મુગટલાલ પોપટલાલ બાવીસી

ગુજરાત સિક્કા પરિષદ

ગુજરાત સિક્કા પરિષદ : સિક્કાશાસ્ત્રની રાજ્યકક્ષાની સંસ્થા. ગુજરાત સિક્કા પરિષદની સ્થાપના સને 1982માં વડોદરામાં થઈ હતી. એના ઉદ્દેશોમાં સિક્કાશાસ્ત્રના અભ્યાસ-સંશોધનને પ્રોત્સાહન આપવું, સિક્કા અંગેનું સાહિત્ય એકત્રિત કરવું, પ્રકાશનો કરવાં, પ્રવચનો યોજવાં, જૂના સિક્કાના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવી, એમાં રસ ધરાવનારાઓને માર્ગદર્શન આપવું, સિક્કા-સંગ્રાહકો પરસ્પરના પરિચયમાં આવે અને ઉપયોગી થાય…

વધુ વાંચો >

ગોંદિયા

ગોંદિયા : મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આવેલું બીડીનાં પત્તાં ખરીદવા માટેનું મોટું કેન્દ્ર. ગુજરાત, મહારાષ્ટ્ર, મૈસૂર, ચેન્નાઈ વગેરે રાજ્યોના બીડીના ઉત્પાદકો અહીંથી જથ્થાબંધ પ્રમાણમાં પત્તાં ખરીદે છે. એ મુંબઈથી કૉલકાતાના મુખ્ય રેલમાર્ગ પર નાગપુર અને દુર્ગ રેલવે સ્ટેશનો વચ્ચે આવેલું છે. નજીકમાં આવેલાં જંગલોમાં પુષ્કળ વૃક્ષો છે અને એ વૃક્ષોનાં પાંદડાંમાંથી…

વધુ વાંચો >

ગ્રિગૉરિયન કૅલેન્ડર

ગ્રિગૉરિયન કૅલેન્ડર : દુનિયાના લગભગ બધા દેશોએ વ્યવહારમાં અપનાવેલું પોપ ગ્રેગરી તેરમાએ પ્રચલિત કરેલું તિથિપત્ર. તિથિપત્ર એટલે ‘કૅલેન્ડર’. તે રોમન શબ્દ ‘કૅલેન્ડઝ’ પરથી બનેલો છે. તેનો અર્થ માસનો પ્રથમ દિવસ થાય છે. શરૂઆતમાં પ્રાચીન રોમમાં 10 માસનું અને 365 દિવસનું કૅલેન્ડર અમલમાં હતું. તે પછી જુલિયસ સીઝરની સૂચનાથી ખગોળશાસ્ત્રી સૉસિજિનસ…

વધુ વાંચો >

ગ્રેગરી ધ ગ્રેટ 1

ગ્રેગરી ધ ગ્રેટ 1 (જ. 540, રોમ; અ. 12 માર્ચ 604, રોમ) : રોમન કૅથલિક દેવળના વડા અને મહાન ખ્રિસ્તી ધર્મગુરુ તરીકે ઓળખાતા રોમના પોપ. તેમનું કુટુંબ રોમમાં વિખ્યાત હતું. રોમન સમ્રાટ જસ્ટિન 2ના સમયમાં તેમની રોમના પ્રીટૉર (praetor) તરીકે નિમણૂક થઈ હતી. થોડા સમય પછી તેઓ ખ્રિસ્તી મઠમાં દાખલ…

વધુ વાંચો >

ગ્રેગરી ધ ગ્રેટ 7

ગ્રેગરી ધ ગ્રેટ 7 (જ. 1020, સોઆનો, ઇટાલી, ટસ્કની; અ. 25 મે 1085, સાલેર્નો) : મધ્ય યુગના રોમન કૅથલિક ચર્ચના ‘મહાન’ પોપ. તેઓ જર્મન કુળના હિલ્ડબ્રાન્ડ નામના પરિવારમાં જન્મ્યા હતા. શિક્ષણ ઇટાલીના રોમન ખ્રિસ્તી મઠમાં લીધું. એ પછી તેઓ ફ્રાન્સના  ક્લૂનીમાં પાદરી બન્યા. જર્મનીના રાજા હેન્રી 3ના દરબારમાં સારા વક્તા…

