મહેશ ચોકસી
લૉઇડ, ક્રિસ એવર્ટ
લૉઇડ, ક્રિસ એવર્ટ (જ. 21 ડિસેમ્બર 1954, લૉડરડૅલ, ફ્લૉરિડા, અમેરિકા) : અમેરિકાનાં મહિલા ટેનિસ ખેલાડી. 1970ના દશકાનાં તેમજ 1980ના દશકાનાં પ્રારંભિક વર્ષોનાં તેઓ અગ્રણી મહિલા ખેલાડી બની રહ્યાં. તેઓ તેમની અદભુત ગ્રાઉન્ડ સ્ટ્રોક (વિશેષ કરીને બે હાથે લગાવાતા બૅક-હૅન્ડ સ્ટ્રોક) લગાવવાની પદ્ધતિ, સાતત્ય તથા તણાવ દરમિયાન પણ સ્વસ્થ અને શાંત…
વધુ વાંચો >લૉઇડ, ક્લાઇવ હ્યુબર્ટ
લૉઇડ, ક્લાઇવ હ્યુબર્ટ (જ. 31 ઑગસ્ટ 1944, ક્વીન્સટાઉન, જ્યૉર્જટાઉન, વેસ્ટ ઇંડિઝ) : વેસ્ટ ઇંડિઝના ક્રિકેટખેલાડી. તેઓ મિલનસાર સ્વભાવના હતા. છતાં એક સેનાપતિની અદાથી તેમણે વેસ્ટ ઇંડિઝની ટીમને સુસંગઠિત કરી ક્રિકેટજગતમાં તેને સૌથી શિસ્તબદ્ધ અને સૌથી સફળ બનાવી હતી. તેઓ ભરપૂર શક્તિ ધરાવતા ડાબેરી બૅટધર હતા. ઘૂંટણનું ઑપરેશન કરાવવું પડ્યું ત્યાં…
વધુ વાંચો >લૉક, ટોની
લૉક, ટોની (જ. 5 જુલાઈ 1929, લિમ્સફીલ્ડ, સરે, યુ.કે.) : ઇંગ્લૅન્ડના ક્રિકેટખેલાડી. તેઓ ડાબેરી મધ્યમ ઝડપી સ્પિન ગોલંદાજ હતા. તેઓ અત્યંત ઝડપી દડા નાંખી શકે તેમ હતા, પણ તેમાં તેમનું ‘ઍક્શન’ શંકાસ્પદ બની જતું હતું. પાંચેક મૅચમાં દડો ફેંકવા બદલ તેમને ‘નો બૉલ’ અપાયા હતા. પરિણામે તેમણે પોતાની ગોલંદાજીનું નવેસરથી…
વધુ વાંચો >લૉરેન્ટ્સ, આર્થર
લૉરેન્ટ્સ, આર્થર (જ. 14 જુલાઈ 1917, બ્રુકલિન, ન્યૂયૉર્ક) : અમેરિકન નાટ્યકાર, દિગ્દર્શક, પટકથાલેખક. શિક્ષણ : કૉનેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક; બી.એ., 1937. અમેરિકાના લશ્કરી દળમાં કામગીરી બજાવી, 1940-45. રેડિયો-નાટ્યલેખક તરીકે કાર્ય કર્યું, 1943-45. એમાં સેક્રેટરી ઑવ્ વૉર તરફથી સાઇટેશન તથા ‘વેરાઇટી’ ઍવૉર્ડ, 1945. તેઓ ડ્રામૅટિસ્ટ પ્લે સર્વિસમાં રંગભૂમિના નિર્દેશક બન્યા, 1961-66.…
વધુ વાંચો >વકાર યૂનુસ
વકાર યૂનુસ (જ. 16 નવેમ્બર 1971, બુરેવાલા, વિહારી, પાકિસ્તાન) : પાકિસ્તાનના સમર્થ ઝડપી ગોલંદાજ અને ભૂતપૂર્વ સુકાની. પંજાબના વિહારી જિલ્લાના કપાસ અને અનાજની ખેતી ધરાવતા શહેર બુરેવાલામાં જન્મેલા વકાર યૂનુસે શારજાહમાં નિશાળનો અભ્યાસ કર્યો અને એના પિતા શારજાહમાં થતાં બાંધકામોમાં કામગીરી બજાવતા હતા. શારજાહમાં એણે ક્રિકેટ ખેલાતું જોયું અને એના…
વધુ વાંચો >વડ્ડાવેલા (1958)
વડ્ડાવેલા (1958) : પંજાબી સાહિત્યકાર મોહનસિંગનો કાવ્યસંગ્રહ. આ કૃતિને 1959ના વર્ષ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહમાં 14 કાવ્યો, 12 ગઝલ તથા એક કથાકાવ્ય(ballad)નો સમાવેશ છે. ઓછી સંખ્યા હોવા છતાં આ કાવ્યસંગ્રહનો પંજાબી કાવ્યજગતમાં ખાસ્સો પ્રભાવ રહ્યો છે. મોહનસિંગની મોટી મૂડી તે ભાષાની તેમની ઊંડી જાણકારી અને…
વધુ વાંચો >વણઝરાબેદી, એસ. એસ.
