મોહન વ. મેઘાણી

રા’નોંઘણ-1

રા’નોંઘણ-1 (ઈ. સ. 1026-1044) : સોરઠના ચૂડાસમા વંશ(875-1472)નો સાતમો શાસક અને રા’દયાસ(1003-1010)નો પુત્ર. ચૂડાસમા વંશનો સ્થાપક ચંદ્રચૂડ કે ચૂડાચંદ્ર મૂળે સિંધના ‘સમા વંશ’નો હતો અને તેનો વંશવેલો શ્રીકૃષ્ણ સુધી પહોંચે છે. તેથી ચૂડાસમા યદુવંશી હતા. ચૂડાચંદ મોસાળમાં વંથળી (વનસ્થલી) આવીને રહ્યો હતો અને મામા-વારસે ગાદી મળી હતી. ચંદ્રચૂડ યા ચૂડાચંદ્રનું…

વધુ વાંચો >

રા’નોંઘણ-2

રા’નોંઘણ-2 (1067-1098) : સોરઠના ચૂડાસમા વંશનો નવમો શાસક અને રા’ખેંગાર-1(1044-1067)નો પુત્ર. પાટણના સોલંકીઓની જેમ ચૂડાસમાઓને પણ સોરઠની ગાદી મોસાળ પક્ષ તરફથી પ્રાપ્ત થઈ હતી. ચૂડાસમા વંશમાં નોંઘણ નામધારી ચાર શાસકો થઈ ગયા હતા. રા’નોંઘણ-2ના શાસનનાં શરૂઆતનાં વર્ષોમાં સત્તાવિસ્તાર માટે અનુકૂળ સ્થિતિ હતી. તેની સત્તાને પડકારી શકે તેવો પાટણનો સોલંકી રાજા…

વધુ વાંચો >

લક્ઝમ્બર્ગ (દેશ)

લક્ઝમ્બર્ગ (દેશ) : યુરોપનો જૂનામાં જૂનો ગણાતો અને ઓછો વિસ્તાર ધરાવતો નાનો દેશ તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે આશરે 49° 25´થી 50° 15´ ઉ. અ. અને 5° 45´થી 6° 30´ પૂ. રે. વચ્ચેનો 2,586 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 89…

વધુ વાંચો >

લૅંકેસ્ટર વંશ

લૅંકેસ્ટર વંશ : ઇંગ્લૅન્ડની રાજગાદીએ 1399થી 1461 દરમિયાન શાસન કરનાર રાજવંશ. હેનરી-4એ તેની સ્થાપના કરી હતી. હેનરી-4 શાહી કુટુંબનો જ વારસ હતો. તેનો પિતા જૉન ઑવ્ ગોન્ટ ઇંગ્લૅન્ડના પ્લેન્ટેજિનેટ વંશ(ઈ. સ. 1154-1399)ના એડવર્ડ3 (1327-77)નો પુત્ર હતો. એડવર્ડ-3ના રાજવંશનું રાજચિહન ‘પીળા ફૂલની સાવરણી’ (લૅટિન : પ્લાન્ટા જેનિટા) હોવાથી વંશ એ નામે…

વધુ વાંચો >

લોકાર્નો કરાર

લોકાર્નો કરાર : સ્વિટ્ઝર્લૅન્ડના લોકાર્નો નગરમાં યુરોપીય સત્તાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે પરસ્પર બાંયધરીની અને લવાદ-પ્રથાના સ્વીકાર માટેની ઈ. સ. 1925માં થયેલી સંધિઓ. 1925ના ઑક્ટોબરની 16મીએ શરૂ થયેલી પરિષદને અંતે 1 ડિસેમ્બર 1925ના રોજ એેના પર લંડનમાં વિદેશ વિભાગના કાર્યાલયમાં સહીઓ કરવામાં આવી હતી. પરિષદમાં જર્મની, ફ્રાન્સ, ગ્રેટ…

