યાંત્રિક ઇજનેરી

બાષ્પિત્ર (boiler)

બાષ્પિત્ર (boiler) : બૉઇલર અથવા વરાળ-જનિત્ર (steam-generator), જે પ્રવાહીનું વરાળમાં રૂપાંતર કરે છે. સામાન્ય રીતે વરાળ-પાવર-પ્લાન્ટમાં વપરાતાં બૉઇલરમાં એક ભઠ્ઠી હોય છે, જેમાં બળતણ (fuel) બાળવામાં આવે છે. બાષ્પિત્રની સપાટીઓ, બળતણ વાયુમાંથી ઉષ્માનું પારેષણ પાણીને કરે છે. બાષ્પપાત્રમાં વરાળ એકત્રિત થાય છે. બૉઇલરમાં વપરાતાં બળતણ, જીવાવશેષ (fossil) અથવા બિનઉપયોગી બળતણ…

વધુ વાંચો >

બુલડોઝર

બુલડોઝર : બુલડોઝર સામાન્ય રીતે ‘ક્રાઉલર અથવા ટ્રૅક’ પ્રકારનું ટ્રૅક્ટર છે. ભૂતકાળ(ઈ. સ. 1856)માં ખેંચાણબળ માટે જે યંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો તે ‘ટ્રૅક્શન મોટર’ તરીકે જાણીતું થયું. ત્યારપછી વર્ષ 1906 દરમ્યાન ટ્રૅક્શન અને મોટર એ બંને શબ્દો પરથી આ યંત્ર ટ્રૅક્ટર તરીકે ઓળખાતું થયું. અમેરિકા અને અન્ય દેશોએ વરાળ દ્વારા…

વધુ વાંચો >

બૂથ, હ્યુબર્ટ સેસિલ

બૂથ, હ્યુબર્ટ સેસિલ (જ. 1871; અ. 1955) : બ્રિટનના નામી ઇજનેર. 1900માં તેમણે હવા શોષીને કાર્પેટ વગેરેમાંથી ધૂળ-કચરો સાફ કરવાની કામગીરીના સિદ્ધાંતનું નિદર્શન કરી બતાવ્યું. 1901માં તેમણે આવા વીજ-ચાલિત યંત્રની પેટન્ટ મેળવી લીધી અને તેને ‘વૅક્યુમ ક્લીનર’નું નામ આપ્યું. આ યંત્રને અશ્વચાલિત વૅગન પર રાખવામાં આવ્યું હતું. અને મકાનો, ઇમારતો…

વધુ વાંચો >

બેકન, ફ્રાન્સિસ ટૉમસ

બેકન, ફ્રાન્સિસ ટૉમસ (જ. 1904; અ. 1992) : બ્રિટનના નામાંકિત ઇજનેર તેમજ વ્યવહારોપયોગી ફ્યુઅલ સેલના ડિઝાઇન-આલેખક. તેમણે કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કર્યો હતો. 1925–40 દરમિયાન તેમણે સર ચાર્લ્સ પાર્સન માટે ઇજનેર તરીકે કામ કર્યું. સબમરીન માટે હાઇડ્રોજન-ઑક્સિજનના ફ્યુઅલ-સેલના ઉપયોગની તેમણે ભલામણ કરી. 1941–46 દરમિયાન તેઓ ‘ઍન્ટી-સબમરીન એસ્ટાબ્લિશમેન્ટ’ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે…

વધુ વાંચો >

બેરિંગ

બેરિંગ : મશીનના ફરતા ભાગો જેવા કે શાફ્ટ, સ્પિન્ડલ, ધરી (ઍક્સલ) કે ચક્ર(વ્હીલ)ને ટેકો આપતી પ્રયુક્તિ (device). કોઈ પણ યંત્રમાં સામાન્ય રીતે, ફરતા ભાગો રહેવાના જ. આવા ફરતા ભાગો ઘસાઈ ન જાય તેમજ ઘર્ષણમાં શક્તિનો વ્યય ઓછો થાય, તે માટે ટેકો આપનાર બેરિંગનું મશીનોમાં ઘણું મહત્ત્વ છે. ફરતો ભાગ શાફ્ટ…

વધુ વાંચો >

બેલ, ઍલેક્ઝાંડર ગ્રેહામ

બેલ, ઍલેક્ઝાંડર ગ્રેહામ (જ. 3 માર્ચ 1847 એડિનબેરો; અ. 2 ઑગસ્ટ 1922, બાડેક, નોવા સ્કોશિયા) : વૈજ્ઞાનિક, અન્વેષક અને બધિરો માટે ઘણુંબધું કાર્ય કરનાર. તેમના પિતા પ્રોફેસર ઍલેક્ઝાંડર મેલવિલે બેલ વાક્-શિક્ષક (speech teacher) હતા.; માતા એલિઝા ગ્રેઇસ સારાં કલાકાર હતાં. 14 વર્ષની ઉંમરે ઍલેક્ઝાંડરે એડિનબરોની રૉયલ હાઈસ્કૂલમાંથી વિનીત થઈને ઍડિનબરો…

વધુ વાંચો >

બૉલબેરિંગ

બૉલબેરિંગ : જુઓ બેરિંગ

વધુ વાંચો >

બોલ્ટ

બોલ્ટ : બે અથવા વધારે ભાગોને જોડવા માટે, નટની સાથે વપરાતો યાંત્રિક બંધક. બોલ્ટવાળા સાંધાઓ સરળતાથી જોડી શકાય છે અને છૂટા પાડી શકાય છે. આને કારણે જ બોલ્ટવાળા સાંધાઓ અન્ય પ્રકારના યાંત્રિક બંધકોની સરખામણીમાં વધુ પ્રમાણમાં વપરાય છે. આ પ્રકારના બંધકો સ્ટીલના સાંધાઓના જોડાણમાં વ્યાપક રીતે વપરાય છે. બે પ્લેટોને…

વધુ વાંચો >

બ્રુનેલ, ઇસામ્બાર્ડ કિંગ્ડમ

બ્રુનેલ, ઇસામ્બાર્ડ કિંગ્ડમ (જ. 9 એપ્રિલ 1806, પૉર્ટસ્મથ, હૅમ્પશાયર, લંડન; અ. 15 સપ્ટેમ્બર 1859, વેસ્ટમિન્સ્ટર, લંડન) : ઉચ્ચ કક્ષાના બ્રિટિશ સિવિલ અને મિકૅનિકલ ઇજનેર. તેમણે સૌપ્રથમ ટ્રાન્સલાન્ટિક સ્ટીમરની ડિઝાઇન કરી હતી. સૌપ્રથમ ટેમ્સ ટનલના કામ પર એન્જિનિયર તરીકે શરૂઆત કરી. તેમણે તૈયાર કરેલ એવન ગોર્જે (Avon Gorge) પર બાંધવાના ઝૂલતા…

વધુ વાંચો >

બ્લૉક અને ટૅકલ

બ્લૉક અને ટૅકલ (block and tackle) : ગરગડી (pulley) બ્લૉક પર દોરડું (rope) વીંટીને ભાર ઊંચકવાની રીત. આ રીતમાં યાંત્રિક ફાયદો મળે છે. ઓછું બળ આપીને ભારે વજન ઊંચકી શકાય છે. ગરગડી અને દોરડાની વ્યવસ્થાને માટે ‘બ્લૉક અને ટૅકલ’ અથવા ‘ટૅકલ’ નામ પ્રયોજાય છે. આ પદ્ધતિમાં દોરડું અથવા અન્ય નમ્ય…

વધુ વાંચો >