મહેશ ચોકસી

મેં મેલે રા જનૂન

મેં મેલે રા જનૂન (1976) : ડોગરી કવિ કેહારીસિંગ ‘મધુકર’(જ. 1930)નો કાવ્યસંગ્રહ. આ સંગ્રહને ભારતીય સાહિત્ય અકાદમીનો 1977ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. આ કાવ્યોમાં ઊર્મિની તીવ્રતા તથા ઉત્કટતાની સાથોસાથ તાર્કિકતા તથા શાણપણનો સમન્વય છે. અનિશ્ચિતતાભર્યા ધૂંધળા વર્તમાનમાં પરિવર્તન લાવી આશાસ્પદ ભાવિ સ્થાપવાની ઝંખનામાં આદર્શવાદ સાથે વાસ્તવવાદનીયે ભૂમિકા જોવા મળે છે.…

વધુ વાંચો >

મૉઇસેયેવ, ઇગૉર અલેક્ઝાન્ડ્રોવિચ

મૉઇસેયેવ, ઇગૉર અલેક્ઝાન્ડ્રોવિચ (જ. 21 જાન્યુઆરી 1906, કીવ, યુક્રેન, રશિયા) : રશિયાના નર્તક, નૃત્યનિયોજક અને બૅલેનિર્દેશક. તેમણે ખાનગી ધોરણે તથા બૉલશૉઈ બૅલે સ્કૂલમાં શિક્ષણ-તાલીમ લીધાં અને 1924માં બૉલશૉઈ બૅલેની મુખ્ય કંપનીમાં સ્નાતક થયા; 1939 સુધી ત્યાં જ એકલા પ્રમુખ પાત્ર તથા નૃત્યનિયોજક તરીકે કાર્યભાર સંભાળતા રહ્યા. 1936માં ‘થિયેટર ઑવ્ ફૉક…

વધુ વાંચો >

મૉગર, ઈવાન (જિરાલ્ડ)

મૉગર, ઈવાન (જિરાલ્ડ) (જ. 1939, ક્રાઇસ્ટ ચર્ચ, ન્યૂઝીલૅન્ડ) : મૉટરબાઇકની સ્પર્ધાના કુશળ ચાલક (speedway rider). તેમણે 1957થી 1982 દરમિયાન, વિમ્બલડન, રાય હાઉસ, ઈસ્ટ બૉર્ન, ન્યૂ કૅસલ બૅલ વૂ, એક્સટર અને હલ ખાતેની ઝડપ-સ્પર્ધામાં વાહન ચલાવવામાં ભાગ લીધો હતો અને એ દરમિયાન, તેમણે 1968–70, 1972, 1977 અને 1979 – એમ 6…

વધુ વાંચો >

મોઝર-પૉલ, ઍનમૅરી

મોઝર-પૉલ, ઍનમૅરી (1953, કલીનાર્લ, ઑસ્ટ્રિયા) : આલ્પાઇન પર્વત પર બરફમાં સરકવાની રમતનાં નામી મહિલા-ખેલાડી. તેઓ 1970–79 દરમિયાન 62 વિશ્વકપ રેસ જીત્યાં હતાં. એક મહિલા-ખેલાડી માટે તે એક વિક્રમ હતો. આ ઉપરાંત 1979માં ઑવઑબ ચૅમ્પિયન, 1978 અને 1979માં ડાઉનહિલ ચૅમ્પિયન, 1980માં ઑલિમ્પિક ડાઉનહિલ, 1972 અને ’78માં વર્લ્ડ કંબાઇન્ડ તેમજ 1974, ’78…

વધુ વાંચો >

મૉઝિસ, ઍડવિન કૉરલી

મૉઝિસ, ઍડવિન કૉરલી (જ. 1955, ડ્રેટન, ઑહિયો) : વિઘ્ન-દોડના નિપુણ ખેલાડી. ઑગસ્ટ, 1977 તથા જૂન, 1987 વચ્ચેના ગાળા દરમિયાન તેમણે વિક્રમજનક 122 જેટલી રેસોમાં ભાગ લીધો અને તેમાંથી એકેયમાં તેમની હાર થઈ ન હતી. 1977, 1979 અને 1981માં 440 મીટર વિઘ્નદોડમાં તેઓ વિશ્વકપના સુવર્ણચંદ્રક વિજેતા બન્યા હતા. 1983માં તેઓ વિશ્વ-ચૅમ્પિયન…

