યાંત્રિક ઇજનેરી
ક્લચ
ક્લચ : સાધનસામગ્રી(equipment)ના ચાલક (drive) શાફ્ટનું સંયોજન (connection) અને વિયોજન (disconnection) કરવા માટે વપરાતા યંત્રભાગ (machine element). જો બંને સંયોજિત શાફ્ટની ગતિ અટકાવવામાં આવે અથવા બંને શાફ્ટ સાપેક્ષ રીતે ધીમે ગતિ કરતા હોય તો ર્દઢ (positive) પ્રકારની યાંત્રિક ક્લચ વાપરવામાં આવે છે. જો પ્રારંભિક સ્થિર શાફ્ટને ગતિ કરતા શાફ્ટની મદદથી…
વધુ વાંચો >ખીલી/ ખીલા
ખીલી/ ખીલા : બે ઘટકોને એકબીજા સાથે કાયમી રીતે જોડવા માટે જેનો એક છેડો અણીદાર અને બીજો છેડો નાના માથાવાળો હોય તે પ્રમાણે ધાતુના નાના સળિયા કે તારમાંથી બનાવેલ વસ્તુ. ખીલી/ખીલાના મુખ્ય ત્રણ ભાગ છે : (1) માથું, (2) દાંડી અને (3) અણી. ખીલી/ખીલાની લંબાઈ તેના માથાથી અણી સુધીનું માપ…
વધુ વાંચો >ગરગડી
ગરગડી (pulley) : દોરડાં, સપાટ પટ્ટા, વી-પટ્ટા અથવા સાંકળની સાથે યોગ કરીને ગતિ અને શક્તિનું સંચારણ કરવા વપરાતું ચપટ, ગોળ અથવા ખાંચેદાર કોરવાળું ચક્ર. ગરગડી બીડના લોખંડ, પોલાદ, પિત્તળ અથવા લાકડામાંથી બનાવવામાં આવે છે. પ્રથમ આકૃતિમાં સાદી ગરગડી હૂક વડે લટકાવેલી દર્શાવેલ છે. આકૃતિ 1 પ્રમાણે સ્થિર ગરગડીમાં વચ્ચે ધરી…
વધુ વાંચો >ગિયર
ગિયર : મશીનના એક ભાગમાંથી બીજા ભાગમાં પરિભ્રામી ગતિ (rotating motion) અને શક્તિનું સંચારણ કરનારી યાંત્રિક પ્રયુક્તિ(mechanical device). વ્યવહારમાં ઘણી જગ્યાએ ગતિસંચારણ જરૂરી બને છે. એક શાફ્ટ ઉપરથી બીજી શાફ્ટ ઉપર ગતિનું તથા શક્તિનું સંચારણ (transmission) કરવા માટે ઘણી રીતો પ્રચલિત છે. તેમાં પટ્ટાચાલન, રસ્સાચાલન, સાંકળચાલન, ઘર્ષણચક્ર તથા દંતચક્ર (gear…
વધુ વાંચો >ગિયરિંગ
ગિયરિંગ (gearing) : બે અથવા વધુ દંતચક્ર(gear)નો એકબીજા સાથેનો સંપર્ક. આ સંપર્કની મદદથી એક શાફ્ટમાંથી બીજા શાફ્ટ ઉપર ગતિ (motion) અથવા બળધૂર્ણ(torque)નું સંચારણ થાય છે. આને દંતચક્ર સંચાલન (gear drive) કહેવાય છે. જ્યારે ગિયરમાળા અથવા દંતચક્રમાળા (gear train) એ બે અથવા બેથી વધુ દંતચક્રનો સમૂહ છે કે જેની મદદથી બે…
વધુ વાંચો >ગિરમીટ
