મ્યુઝિયમ

ગાંધી સ્મૃતિ સંગ્રહાલય

ગાંધી સ્મૃતિ સંગ્રહાલય : મહાત્મા ગાંધીની સ્મૃતિ પ્રજામાં અકબંધ રાખવા 1955માં અસ્તિત્વમાં આવેલું ભાવનગર ખાતેનું મ્યુઝિયમ. 1948માં સરદાર પટેલે ઇચ્છા વ્યક્ત કરેલી કે ભાવનગરમાં મહાત્મા ગાંધીની સ્મૃતિનું વર્ધન કરવા માટે એક અલાયદું મ્યુઝિયમ સ્થપાવું જોઈએ. આ ઇચ્છાની પૂર્તિ કરવા માટે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું, તથા અબ્દુલ…

વધુ વાંચો >

ગિરધરભાઈ બાળસંગ્રહાલય (અમરેલી)

ગિરધરભાઈ બાળસંગ્રહાલય (અમરેલી) : મુખ્યત્વે બાળકોને અનુલક્ષીને રચાયેલું સંગ્રહાલય. 1934માં સ્થાનિક પુસ્તકાલયના એક ખંડમાં, તેના પુરાતત્વીય સંગ્રહનાં પગરણ થયાં પછી આ મ્યુઝિયમની સ્થાપના 1955માં થઈ. પુરાતત્વ અને મ્યુઝિયમમાં રસ ધરાવનાર પ્રતાપરાય ગિરધરભાઈ મહેતાએ સૌપ્રથમ 1921માં અમરેલીની આ પ્રકારની અગત્ય તરફ સરકારનું ધ્યાન ખેંચ્યું હતું. પરિણામે પુરાતત્વીય ઉત્ખનનમાંથી પ્રાગૈતિહાસિક અને પ્રાચીન…

વધુ વાંચો >

ગીમે, મ્યુઝિયમ

ગીમે, મ્યુઝિયમ (Gime Museum) (સ્થાપના : 1889, પૅરિસ, ફ્રાંસ) : ફ્રાંસમાં પૅરિસ ખાતેનું પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય અને બીજા દક્ષિણ એશિયાઈ દેશોની ચિત્રકલા, શિલ્પકલા અને હસ્તપ્રતોનું મ્યુઝિયમ. ભારતીય અને એશિયાઈ કલાઓનું યુરોપમાં આવેલું આ સૌથી મોટું મ્યુઝિયમ છે. ફ્રાંસના એક ધનાઢ્ય ઉદ્યોગપતિ એમિલ ગીમેએ પોતાના અંગત નાણાંમાંથી આ મ્યુઝિયમની શરૂઆત…

વધુ વાંચો >

ગુગનહાઇમ મ્યુઝિયમ (ન્યૂયૉર્ક : 1959)

ગુગનહાઇમ મ્યુઝિયમ (ન્યૂયૉર્ક : 1959) : સૉલોમન ગુગનહાઇમ ફાઉન્ડેશન માટે, ખાસ કરીને ચિત્રોના પ્રદર્શન માટે બાંધવામાં આવેલું સંગ્રહાલય. આ સંગ્રહાલયની રચના વિશ્વવિખ્યાત અમેરિકન સ્થપતિ ફ્રૅન્ક લૉઇડ રાઇટ દ્વારા, એક ભમરિયા આકારના મકાન તરીકે કરવામાં આવેલી છે. તેમાં ભમરિયા ઢાળ પર ઊતરતાં ઊતરતાં વર્તુળાકાર ઊભી કરાયેલ દીવાલો પર ચિત્રો ટાંગવાની વ્યવસ્થા…

વધુ વાંચો >

ગુજરાત મ્યુઝિયમ સોસાયટી, સંસ્કાર-કેન્દ્ર, અમદાવાદ

ગુજરાત મ્યુઝિયમ સોસાયટી, સંસ્કાર-કેન્દ્ર, અમદાવાદ : મધ્યયુગીન ભારતના પહાડી, મુઘલ, સલ્તનત, રાજસ્થાની અને ગુજરાતી લઘુચિત્રો ધરાવતા વિશ્વવિખ્યાત ‘નાનાલાલ ચમનલાલ મહેતા સંગ્રહ’નું કાયમી ધોરણે પ્રદર્શન કરતું અમદાવાદ ખાતેનું મ્યુઝિયમ. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ‘સંસ્કાર-કેન્દ્ર’માં આ મ્યુઝિયમનું ઉદઘાટન 1963માં ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. 1993માં આ મ્યુઝિયમ અમદાવાદના…

