રમણલાલ ક. ધારૈયા

નરસિંહગુપ્ત બાલાદિત્ય

નરસિંહગુપ્ત બાલાદિત્ય (સને 495–510) : મગધનો અંતિમ મહાન ગુપ્ત સમ્રાટ. સ્કન્દગુપ્તના અવસાન બાદ ગુપ્ત સામ્રાજ્યનું વિઘટન થયું અને સ્કન્દગુપ્તના વારસદારો ઉત્તર ભારતના જુદા જુદા પ્રદેશોમાં સ્વાયત્ત કે ખંડિયા રાજાઓ તરીકે શાસન કરતા હતા. નરસિંહગુપ્ત-બાલાદિત્ય પાંચમી સદીના અંતે અને છઠ્ઠી સદીના પ્રારંભે મગધમાં રાજ્ય કરતો હતો. ‘બાલાદિત્ય’ તેનો ખિતાબ હતો. માળવામાં…

વધુ વાંચો >

નવજાગૃતિ (Renaissance)

નવજાગૃતિ (Renaissance) : યુરોપમાં પ્રાચીન યુરોપીય સંસ્કૃતિઓના પુનર્જન્મથી વિવિધ ક્ષેત્રે થયેલ પરિવર્તન. વિશ્વના ઇતિહાસમાં નવજાગૃતિ તરીકે ઓળખાયેલ આંદોલનનો પ્રારંભ યુરોપના ઇટાલીમાં ચૌદમી સદીમાં થયો હતો. તેનો સમયગાળો ચૌદમી, પંદરમી તથા સોળમી સદીનો ગણાય છે. આ સદીઓના તર્કશુદ્ધ વિચારકો અને સંતોએ નવજાગૃતિના આંદોલનનો પાયો નાખ્યો. આ આંદોલને રાજકીય, આર્થિક, સામાજિક, શૈક્ષણિક,…

વધુ વાંચો >

નાનાસાહેબ પેશવા

નાનાસાહેબ પેશવા : સત્તાવનના વિપ્લવના આગેવાન. અંતિમ પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર. તેમનું નામ ધોન્ડુ પંત હતું. બાજીરાવ બીજાનું જાન્યુઆરી, 1851માં અવસાન થતાં તે સમયના ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીએ બાજીરાવને વાર્ષિક આઠ લાખ રૂપિયાનું અપાતું પેન્શન બંધ કર્યું. આની સામે નાનાસાહેબે સરકારને અરજી કરી. ડેલહાઉસીએ આ પેન્શન બાજીરાવના જીવન પર્યન્તનું…

વધુ વાંચો >

નિબૂર, બાર્થોલ્ડ જ્યૉર્જ

નિબૂર, બાર્થોલ્ડ જ્યૉર્જ (જ. 1776; અ. 1831) : જર્મન  ઇતિહાસકાર. નિબૂર આધુનિક ઇતિહાસલેખનપદ્ધતિનો અગ્રણી હતો. તે મૌલિક તેમજ મૂળ દસ્તાવેજોને આધારે જ ઇતિહાસ લખવાના મતનો હતો. તે દસ્તાવેજોની ચકાસણી કરવામાં દૃઢપણે માનતો. આમ નિબૂરે આધુનિક ઇતિહાસવિદ્યામાં અનુભવમૂલક (empirical) તેમજ વિવેચનાત્મક (critical) ઇતિહાસલેખનનો પાયો નાખ્યો, જેનો વિકાસ પછીથી રાન્કેએ કર્યો. નિબૂરે…

વધુ વાંચો >

પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ (સરદાર)

પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ (સરદાર) (જ. 31 ઑક્ટોબર 1875, નડિયાદ, જિ. ખેડા; અ. 15 ડિસેમ્બર 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી. ખેડૂત કુટુંબમાં જન્મેલ વલ્લભભાઈ બાલ્યવયથી જ નીડરતા તથા નેતાગીરીના ગુણ ધરાવતા હતા. માતા લાડબાઈની ધાર્મિકતા તથા પિતા ઝવેરભાઈની સ્વાતંત્ર્યપ્રીતિ અને નીતિમત્તાના સંસ્કાર પણ તેમને મળેલા…

