યાંત્રિક ઇજનેરી

માપન (measurement)

માપન (measurement) : વિજ્ઞાન અને ટૅકનૉલૉજીનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રયોજાતી રાશિઓ(quantities)નાં મૂલ્યો કોઈ ચોક્કસ એકમોમાં શોધવાનું કાર્ય અથવા તેની પ્રક્રિયા. માપનક્રિયાનું મહત્વ તેમાં રહેલ ચોકસાઈ પર આધારિત છે. ખગોળશાસ્ત્રમાં તારાઓનાં અંતર જેવી બાબતો પ્રત્યક્ષ નહિ, પણ પરોક્ષ માપન પર આધાર રાખે છે. ગણિતશાસ્ત્રમાં માપ-સિદ્ધાંત (measure theory) એ વાસ્તવિક રેખા (real line)…

વધુ વાંચો >

માલની હેરફેર

માલની હેરફેર (material handling) : કોઈ પણ પ્રકારના માલને તેની જરૂરિયાત પ્રમાણેની જગ્યાએ લઈ જવો તે. વસ્તુઓના ઉત્પાદનમાં કે બાંધકામકાર્યોમાં માલની હેરફેર, માલનું પરિવહન તે એક મહત્વની ક્રિયા બની રહે છે; દા.ત., રસ્તા, પુલ કે મકાનો બાંધવામાં વપરાતાં રેતી, સિમેન્ટ, પથ્થર, ઈંટો, લાકડું, લોખંડના સળિયા જેવા કાચા માલને જ્યાં બાંધકામ…

વધુ વાંચો >

માહિતી તાંત્રિકી

માહિતી તાંત્રિકી (Information Technology) : માહિતીના પ્રચાર, પ્રસાર અને ઉપયોગ (આપ-લે) સાથે સંકળાયેલ તાંત્રિકી (ટૅકનૉલૉજી). માહિતીની આપ-લે માનવવ્યવહારનું અવિભાજિત અંગ છે. માનવ-વિકાસ સાથે તે ગાઢ રીતે સંકળાયેલ છે. જ્ઞાન અને વિચારો એ વિકાસના હાર્દરૂપ છે અને વિકાસમાં ભૌતિક વસ્તુઓ કરતાં તેનું મહત્વ સતત વધતું રહ્યું છે. સ્થાનિક કે વૈશ્વિક સ્તરની…

વધુ વાંચો >

માહિતીનિર્ભર સંચાલન-પદ્ધતિ

માહિતીનિર્ભર સંચાલન-પદ્ધતિ (Management Information System) : સંચાલકોને વ્યૂહરચના, યોજના, કામગીરી અને અંકુશ અંગે સક્રિય નિર્ણયો લેવા માટે આવશ્યક, ઔપચારિક અને સમયસર માહિતી પૂરી પાડતું, મુખ્યત્વે કમ્પ્યૂટર-આધારિત તંત્ર. વ્યાપાર કે સંગઠનના સંચાલકો નિર્ણયો લેવા માટે આવશ્યક માહિતી મુખ્યત્વે આંતરિક સ્રોતો (ખરીદ, વેચાણ, પુરવઠો, નફો વગેરે) દ્વારા અને બહારની માહિતી મૌખિક વાતચીત…

વધુ વાંચો >

માહિતીનું વિશ્લેષણ અને પ્રક્રમણ

માહિતીનું વિશ્લેષણ અને પ્રક્રમણ : સંચાલકીય નિર્ણય લેવામાં મદદરૂપ બની શકે તેવા હેતુથી પ્રાપ્ત થયેલ અથવા એકત્રિત કરેલ હકીકતો અને આંકડાઓનું પૃથક્કરણ. ઐતિહાસિક દસ્તાવેજો, લેખનસામગ્રી, સર્વેક્ષણો, અવલોકનો, અનુભવો, વાતચીત અને ચર્ચા જેવાં અનેક માધ્યમો દ્વારા જે હકીકતો અને આંકડા પ્રાપ્ત થાય છે તે કાચી માહિતી (data) છે. ટેલિવિઝન અને ઇન્ટરનેટ…