વધુ વાંચો >

ઘોઘા

ઘોઘા : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 21° 01´ ઉ. અ. અને 72° 16´ પૂ. રે.. તે ભાવનગરથી અગ્નિકોણમાં 21 કિમી.ને અંતરે ખંભાતના અખાતના તટ પર આવેલું છે. ઘોઘાની આજુબાજુની જમીન કાળી તેમજ પીળાશ પડતી છે. અહીંની આબોહવા ભાવનગર જેવી છે. એક સમયે ઘોઘા સોરઠ પ્રદેશનું…

વધુ વાંચો >

ચંદેલ વંશ અને રાજ્ય

ચંદેલ વંશ અને રાજ્ય : ચંદ્રથી ઉત્પન્ન થયેલ મનાતા ચંદ્રત્રેય નામના ઋષિના વંશજો. રજપૂતોની 36 શાખાઓમાં ચંદેલાની ગણતરી કરવામાં આવે છે. આ વંશના શરૂઆતના રાજાઓ કનોજના ગૂર્જર પ્રતિહાર વંશના સામંતો જેવા હતા. ચંદેલ રાજવંશની સ્થાપના નન્નુક નામના રાજાએ ઈસુની નવમી સદીની પ્રથમ પચીશી દરમિયાન કરી હતી. એનું મુખ્ય મથક ખર્જુરવાહક…

વધુ વાંચો >

ચંદ્રસૂરિ

ચંદ્રસૂરિ (ઈ. સ. 1137માં હયાત) : જૈન મુનિ. આચાર્ય ચંદ્રસૂરિ મલધારી હેમચંદ્રસૂરિના પટ્ટધર શિષ્ય હતા. એક વાર આ ચંદ્રસૂરિ વિહાર કરતા ધોળકા આવ્યા ત્યારે ત્યાંના ધવલ નામના શ્રેષ્ઠીએ તેમને ‘મુનિસુવ્રતચરિત’ રચવા વિનંતી કરી. તેથી આશાવલ્લીપુરી-(આશાવળ)માં નાગિલ શ્રેષ્ઠીના પુત્રોના ઘેર રહીને 1137માં એમણે 11,000 શ્લોકોનું ‘મુનિસુવ્રતચરિત’ લખ્યું. આ ગ્રંથના અંતમાં એમણે…

વધુ વાંચો >

ચામુંડરાજ

ચામુંડરાજ (ઈ. સ. 997–1010) : ગુજરાતનો સોલંકી કુળનો રાજવી. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના અવસાન પછી એનો પુત્ર ચામુંડરાજ ઈ. સ. 997માં ગુજરાતનો રાજવી બન્યો. એની માતા માધવી ચાહમાન કુલની હતી. ચામુંડરાજ ગાદીએ આવ્યો તે પહેલાં યુવરાજ તરીકે તેણે શ્વભ્રમતી (સાબરમતી) નદી ઓળંગીને લાટ પર ચડાઈ કરી હતી અને ભરૂચના…

વધુ વાંચો >

ચાહમાન રાજવંશ

ચાહમાન રાજવંશ : મધ્યયુગમાં સાતમી સદીથી શરૂ કરીને મુખ્યત્વે આજનાં ગુજરાત તથા રાજસ્થાનની આસપાસના પ્રદેશોમાં જુદે જુદે સમયે સત્તાસ્થાને રહેલો રાજવંશ. રાજસ્થાનમાં શાકંભરી, જાલોર, નડૂલ, સાચોર તથા રણથંભોરમાં તેમણે રાજ્ય કરેલું. ગુજરાતમાં લાટ, ભરૂચ, નાંદીપુરી, ચાંપાનેર, વાવ, માંડવા વગેરે સ્થળોએ ચૌહાણ તરીકે સત્તા કબજે કરી હતી. અગ્નિપુરાણ પ્રમાણે ચાહમાનો અગ્નિકુળના…

વધુ વાંચો >