વધુ વાંચો >

લૉમ્બાર્ડ-લીગ

લૉમ્બાર્ડ-લીગ : જર્મન સમ્રાટ ફ્રેડરિક1 (1121-90) દ્વારા ઇટાલી ઉપર પુન: સત્તા સ્થાપવાના હેતુથી ઇટાલીના લૉમ્બાર્ડી વિસ્તારનાં નગરોનું માર્ચ 1167માં રચવામાં આવેલું સંગઠન. ઉપર્યુક્ત સંગઠનમાં સૌપ્રથમ ક્રિમોના, મન્તુઆ, બારગેમો અને બ્રસિયા જોડાયેલાં, પરંતુ પાછળથી મિલાન, પાર્મા, પેજોવા, વેરોના, પીસેન્ઝા અને બોલોન્યા પણ જોડાયાં હતાં. લૉમ્બાર્ડી વિસ્તાર ઉત્તર ઇટાલીમાં આલ્પ્સ પર્વત અને…

વધુ વાંચો >

વાઇકિંગ

વાઇકિંગ : ઉત્તર યુરોપીય વિસ્તાર સ્કૅન્ડિનેવિયાના આઠમીથી દસમી સદી દરમિયાન આક્રમક સમુદ્રી ચડાઈઓ કરનારા અને લૂંટફાટ કરનારા લોકો. ગુજરાતમાં પ્રચલિત ચાંચિયા સાથે તેમનું સામ્ય જોઈ શકાય. સ્કૅન્ડિનેવિયા ભૌગોલિક વિસ્તાર છે; જેમાં ઉત્તર યુરોપીય વિસ્તારમાં આવેલા સ્વીડન, નૉર્વે, ડેન્માર્ક, આઇસલૅન્ડ અને તેમના વિસ્તારના ટાપુઓનો સમાવેશ થાય છે. સ્કૅન્ડિનેવિયનો પશ્ચિમ ઇંગ્લૅન્ડમાં વસ્યા…

વધુ વાંચો >

વાંગ યંગ

વાંગ યંગ : ચીન દેશના મિંગ વંશ (1368-1644) દરમિયાન થઈ ગયેલો (1472-1528) અગ્રગણ્ય તત્વચિંતક. સમકાલીનોની રૂઢિગત ચિંતન-પદ્ધતિ સામે અણગમો વ્યક્ત કરીને વ્યક્તિગત ચિંતન દ્વારા મૌલિક વિચારધારા રજૂ કરનાર નીડર વિચારક. માનવજીવનના મૂળભૂત પ્રશ્નોના ઉત્તરો વાંગ યંગે પરંપરાગત વિચારધારા કરતાં આત્મખોજ દ્વારા આપવા પ્રયત્નો કર્યા. આ જ કારણથી વાંગ યંગ મિંગ…

વધુ વાંચો >

વિનસ

વિનસ : પ્રાચીન કાળની રોમની સૌંદર્ય અને પ્રેમની દેવી. મૂળે તે રોમન નહિ પણ ઇટાલિયન દેવી હતી. પ્રાચીન રોમની તે ખૂબ જ પ્રસિદ્ધ દેવી હતી. સૌંદર્ય અને પ્રેમની ગ્રીક દેવી એફ્રોડાઇટ સાથે તેનું સાયુજ્ય સ્થપાયું પછી તે ખૂબ જ પ્રસિદ્ધ અને આરાધ્ય દેવી બની. દેશમાં તેનાં મંદિરો ઊભાં થયાં અને…

વધુ વાંચો >

વીરસેન

વીરસેન : મથુરાનો નાગવંશી રાજા (ઈ. સ.ની ત્રીજી કે ચોથી સદી). મથુરાને રાજધાની બનાવી તેણે પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઉપર શાસન કર્યું હતું. કુષાણોની સત્તા નબળી પડતાં વીરસેનનો ઉદય થયો હતો. પૌરાણિક પરંપરા, સિક્કા અને લેખિત પુરાવાઓના આધારે માહિતી મળે છે કે નાગ લોકો અનાર્ય હતા અને ઈ.સ.ની ત્રીજી અને ચોથી…

વધુ વાંચો >