વર્દનયૅન યુરિક (જ. 13 જૂન 1956, લેનિનકન, જૂનું સોવિયેત સંઘ) : વેઇટ લિફ્ટિંગના રશિયાના ખેલાડી. તેઓ 1980ના ઑલિમ્પિક રમતોત્સવમાં માત્ર એક જ સુવર્ણચન્દ્રકના વિજેતા બન્યા હતા; પણ 1970ના ઉત્તરાર્ધના અને 1980ના પૂર્વાર્ધના દાયકાના વિશ્વના અગ્રણી વેઇટલિફ્ટર બની રહ્યા. તેઓ પ્રથમ વિજયપદક 1977માં 75 કિગ્રા.ના વર્ગમાં જીત્યા. ત્યારબાદ 82.5 કિગ્રા.ના આગળના વર્ગમાં તેઓ 1978, 1979 અને 1981માં વિજેતા બન્યા. 1980ના ઑલિમ્પિક વિજયની ગણતરી લક્ષમાં લેતાં, તેઓ કુલ 400 કિગ્રા.માં વિજયી રહ્યા, આ આંક હજુ પણ ઑલિમ્પિક વિક્રમ બની રહ્યો છે. વળી 1983 અને 1985માં તેઓ 82.5 કિગ્રા.માં વિશ્વચૅમ્પિયન બન્યા હતા.

મહેશ ચોકસી