મૉગર, ઈવાન (જિરાલ્ડ)

February, 2002

મૉગર, ઈવાન (જિરાલ્ડ) (જ. 1939, ક્રાઇસ્ટ ચર્ચ, ન્યૂઝીલૅન્ડ) : મૉટરબાઇકની સ્પર્ધાના કુશળ ચાલક (speedway rider). તેમણે 1957થી 1982 દરમિયાન, વિમ્બલડન, રાય હાઉસ, ઈસ્ટ બૉર્ન, ન્યૂ કૅસલ બૅલ વૂ, એક્સટર અને હલ ખાતેની ઝડપ-સ્પર્ધામાં વાહન ચલાવવામાં ભાગ લીધો હતો અને એ દરમિયાન, તેમણે 1968–70, 1972, 1977 અને 1979 – એમ 6 વખત વિશ્વકક્ષાના વ્યક્તિગત વિજયપદકના વિજેતા બની વિક્રમ સ્થાપ્યો. બેની જોડીનું આવું વિશ્વ-વિજયપદક (Pairs World Title) 2 વાર અને ટીમ-વિજયપદક 4 વાર જીત્યા. તેઓ આવી સ્પર્ધાના લાંબા માર્ગ માટેના વિશ્વ-વિજયપદકના 2 વખત વિજેતા નીવડ્યા. આમ ઝડપ-સ્પર્ધાના વાહન-ચાલક તરીકેની તેમની કારકિર્દી અત્યંત સફળ રહી હતી.

મહેશ ચોકસી