વધુ વાંચો >

ગુજરાત સિક્કા પરિષદ

ગુજરાત સિક્કા પરિષદ : સિક્કાશાસ્ત્રની રાજ્યકક્ષાની સંસ્થા. ગુજરાત સિક્કા પરિષદની સ્થાપના સને 1982માં વડોદરામાં થઈ હતી. એના ઉદ્દેશોમાં સિક્કાશાસ્ત્રના અભ્યાસ-સંશોધનને પ્રોત્સાહન આપવું, સિક્કા અંગેનું સાહિત્ય એકત્રિત કરવું, પ્રકાશનો કરવાં, પ્રવચનો યોજવાં, જૂના સિક્કાના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવી, એમાં રસ ધરાવનારાઓને માર્ગદર્શન આપવું, સિક્કા-સંગ્રાહકો પરસ્પરના પરિચયમાં આવે અને ઉપયોગી થાય…

વધુ વાંચો >

ગુપ્ત, પરમેશ્વરીલાલ

ગુપ્ત, પરમેશ્વરીલાલ (જ. 14 ઑક્ટોબર 1914, આઝમગઢ, ઉત્તરપ્રદેશ; અ. 29 જુલાઈ 2001) : ભારતીય સિક્કાશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર વિદ્વાન અને સ્વાતંત્ર્ય-સૈનિક. વૈશ્ય બાબુ ગોપાલદાસ અગ્રવાલને ત્યાં જન્મ. 1930માં તેઓ વેસ્લી હાઈસ્કૂલમાં ભણતા હતા, ત્યારે જવાહરલાલ નહેરુની ધરપકડનો વિરોધ કરવા માટે સંગઠન કરવાથી શાળામાંથી બરતરફ કરવામાં આવ્યા. તે પછી તેઓ કૉંગ્રેસમાં…

વધુ વાંચો >

ગેત્સ, હરમાન

ગેત્સ, હરમાન (જ. 17 જુલાઈ 1898; અ. 8 જુલાઈ 1976) : ભારતીય વિદ્યા (indology)ના અભ્યાસી જર્મન કલાવિદ્. તેમના પિતા જર્મનીના કાર્લશૃહેની આટર્સ ઍન્ડ ક્રાફ્ટ કૉલેજના ડિરેક્ટર હતા. 1917માં મ્યૂનિકમાં અધ્યયન માટે જોડાયા. 1918માં લશ્કરમાં સેવા આપેલી. પ્રાચીન ઇજિપ્તનો ઇતિહાસ, ગ્રીક કલાનો ઇતિહાસ, બૌદ્ધ ધર્મ અને કલા, પૂર્વ તથા પશ્ચિમના સાંસ્કૃતિક…

વધુ વાંચો >

ટ્રોપિકલ મ્યુઝિયમ

ટ્રોપિકલ મ્યુઝિયમ (ઍમ્સ્ટર્ડમ, નેધરલૅન્ડ) : નૃવંશશાસ્ત્રવિષયક (anthropological) ઉષ્ણકટિબંધીય દેશોનાં ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ. તેમાં ખાસ કરીને એશિયા અને આફ્રિકાની સંસ્કૃતિનો સમાવેશ થાય છે. મ્યુઝિયમમાં પ્રદર્શિત પદાર્થમાં ગરીબ, તવંગર વગરે બધા જ વર્ગોનું જીવનદર્શન થાય છે. તેમાં રોજ વપરાતી નાનામાં નાની ચીજવસ્તુથી માંડીને મોટામાં મોટું રાચરચીલું, હથિયારો ઉપરાંત કલાકૃતિઓ…

વધુ વાંચો >

દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢ

દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢ : જૂનાગઢનું જાણીતું મ્યુઝિયમ. જૂનાગઢના નવાબ મહંમદખાન બીજાના સમયમાં એટલે કે ઓગણીસમી સદીમાં જૂનાગઢમાં એક ઘણી ભવ્ય ઇમારત બંધાઈ હતી. તેમાંના વચલા હૉલને 1947માં સૌરાષ્ટ્ર સરકારના સમયમાં ‘દરબાર હૉલ મ્યુઝિયમ’ તરીકે ફેરવી નાખવામાં આવ્યો. નવાબ મહંમદખાન બીજાએ આ હૉલને ચાંદીનું રાજસિંહાસન, કલાત્મક ખુરશી, કીમતી તથા રંગબેરંગી…

વધુ વાંચો >