વણઝરાબેદી, એસ. એસ. (જ. 1924, સિયાલકોટ [હાલ પાકિસ્તાનમાં]) : આ પંજાબી લેખકની કૃતિ ‘ગલિયે ચિકડ દૂરિ ઘર’ને 1988ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ.ની ડિગ્રી તથા દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી. મેળવી છે. કારકિર્દીના પ્રારંભમાં બૅંકમાં નોકરીમાં જોડાયા પછી તેઓ દિલ્હીની દયાલસિંગ કૉલેજમાં સિનિયર અધ્યાપક બન્યા.…
વધુ વાંચો >વતનબે ઓસામુ
વતનબે ઓસામુ (જ. 21 ઑક્ટોબર 1940; હોકાપડો, જાપાન) : જાપાનના કુસ્તીબાજ. કદાચ સર્વકાલીન સૌથી મહાન કુસ્તીબાજ. તેમની કારકિર્દી અત્યંત ટૂંકી રહી પરંતુ એ ટૂંકી કારકિર્દી દરમિયાન પણ તેમનો કદી પરાજય થયો ન હતો અથવા તેમના કરતાં કોઈનો વધારે સ્કોર પણ થયો ન હતો. 1996ની ટૉકિયો ઑલિમ્પિકમાં તેમનો વિજય થયો તે…
વધુ વાંચો >વરદરાજન્, એમ.
વરદરાજન્, એમ. (જ. 1912, વેલમ, તા. તિરુપટ્ટુર, તામિલનાડુ; અ. 1974) : તમિળ લેખક. કૌટુંબિક સંજોગોને કારણે ક્લાર્કની નોકરી સ્વીકારી. ‘તમિળ વિદ્વાન’નો અભ્યાસ પાસ કરી પ્રથમ ક્રમ તથા તિરુપનાન્દલ મટ્ટ ઍવૉર્ડ મેળવ્યા. એમ.ઓ.એલ.ની ડિગ્રી મેળવી પછૈયાપ્પા કૉલેજ, ચેન્નાઈ ખાતે તમિળના પ્રાધ્યાપક નિમાયા. ત્યાં 1939થી ’61 સુધી કામ કર્યું. પછી ચેન્નાઈ યુનિવર્સિટી…
વધુ વાંચો >વર્દનયૅન યુરિક
વર્દનયૅન યુરિક (જ. 13 જૂન 1956, લેનિનકન, જૂનું સોવિયેત સંઘ) : વેઇટ લિફ્ટિંગના રશિયાના ખેલાડી. તેઓ 1980ના ઑલિમ્પિક રમતોત્સવમાં માત્ર એક જ સુવર્ણચન્દ્રકના વિજેતા બન્યા હતા; પણ 1970ના ઉત્તરાર્ધના અને 1980ના પૂર્વાર્ધના દાયકાના વિશ્વના અગ્રણી વેઇટલિફ્ટર બની રહ્યા. તેઓ પ્રથમ વિજયપદક 1977માં 75 કિગ્રા.ના વર્ગમાં જીત્યા. ત્યારબાદ 82.5 કિગ્રા.ના આગળના…
વધુ વાંચો >