યાંત્રિક ઇજનેરી

પેટ્રોલ એન્જિન

પેટ્રોલ એન્જિન : જુઓ અંતર્દહન એન્જિન.

વધુ વાંચો >

પૅન્ટોગ્રાફ (સર્વમાપલેખી)

પૅન્ટોગ્રાફ (સર્વમાપલેખી) : નકશાને નાનો કે મોટો બનાવવા માટે વપરાતું સાધન. સમાંતરબાજુ ચતુષ્કોણ અને બે ત્રિકોણની એકરૂપતાના સિદ્ધાંત પર આ ઉપકરણ રચાયું છે. તેનો ઉપયોગ હાથ વડે (manually) કરવાનો હોય છે. તે સ્વયંસંચાલિત (automatic) નથી હોતું. સામાન્ય રચના : આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ઉપકરણ ધાતુના ચોરસ આડછેદવાળા ચાર સળિયાઓનું બનેલું…

વધુ વાંચો >

પૉલિશક્રિયા

પૉલિશક્રિયા : વસ્તુની સપાટીને લીસી, ચકચકિત કરવી તે. કોઈ પણ વસ્તુને પૉલિશ કરવાથી તે વધુ આકર્ષક બને છે. અમુક વપરાશની ચીજોમાં પૉલિશક્રિયાનું મહત્ત્વ સવિશેષ હોય છે; દા.ત., ફર્નિચરની ચીજો, ગાડી, ટીવીનું કૅબિનેટ વગેરે. માત્ર વસ્તુ વધુ આકર્ષક બને તે માટે જ પૉલિશક્રિયા કરવામાં આવે છે તેવું નથી. પૉલિશક્રિયાને કારણે વસ્તુની…

વધુ વાંચો >

પ્રશીતન (refrigeration)

પ્રશીતન (refrigeration) બહારના વાતાવરણ કરતાં ઓછું તાપમાન મેળવવાની પ્રક્રિયા. પ્રશીતનમાં બરફથી ઠંડાં કરાતાં પીણાંઓથી માંડીને, નિમ્નતાપોત્પાદન(cryogenics)ની ક્રિયાઓનો સમાવેશ થઈ જાય છે. બહારની ગરમીથી બચવા માટે, ઠંડક મેળવવાના પ્રયત્નો ઉષ્ણ પ્રદેશોમાં ઘણા વખતથી થતા આવ્યા છે. વેદોમાં પણ વાતાનુકૂલન(airconditioning)નો ઉલ્લેખ મળે છે. પંખાઓ, માટીનાં વાસણોની છિદ્રતા ઉપર આધારિત બાષ્પીભવનથી ઉત્પન્ન થતી…

વધુ વાંચો >

પ્લમ્બિંગ

પ્લમ્બિંગ પ્લમ્બિંગ એટલે પાઇપની ગોઠવણી. તેમાં પાઇપ તથા તેને સંબંધિત સાધનોની ગોઠવણી, જાળવણી તથા કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે. પાઇપની ગોઠવણી, પીવાનું તથા ઘરવપરાશ માટેનું પાણી પહોંચાડવા માટે તથા વપરાયેલા ગંદા પાણીનો તથા અન્ય ગંદા પ્રવાહીનો નિકાલ કરવા માટે કરવામાં આવે છે. પ્લમ્બિંગના હેતુઓ : (ક) શહેરની પાણીની ટાંકી કે જળાશયમાંથી…

વધુ વાંચો >

ફૉર્ડ, હેન્રી

ફૉર્ડ, હેન્રી (જ. 30 જુલાઈ 1863; અ. 7 એપ્રિલ 1947) : વિશ્વના શરૂઆતના અગ્રણી મોટરકાર-ઉત્પાદક અને ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા. નવી તકનીકોનો ઉપયોગ, વેતનદરમાં વૃદ્ધિ અને બજારોનું વિસ્તૃતીકરણ એ ત્રણ બાબતો  તેમણે કંડારેલી ઔદ્યોગિક ક્રાંતિના પાયા ગણાયા. ફૉર્ડનું યાદગાર પ્રદાન તે તેમણે મોટરકારના જથ્થાબંધ ઉત્પાદન(mass production)માં વર્ષ 1913માં વિશ્વનો પ્રથમ ‘એસેમ્બલી…

વધુ વાંચો >

ફ્રેન્ચ વેલ

ફ્રેન્ચ વેલ : કૂવાનો એક પ્રકાર. આ પ્રકારના કૂવા ફ્રાન્સ દેશમાં પ્રથમ બનાવવામાં આવ્યા હતા. તેથી તેને ‘ફ્રેન્ચ વેલ’ કહેવામાં આવે છે. આવા પ્રકારના કૂવા રેની (Ranney), ફેહલમૅન અને પ્રોસગે શોધ્યા હતા. આ કૂવાઓને સંગ્રાહક કૂવા (collection coecc) અથવા રેડિયલ વેલ પણ કહેવામાં આવે છે. નદી કે તળાવના ભૂગર્ભમાં સારા…

વધુ વાંચો >

ફ્લાયવ્હીલ (Flywheel)

ફ્લાયવ્હીલ (Flywheel) : મોટરમાંથી મશીનમાં પ્રસારિત થતી શક્તિને સમતલ (smooth) કરવા માટે, ગતિ કરતા શાફ્ટની જોડે જોડેલું વજનદાર ચક્ર. એન્જિનની ગતિની વધઘટને આ ચક્ર તેના જડત્વને લઈને અવરોધે છે અને વધારાની શક્તિનો સંચય સવિરામ (intermittent) ઉપયોગ માટે કરે છે. ગતિની વધઘટ કાર્યદક્ષતાથી સમતલ કરવા માટે, ગતિપાલ ચક્રના ગતિજ જડત્વ(rotational inertia)ની…

વધુ વાંચો >

બસ

બસ : વાહનવ્યવહાર-મુસાફરી માટે વપરાતું એન્જિનથી ચાલતું ચતુષ્ચક્રીય (four-wheel) વાહન. માર્ગ-પ્રવાસ માટે વપરાતાં વાહનોમાં બસ અગ્રેસર છે. હકીકતમાં બસ એ મોટરકારનું મોટું સ્વરૂપ છે. બસમાં પણ મોટરકાર (autocar) જેવા જ મહત્વના ભાગો આવેલા છે; જેમ કે ચાર કે છ સિલિન્ડરવાળું પેટ્રોલ કે ડીઝલથી ચાલતું એન્જિન, ક્લચ, ગિયરબૉક્સ, ગિયર બૉક્સથી પૈડાં…

વધુ વાંચો >

બાઇસિકલ

બાઇસિકલ : હલકા વજનનું, બે પૈડાં અને સ્ટિયરિંગવાળું, વ્યક્તિ વડે સમતુલાપૂર્વક ચલાવાતું યાંત્રિક વાહન. માનવશક્તિમાંથી પ્રણોદન (propulsion) ઉત્પન્ન કરવા માટેનું આ સૌથી વધુ કાર્યક્ષમ યંત્ર છે. બાઇસિકલ ઓગણીસમી સદીની શરૂઆતમાં બની. તે વખતમાં, સંચરણ (transportation) અને રમતગમતમાં તે અગત્યનું સ્થાન ભોગવતી હતી. ઘણા દેશોમાં સાઇકલ રસ્તા ઉપરનું અગત્યનું વાહન છે.…

વધુ વાંચો >