વધુ વાંચો >

મોટરસાઇકલ-સ્પર્ધા

મોટરસાઇકલ-સ્પર્ધા : સ્પર્ધકની નિપુણતા, ગતિ, સહનશક્તિ વગેરે ચકાસવા માટે જુદા જુદા જૂથવાર વર્ગીકૃત કરાયેલ મશીનના આધારે યોજાતી અનોખી સ્પર્ધા. આ સ્પર્ધાનો પ્રારંભ યુરોપમાં થયો અને તેમાં મોટરકાર તથા મોટર-સાઇકલ એ બંને પ્રકારનાં વાહનો સામાન્ય માર્ગો પર એક શહેરથી બીજા શહેર વચ્ચેની સ્પર્ધામાં ભાગ લેતાં. 1903માં પૅરિસથી માડ્રિડ વચ્ચેની સ્પર્ધામાં દુર્ઘટના…

વધુ વાંચો >

મોટર-સ્પર્ધા

મોટર-સ્પર્ધા (Racing) : બે કે તેથી વધુ વાહનો માટે યોજાતી સ્પર્ધા. આ સ્પર્ધામાં ઊતરનાર વાહનોનું નિયત જૂથવાર વર્ગીકરણ કરેલું હોય છે. વળી તે સ્પર્ધા નિયત કરેલા માર્ગે અથવા કોઈ માર્ગ પરનાં બે નિર્ધારિત બિંદુ-સ્થાનો (points) વચ્ચે યોજાતી હોય છે. ભારતમાં આ સ્પર્ધાઓનું સંચાલન-નિયમન ફેડરેશન ઑવ્ મોટર સ્પૉર્ટ્સ ઑવ્ ઇન્ડિયા (FMSCI)…

વધુ વાંચો >

મોટવાની, હરિ

મોટવાની, હરિ [જ. 30 નવૅમ્બર 1929, લારકાનો (હવે પાકિસ્તાનમાં)] : સિંધી સાહિત્યકાર. તેમની નવલકથા ‘આઝો’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો ઍવૉર્ડ અપાયો હતો. છેલ્લાં 35 વર્ષથી તેમણે સિંધીના પ્રખ્યાત સામયિક ‘કૂંજ’નું સંપાદન કર્યું છે. 1975માં ટૂંકી વાર્તાનો તેમનો પ્રથમ સંગ્રહ ‘હિક લકીર’ પ્રગટ થયો; તેમની ટૂંકી વાર્તાના 4 સંગ્રહો, 4…

વધુ વાંચો >

મૉડાચ, ઇમ્રે

મૉડાચ, ઇમ્રે (જ. 21 જાન્યુઆરી 1823, હંગેરી; અ. 5 ઑક્ટોબર 1864, હંગેરી) : હંગેરીના કવિ. ‘ધ ટ્રૅજેડી ઑવ્ મૅન’ (1861) નામક તેમના મહત્વાકાંક્ષી પદ્યનાટકથી તેમને વ્યાપક પ્રસિદ્ધિ મળી છે. તે હંગેરીના સૌથી મહાન તત્વદર્શી (philosophic) કવિ લેખાય છે. તેમના ઉત્કટ રસના વિષયો અનેક હતા. વકીલાત, સરકારી નોકરી અને પાર્લમેન્ટના સભ્ય…

વધુ વાંચો >

મોતીપ્રકાશ

મોતીપ્રકાશ (જ. 1931, દડો, સિંધ) : સિંધી સાહિત્યકાર. તેમની ‘સે સભ સંધ્યમ સાહ સે’ નામની કૃતિને 1988ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેમણે દુબાઈ(યુ.એ.ઈ.)ની ‘ઇન્ડિયન હાઈસ્કૂલ’માં આચાર્ય તરીકે સેવા આપી હતી. ત્યાં એમણે 1977થી 2002 સુધી આચાર્યનો હોદ્દો નિભાવ્યો. નિવૃત્ત થઈને આદિપુર આવીને સિંધી અકાદમીની સ્થાપના કરી. તેમણે…

વધુ વાંચો >