પિયનશિપમાં તેઓ 3 સુવર્ણચંદ્રક સહિત કુલ 7 ચંદ્રકોના વિજેતા બન્યા અને નવો વિક્રમ સ્થાપ્યો. 1988માં યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં તેઓ 5 સુવર્ણચંદ્રક સહિત કુલ 7 ચંદ્રકોના વિજેતા બન્યા. 1988માં ઑસ્ટિન ખાતે યોજાયેલી 100 મી.ની ફ્રીસ્ટાઇલ તરણસ્પર્ધામાં તેમણે 48.24 સેકન્ડનો વિશ્વવિક્રમ…

વધુ વાંચો >

બાસ્કેટ બૉલ

બાસ્કેટ બૉલ : એક વિદેશી રમત. આ રમતની શોધ અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યની સ્પ્રિંગફિલ્ડ શારીરિક શિક્ષણ તાલીમ કૉલેજના અધ્યાપક ડૉ. જેમ્સ નેયસ્મિથે ઈ.સ. 1891માં કરી હતી. ઓગણીસમી સદીના છેલ્લા દાયકાના મધ્ય ભાગમાં યુવાન વર્ગને ફાજલ સમયનો સદુપયોગ કરવા માટે ઇન્ડોર અને આઉટડોર રમી શકાય તેવી રમતની જરૂરિયાત હોવાથી ડૉ. નેયસ્મિથે આ…

વધુ વાંચો >

બિકિલા અબીબી

બિકિલા અબીબી (જ. 7 ઑગસ્ટ 1932, ઇથોપિયાના નાના ગામમાં; અ. 25 ઑક્ટોબર 1973) : મૅરેથોન દોડનો વિશ્વનો સમર્થ રમતવીર. અબીબીના પિતા ભરવાડ હતા અને તેને પર્વતો ઉપર રહેવાનું થતું હતું. અબીબી અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ્યો હતો. તેણે શરૂઆતનું જીવન પર્વતો ઉપર દરિયાની સપાટીથી 2,134 મીટરની ઊંચાઈ પર વિતાવ્યું હતું. પર્વત…

વધુ વાંચો >

બિલિયર્ડ

બિલિયર્ડ : એક વિદેશી રમત. આ રમતનું ઉદભવસ્થાન ફ્રાન્સ ગણાય છે. ઇંગ્લૅન્ડમાં આ રમત અંગ્રેજ ઉમરાવો પોતાનાં મકાનોમાં મનોરંજન માટે રમતા હતા. પછી આ રમત મકાનોમાંથી ક્લબોમાં રમાવા લાગી. ઇંગ્લૅન્ડમાંથી ભારતના રાજાઓ બિલિયર્ડની રમતને ભારતમાં લાવ્યા. સાધનસંપન્ન વ્યક્તિઓ ફુરસદના સમયમાં મનોરંજન માટે આ રમત રમતા. એકલી વ્યક્તિ પણ કલાકોના કલાકો…

વધુ વાંચો >

બિંદ્રા, અભિનવ

બિંદ્રા, અભિનવ (જ. 28 સપ્ટેમ્બર 1982, દહેરાદૂન, ઉત્તરાખંડ) : ઑલિમ્પિક સ્પર્ધાઓના 108 વર્ષના ઇતિહાસમાં ભારતને સૌપ્રથમ વાર વ્યક્તિગત હરીફાઈમાં સુવર્ણચંદ્રક મેળવી આપનાર નિશાનબાજ. ધનાઢ્ય પરિવારમાં જન્મ. પિતા અપજીત ઉદ્યોગપતિ અને માતા બબલી ઘરકામમાં વ્યસ્ત હોય છે. અભિનવનું શાલેય શિક્ષણ દહેરાદૂન અને ચંડીગઢ ખાતે સંપન્ન થયા બાદ ઉચ્ચ શિક્ષણ અમેરિકાની કોલોરાડો…

વધુ વાંચો >

બુલફાઇટ

બુલફાઇટ : માણસ તથા આખલા વચ્ચે લડાઈ રૂપે પ્રસ્તુત કરાતી રમત, આખલાયુદ્ધ. જોકે આ રમત અત્યંત ક્રૂર છે. તેમાં મોટેભાગે આખલાનો પ્રાણ લેવાય છે. કોઈ વાર માણસ પણ ભોગ બને છે. ધાર્મિક પરંપરા તરીકે વર્ણવાતી આ રમત સ્પેન, મૅક્સિકો તથા દક્ષિણ અમેરિકાના સ્પૅનિશભાષી દેશો પૂરતી મર્યાદિત છે. કોઈ કોઈ વાર…

વધુ વાંચો >

બુશનેલ, નૉલન

બુશનેલ, નૉલન (જ. 1943, ક્લ્પિર ફિલ્ડ, ઉટાહ, યુ.એસ.) : વીડિયો-ગેમના શોધક. તેઓ ઇજનેરીના વિદ્યાર્થી હતા અને ફાજલ સમયમાં મનોરંજન પાર્કમાં નોકરી કરતા હતા. કમ્પ્યૂટર-ગેમ તે વખતે કૉલેજોના મેનફ્રેમ કમ્પ્યૂટર પર જ સુલભ હતી. એ રમતને મનોરંજન અને વેપારી સ્થળોએ સુલભ કરી આપવાનો તેમણે નિર્ણય કર્યો. 1971માં માઇક્રોપ્રોસેસર ચિપ સૌપ્રથમ વાર…

વધુ વાંચો >

બૂમરાહ જસપ્રીત જસબીરસિંહ

બૂમરાહ જસપ્રીત જસબીરસિંહ (જ. 6 ડિસેમ્બર 1993, અમદાવાદ) : ભારતીય ક્રિકેટ ટીમનો આધારસ્તંભ સમાન અને સૌથી ઓછી ટેસ્ટ મેચ રમીને 200 વિકેટ લેનાર ભારતનો પ્રથમ ઝડપી બોલર. ભારતીય ક્રિકેટ ટીમમાં ‘જસ્સીભાઈ’ તરીકે પ્રસિદ્ધ બુમરાહનો જન્મ અમદાવાદમાં શીખ પરિવારમાં થયો. પિતા જસબીર સિંહ રસાયણનો વ્યવસાય કરતાં હતાં. સાત વર્ષની બાલ્યાવસ્થામાં જસપ્રીતે…

વધુ વાંચો >

બેઇલી, ટ્રેવર

બેઇલી, ટ્રેવર (જ. 1923, વેસ્ટક્લિફ ઑવ્ સી, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ) :  ઇંગ્લૅન્ડના જાણીતા ક્રિકેટ-ખેલાડી, લેખક અને બ્રૉડકાસ્ટર. તેઓ ઑલરાઉન્ડર ક્રિકેટ-ખેલાડી હતા અને 61 ટેસ્ટ મૅચોમાં રમ્યા હતા, જેના પરિણામે તેમને બાર્નેકલ બેઇલી એટલે કે ખડક જેવા અડગ બૅઇલીનું લાડકું નામ મળ્યું. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 2,200 ઉપરાંત રન કર્યા હતા તેમજ 132…

વધુ વાંચો >