મ. ઝ. શાહ

ડોમ્બીઆ

ડોમ્બીઆ : દ્વિદળી વર્ગમાં આવેલ કુળ સ્ટરક્યુલિયેસીની સદાહરિત ક્ષુપ કે નાનાં વૃક્ષોની લગભગ 200 જેટલી જાતિઓના સમૂહ વડે બનતી પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય આફ્રિકા, માડાગાસ્કર અને માસ્કારિનના ટાપુઓની મૂલનિવાસી છે. ભારતમાં તેની કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિ તરીકે ઉગાડાય છે. 2થી 3 મીટર ઊંચી થતી આ વનસ્પતિનાં પર્ણો ત્રિખંડી અને મોટાં…

વધુ વાંચો >

ડ્રેસીના

ડ્રેસીના : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા લીલીયેસી કુળની લગભગ 40 જેટલી અરોમિલ (glabrous), શાકીય (herbaceous) કે કાષ્ઠમય ક્ષુપ અને વૃક્ષ (40 મી. સુધી ઊંચાં) સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તે દુનિયાના ગરમ પ્રદેશોમાં સામાન્ય છે. ભારતમાં મોટા ભાગની વિદેશી (exotic) અને લગભગ 6 જેટલી વન્ય (wild) જાતિઓ થાય છે. તેની ઘણી જાતો…

વધુ વાંચો >

તગર (ચાંદની)

તગર (ચાંદની) : દ્વિદળી વર્ગમાં આવેલ ઍપોસાયનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ervatamia coronaria Stapf = E. divericata (Linn.) Alston syn. Tabernaemontana coronaria R. Br. (સં. नंदीवृक्ष, હિં. ગુ. तगर, ચાંદની) છે. તે 2થી 2.5 મીટર ઊંચું સદાહરિત ક્ષુપ છે. તેની છાલ સફેદ-ભૂખરી હોય છે અને તેનો પર્ણસમૂહ સુંદર હોય…

વધુ વાંચો >

તુલસી

તુલસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબીયેટી) કુળની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum sanctum Linn. (સં. पर्णाशा वृंदा, पत्रपुष्पा, गौरी विष्णुप्रिया, गंधहारिणी, अमृता, पवित्रा, मंजरी, सुभगा, पापघ्नी, तीव्रा; ગુ., હિં. બં., તે. મલ., તુલસી; તા. થુલસી, મ. તુળસ, તુળસી; કન્ન; વિષ્ણુતુલસી, શ્રીતુલસી; અં. Sacred Basil, Holy Basil) છે.…

વધુ વાંચો >

થનબર્જિયા

થનબર્જિયા : દ્વિદળી વર્ગના ઍકેન્થેસી કુળની શાકીય કે કાષ્ઠમય આરોહી વનસ્પતિઓની પ્રજાતિ. ભારતમાં તેની આઠ જેટલી જાતિઓ થાય છે અને કેટલીક વિદેશી (exotics) જાતિઓ શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે. તે ઉષ્ણકટિબંધમાં થાય છે. Thunbergia grandiflora Roxb. (હિં. નાગરી; બં. નુલ-લતા; આ. કુકુઆલોતી; પં. કાનેસી) મોટી કાષ્ઠમય આરોહી જાતિ છે. તેનાં…

વધુ વાંચો >

દાડમ

દાડમ : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ પ્યુનિકેસીની ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ. વૈજ્ઞાનિક નામ Punica granatum Linn. (સં. દાડિમ; હિં. અનાર; બં. ડાલિમ; મ.ક. ડાલિંબ; ફા. અનારસીરી, અનારતુરશ; અં. pomegranate) છે. તેની મુખ્ય બે જાતો છે – એક પુષ્પવાળી, બગીચામાં રોપાતી અને બીજી ફળવાળી, વાડી કે કંપાઉન્ડમાં રોપાતી.…

વધુ વાંચો >

દિવસનો રાજા

દિવસનો રાજા : દ્વિદળી વર્ગના સોલેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cestrum diurnum L. (હિં દિનકા રાજા, ચમેલી; ગુ. દિવસનો રાજા; અં. ડે જૅસ્મિન, ડે કવીન) છે. તે  ઝડપથી વૃદ્ધિ સાધતો સદાહરિત 1.0-1.5 મી.ની ઊંચાઈ ધરાવતો ઉન્નત ક્ષુપ છે. તેની શાખાઓ સફેદ હવાછિદ્રો (lenticets) ધરાવે છે. તરુણ ભાગો ગ્રંથિમય હોય…

વધુ વાંચો >

દિવીદિવી

દિવીદિવી : દ્વિદળી વર્ગમાં આવેલા સીઝાલ્પિનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia coriaria (Jacq.) willd (ત. તીવીદીવી, ઇકિમારામ; તે દીવીદીવી; મું. લિબીદિબી; અં. અમેરિકન સુમેક, દિવીદિવી પ્લાન્ટ) છે. તે દક્ષિણ અમેરિકા અને વેસ્ટ ઇંડિઝની સ્થાનિક  (indigenous) છે અને ભારતમાં સો કરતાં વધારે વર્ષો પૂર્વે તેનો પ્રવેશ થયો હતો. ભારતના વિવિધ…

વધુ વાંચો >

નખીવેલ

નખીવેલ : દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Doxontha unjuis – cati Rehd syn. Bignonia unjuiscati L. છે. તે ખૂબ મોટી સૂત્રારોહી વનસ્પતિ છે. તેનાં પર્ણો સમ્મુખ, સંયુક્ત, બે પર્ણિકાઓ અંડાકાર કે ભાલાકાર, અગ્રસ્થ પર્ણિકા ત્રણ, વિભક્ત (partite) અંકુશ આકારના સૂત્રમાં રૂપાંતર પામેલી; પુષ્પો યુગ્મમાં, કક્ષીય, પીળા…

વધુ વાંચો >

નાગકેસર (નાગચંપો)

નાગકેસર (નાગચંપો) : દ્વિદળી વર્ગના ગટ્ટીફેરી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ mesua berrea Linn. (સં. नागकेसर, चाम्पेय, नागपुष्प; હિં. બં. તે. ક. નાગકેસર; ગુ. મ. નાગચંપો) છે. તે મધ્યમ કદથી માંડી ખૂબ મોટું, સદાહરિત વૃક્ષ છે. તેનું મુખ્ય પ્રકાંડ ટૂંકું હોય છે અને તલભાગે ઘણી વાર આધાર (buttress) ધરાવે છે.…

વધુ વાંચો >