મૅર્ગેટાલર, ઑટમર

February, 2002

મૅર્ગેટાલર, ઑટમર (જ. 1854, હૅચેલ, જર્મની; અ. 1899) : લાઇનૉટાઇપ મશીનના શોધક. તે ઘડિયાળ-નિર્માતા પાસે તાલીમ લેવા રહ્યા હતા, પરંતુ તેમને ઇજનેરીમાં વિશેષ રસ પડતો હતો; સાંજના અભ્યાસ-વર્ગો ભરીને તેઓ ઇજનેરી શીખ્યા હતા.

1872માં તેઓ સ્થળાંતર કરીને અમેરિકા ગયા અને ત્યાં એક સ્વજનની મશીનશૉપમાં કામે રહ્યા. ત્યાં જ તેમણે અતિ ખ્યાત બનેલ લાઇનોટાઇપ, ટાઇપસેટિંગ મશીન 1886માં વિકસાવ્યું અને ત્યારપછી અનેક શોધખોળમાં તેઓ કાર્યરત રહ્યા અને સફળતા મેળવી.

મહેશ ચોકસી