ગિરમીટ (hand auger) : લાકડામાં મોટા અને લાંબા બોલ્ટ બેસાડવા સારુ ઊંડાં કાણાં પાડવા માટે વપરાતું, સુથારીકામમાં વપરાતાં વિવિધ હાથ-ઓજારોમાંનું એક. આ ઓજારનો મુખ્ય ભાગ પોલાદના લાંબા સળિયામાંથી બનાવેલ 40થી 60 સેમી. લાંબી દાંડી હોય છે. દાંડીનો ઉપરનો ભાગ વધુ જાડો અને ચોરસ બનાવવામાં આવે છે. આ ભાગ હાથો ભરાવવાના…
વધુ વાંચો >ગીઝર
ગીઝર (geyser) : વિદ્યુત-તાપક(electric heater)ની મદદથી ગરમ પાણી મેળવવાનું ગૃહ-ઉપયોગી સાધન. ગીઝરનો મૂળ અર્થ ગરમ પાણીના ફુવારા થાય છે. વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરી ગરમ પાણી મેળવવાનાં અનેક ઉપકરણો સુલભ છે. ઊંચું તાપમાન મેળવવા માટે વપરાતાં વિદ્યુત-તાપકોમાં વીજરોધક (resistors), પરા-વૈદ્યુતકો (dielectricals), વીજપ્રેરકો (electrical inductors) અને વીજચાપ (electric arc) મુખ્ય છે. ગીઝરમાં…
વધુ વાંચો >ગૅસોલીન એન્જિન
ગૅસોલીન એન્જિન : અંતર્દહન એન્જિનનું એક વિશિષ્ટ સ્વરૂપ. તેમાં ગૅસોલીનની બાષ્પ અને હવાના મિશ્રણને પ્રજ્વલિત કરી શક્તિ મેળવવામાં આવે છે. જે એન્જિનમાં સિલિન્ડરમાંના બળતણનું દહન થઈ ઉષ્માશક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર થતું હોય તે એન્જિનને અંતર્દહન એન્જિન અથવા આંતરિક દહન એન્જિન કહે છે. આ પ્રકારના એન્જિનમાં ડીઝલ, પેટ્રોલ અથવા ગૅસનું પ્રજ્વલન…
વધુ વાંચો >ઘર્ષણાદિ વિદ્યા (tribology)
ઘર્ષણાદિ વિદ્યા (tribology) : સરકતી સપાટીઓ(sliding surfaces)ની વચ્ચે થતી પારસ્પરિક ક્રિયાનો અભ્યાસ. તેમાં ઘર્ષણ(friction), નિઘર્ષણ (wear) અને ઊંજણ(lubrication) – એ ત્રણ વિષયોનો સમાવેશ થાય છે. ઘર્ષણનો અભ્યાસ ભૌતિકશાસ્ત્ર અથવા યાંત્રિક ઇજનેરીમાં કરવામાં આવે છે, નિઘર્ષણનો અભ્યાસ ધાતુક્રિયા (metallurgy) એટલે કે દ્રવ્યવિજ્ઞાન(material science)માં સમાવિષ્ટ છે અને ઊંજણ રસાયણશાસ્ત્રનો વિષય છે. આથી…
વધુ વાંચો >ઘસાઈ-યંત્ર
ઘસાઈ-યંત્ર : પરિભ્રમિત અપઘર્ષક (abrasive) ચક્ર અથવા પટ્ટા (belt) દ્વારા ધાતુના ખરબચડા ઢાળેલા અને ફૉર્જિંગ્સ (forgings) જેવા અપરિષ્કૃત (unfinished) ભાગોને યોગ્ય ઘાટ આપવા અથવા તેમનાં પરિમાણ (dimensions) બદલવા જેવા પરિષ્કૃત (finishing) કામ માટે વપરાતું ઓજાર (tool). વિવિધ અપઘર્ષકો પૈકી સિલિકન કાર્બાઇડ(SiC)નો ઉપયોગ ભરતર (cast) લોખંડ જેવા કઠિન અને બરડ પદાર્થો…
વધુ વાંચો >