વધુ વાંચો >

પલ્લવ રાજ્ય (ઈ. સ.ની સાતમીથી દસમી સદી)

પલ્લવ રાજ્ય (ઈ. સ.ની સાતમીથી દસમી સદી) : દક્ષિણ ભારતના પલ્લવ જાતિના રાજાઓ. દક્ષિણ ભારતમાં છઠ્ઠી સદીના અંતે કાંચી (હાલના કાંજીવરમ્) મુકામે પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપનાર પલ્લવો કોણ હતા તે પરત્વે ઇતિહાસવિદોમાં મતભેદ છે. બહુમતી ઇતિહાસકારોના મંતવ્ય મુજબ તેઓ મૂળ ઉત્તર ભારતના વતની હતા અને પછીથી દક્ષિણ ભારતમાં જઈને વસ્યા…

વધુ વાંચો >

પાણિપત

પાણિપત : દિલ્હીની ઉત્તરે આવેલ ઐતિહાસિક યુદ્ધમેદાન. વાયવ્ય ભારતમાં આવેલા હરિયાણા રાજ્યના પાણિપત જિલ્લાનું એક નગર. તે દિલ્હીથી ઉત્તરે આશરે 80 કિમી. અંતરે જમના નદીના ખુલ્લા મેદાનમાં, ઉત્તરપ્રદેશ અને હરિયાણાની રાજ્ય-સરહદની નજીક પશ્ચિમ તરફ આવેલું છે. ભૌગોલિક સ્થાન : 29º23′ ઉ. અ. અને 76o 58′ પૂ. રે. આ નગરમાં સુતરાઉ…

વધુ વાંચો >

પેટ્રિશિયન

પેટ્રિશિયન : પ્રાચીન રોમમાં વિશેષાધિકારો ભોગવતા શ્રીમંતોનો વર્ગ. રોમમાં ઈ. સ. પૂ. છઠ્ઠી સદીના પ્રારંભે (ઈ. સ. પૂ. 509) રાજાશાહી શાસનનો અંત આણીને પ્રજાસત્તાક સરકારની સ્થાપના કરવામાં આવી. આ સમયે રોમમાં મુખ્ય બે સામાજિક વર્ગો : (1) પેટ્રિશિયન તથા (2) પ્લેબિયન હતા. પેટ્રિશિયનમાં વહીવટકર્તાઓ, ઉમરાવો, ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ વગેરેનો સમાવેશ…

વધુ વાંચો >

પેટ્રિશિયન-પ્લેબિયન વિગ્રહો

પેટ્રિશિયન–પ્લેબિયન વિગ્રહો : રોમના બે વર્ગો વચ્ચે થયેલ આંતરવિગ્રહ. રોમની પ્રજાએ ઈ. સ. પૂ. છઠ્ઠી સદીના પ્રારંભે રાજાશાહીનો અંત લાવીને પ્રજાસત્તાકની સ્થાપના કરી (ઈ. સ. પૂ. 509). આ પછી રાજાશાહી પુન:સ્થાપિત થાય તથા એક વ્યક્તિ સરમુખત્યાર ન બને તે માટે લોકશાહી માળખું ઊભું કરવામાં આવ્યું. તે અનુસાર લોકો મારફત કૉન્સલ…

વધુ વાંચો >

પેલોપોનિશ્યન યુદ્ધો

પેલોપોનિશ્યન યુદ્ધો : ઍથેન્સ ને સ્પાર્ટાનાં નગરરાજ્યો વચ્ચેનાં યુદ્ધો. પ્રાચીન ગ્રીસમાં કેટલાંક સ્વાયત્ત નગરરાજ્યો આવેલાં હતાં; જેમાં ઍથેન્સ તથા સ્પાર્ટા મુખ્ય તેમજ શક્તિશાળી નગરરાજ્યો હતાં. ગ્રીસનાં નગરરાજ્યોના ભૌગોલિક તેમજ પ્રાદેશિક રીતે બે વિભાગ હતા : (1) પેલો પોનેસસનો પ્રદેશ તથા (2) ગ્રીસનો અન્ય પ્રદેશ. પેલો પોનેસસમાં ડોરિયન લોકોની મુખ્ય વસ્તી…

વધુ વાંચો >