વધુ વાંચો >

મિલિંગ મશીન

મિલિંગ મશીન (Milling Machine) : ધાતુના દાગીના પર ચક્રાકારી કર્તન ઓજાર (rotary cutting tool) વડે વિવિધ સપાટીઓ તૈયાર કરવા વપરાતું મશીન. આ પ્રકારનાં અન્ય મશીનોમાં શેપર અને પ્લેનર મશીનો ગણાવી શકાય. શેપર પ્રમાણમાં નાના અને પ્લેનર મોટા દાગીના માટે પસંદ કરાય છે. મિલિંગ મશીન શેપર અને પ્લેનર કરતાં વધારે ઝડપથી…

વધુ વાંચો >

મૅન્ડ્રિલ

મૅન્ડ્રિલ (Mandril) : લેથકાર્યમાં દાગીનાને પકડવાનું સાધન. લેથકાર્યમાં દાગીનાને પકડવા માટે અનેક જાતનાં ચક, ફેઇસ-પ્લેટ તેમજ મૅન્ડ્રિલનો ઉપયોગ થાય છે. જે દાગીનો પોલાણવાળો હોય અને પોલાણવાળા ભાગ(અંદરના ભાગ)નું ટર્નિંગ (બોરિંગ) થઈ ગયું હોય, પરંતુ બહારના ભાગનું ટર્નિંગ કરવાનું હોય તેવા દાગીનાને મૅન્ડ્રિલ પર પકડી રાખવામાં આવે છે. મૅન્ડ્રિલને લેથનાં બે…

વધુ વાંચો >

મૅર્ગેટાલર, ઑટમર

મૅર્ગેટાલર, ઑટમર (જ. 1854, હૅચેલ, જર્મની; અ. 1899) : લાઇનૉટાઇપ મશીનના શોધક. તે ઘડિયાળ-નિર્માતા પાસે તાલીમ લેવા રહ્યા હતા, પરંતુ તેમને ઇજનેરીમાં વિશેષ રસ પડતો હતો; સાંજના અભ્યાસ-વર્ગો ભરીને તેઓ ઇજનેરી શીખ્યા હતા. 1872માં તેઓ સ્થળાંતર કરીને અમેરિકા ગયા અને ત્યાં એક સ્વજનની મશીનશૉપમાં કામે રહ્યા. ત્યાં જ તેમણે અતિ…

વધુ વાંચો >

યંત્ર (machine)

યંત્ર (machine) : નિર્ધારિત ગતિ આપવા ઉપરાંત પ્રાપ્ય યાંત્રિક શક્તિને સુધારી નિર્ધારિત કાર્યમાં તેનું પ્રેષણ કરી શકે તેવું સાધન. આમાં ઉચ્ચાલન, ચક્ર, ગરગડી, સ્ક્રૂ જેવાં સાદાં યંત્રોથી માંડીને આધુનિક ગાડીઓમાં વપરાતાં એન્જિનોનો પણ સમાવેશ થાય. યંત્રોનાં દેખાવ, કદ અને કાર્ય વિવિધ અને વ્યાપક હોય છે. પેપર-પંચ મશીનથી માંડીને હવાઈ જહાજ…

વધુ વાંચો >

યંત્રમાનવ (robot)

યંત્રમાનવ (robot) : માનવની માફક કાર્ય કરતું માનવસર્જિત યંત્ર. યંત્રમાનવની ઘણી વ્યાખ્યાઓમાં ‘ફરી ફરી પ્રોગ્રામ કરી બહુવિધ કાર્ય કરી શકે તેવું કૌશલ્યધારી યંત્ર’ એવી વ્યાખ્યા સ્વીકારાઈ છે. અહીં કૌશલ્યનો અર્થ છે – ફેરફારો કરી જરૂરી કાર્ય કરવાની ક્ષમતા. અઢારમી સદીના અંતભાગમાં વરાળયંત્રો શોધાયાં અને ત્યારબાદ ઓગણીસમી સદીમાં અનેક પ્રકારનાં યંત્રો…

વધુ વાંચો >