મહેશ ચોકસી
માર્શલ, થરગુડ
માર્શલ, થરગુડ (જ. 1908, બાલ્ટિમૉર, મૅરીલૅન્ડ, અમેરિકા; અ. 1993) : રંગભેદવિરોધી ન્યાયાધીશ. તેમણે લિંકન યુનિવર્સિટી ખાતે તેમજ હાર્વર્ડ યુનિવર્સિટી લૉ સ્કૂલ ખાતે અભ્યાસ કર્યો. તે પછી તેમણે ‘નૅશનલ ઍસોસિયેશન ફૉર ધી એડવાન્સમેન્ટ ઑવ્ કલર્ડ પીપલ’ (1936) માટે સક્રિયપણે કાર્ય કરવા માંડ્યું અને 1940માં તેના કાનૂની સ્ટાફના વડા નિયુક્ત થયા. એટર્ની…
વધુ વાંચો >માર્સલ, ગેબ્રિયલ
માર્સલ, ગેબ્રિયલ (જ. 7 ડિસેમ્બર 1889, પૅરિસ, ફ્રાંસ; અ. 8 ઑક્ટોબર 1973) : ફ્રાન્સના નાટ્યકાર. તેઓ અસ્તિત્વવાદી પરંપરાના તત્વચિંતક હતા; પરંતુ સાર્ત્રના નિરીશ્વરવાદી અસ્તિત્વવાદથી જુદા પડવાના આશયથી તેઓ ‘નિયોસૉક્રૅટિક’ તરીકે અથવા ‘ક્રિશ્ચિયન એક્ઝિસ્ટેન્શલિસ્ટ’ તરીકે પોતાને ઓળખાવતા હતા. તેમણે સૉબૉર્ન ખાતે તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો; પરંતુ વ્યવસાયી પત્રકાર, શિક્ષક, તંત્રી અને વિવેચક…
વધુ વાંચો >માર્સિયાનો, રૉકી
માર્સિયાનો, રૉકી (જ. 1923, બ્રૉક્ટન, મૅસેચુસેટ્સ; અ. 1969) : અમેરિકાના હેવીવેટ મુક્કાબાજીના ચૅમ્પિયન. મૂળ નામ રૉકૉ ફ્રાન્સિસ માર્સેજિયાનો. સૌપ્રથમ તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનમાં સર્વિસમૅન તરીકે મુક્કાબાજીની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. 1947માં તેમણે વ્યવસાયી ધોરણે આ કારકિર્દી અપનાવી. 1951માં તેમણે ભૂતપૂર્વ વિશ્વચૅમ્પિયન જો લૂઈને હરાવીને વ્યાપક પ્રસિદ્ધિ મેળવી. તેમણે પછીના જ…
વધુ વાંચો >માર્સો, માર્સલ
માર્સો, માર્સલ (જ. 1923, સ્ટ્રેસબર્ગ, ફ્રાન્સ) : ફ્રાન્સના મૂક-અભિનયના જાણીતા કલાકાર. તેમણે પૅરિસમાં ઇકૉલ દ બોઝાર્ત ખાતે અભ્યાસ કર્યો. 1948માં તેમણે માઇમ માર્સલ માર્સો નામે સંસ્થા સ્થાપી; તેમાં તેમણે મૂક-અભિનયકલાને પદ્ધતિસર વિકસાવી અને તે કલાના તેઓ અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા. તેમનું શ્વેતરંગી ચહેરો ધરાવતું ‘બિપ’ નામનું પાત્ર રંગભૂમિ તથા ટેલિવિઝન…
વધુ વાંચો >માલ ઔર મઆશિયાત
માલ ઔર મઆશિયાત : ઉર્દૂ લેખક ઝફર હુસેનખાનનો તત્વચિંતનનો ગ્રંથ. લેખકને લાગ્યું કે ઉર્દૂ સાહિત્ય કેવળ થોડા તરજુમા અને ટીકા-ટિપ્પણ પૂરતું જ મર્યાદિત રહ્યું હતું અને તત્વચિંતનના ગહન વિષયોની તેમાં ઊણપ હતી. સાહિત્યની આ ખામી નિવારવાની કોશિશરૂપે આ ગ્રંથ લખાયો છે. ઉર્દૂ જગતને પશ્ચિમની ચિંતનસમૃદ્ધિથી પરિચિત કરવાના ઉમદા આશયથી આ…
વધુ વાંચો >માલરો, આન્દ્રે
માલરો, આન્દ્રે (જ. 1901, પૅરિસ; અ. 1976) : ફ્રાન્સના રાજકારણી અને નવલકથાકાર. તેમણે પૌર્વાત્ય ભાષાઓનો ઘણો અભ્યાસ કર્યો હતો અને ચીનમાં તેમણે ગૉમિંગડાંગ (ચાઇનીઝ નૅશનલ પીપલ્સ પાર્ટી) માટે કામગીરી બજાવી અને ઘણો સમય ગાળ્યો હતો. 1927ની ચીનની ક્રાંતિમાં તેમનો સક્રિય હાથ હતો. તેઓ સ્પેનના આંતરવિગ્રહ દરમિયાન પણ યુદ્ધમાં સક્રિય રહ્યા…
વધુ વાંચો >માલુર, ગુસ્તાફ
માલુર, ગુસ્તાફ (જ. 7 જુલાઈ 1860, કૅલિસ્ટ, બોહેમિયા; અ. 18 મે 1911) : ઑસ્ટ્રિયાના સંગીત-નિયોજક (composer) અને સંગીત-સંચાલક (conductor). વિશ્વના સૌથી મહાન ઑપેરા-દિગ્દર્શકોમાં તેમની ગણના થાય છે. સંગીતસંચાલન માટેની આર્થિક જરૂરિયાત તેમજ સંગીતનિયોજન માટેની કર્તવ્યબુદ્ધિની અંત:પ્રેરણા વચ્ચે તેમની કારકિર્દી અટવાયા કરતી હતી. પોતાના સહકાર્યકરો પાસે તેઓ અત્યાગ્રહપૂર્વક – કંઈક અંશે…
વધુ વાંચો >માસને, જુએલ
માસને, જુએલ (જ. 12 મે 1842, ફ્રાન્સ; અ. 13 ઑગસ્ટ 1912) : ફ્રાન્સના સંગીત-નિયોજક. તેઓ ‘મૅનન’, ‘થાઇસ’ અને ‘વર્ધર’ નામની તેમની 3 ઑપેરા-રચનાઓ માટે અપાર ખ્યાતિ પામ્યા છે. 9 વર્ષની વયે તેઓ પૅરિસ કૉન્ઝર્વેટરીમાં દાખલ થયા અને 1863માં તેઓ ‘ડેવિડ રિઝિયો’ નામની સમૂહસંગીત-રચના (cantata) માટે ગ્રાં પ્રી દ રોમના વિજેતા…
વધુ વાંચો >માસીન, લેયોનીડ
માસીન, લેયોનીડ (જ. 8 ઑગસ્ટ 1895, મૉસ્કો; અ. 15 માર્ચ 1979) : રશિયાના નામી નૃત્યનિયોજક. એક લાક્ષણિક નર્તક તેમજ નૃત્ય-નિયોજક તરીકે તેઓ વિશ્વવ્યાપી ખ્યાતિ પામ્યા. નૃત્યની તાલીમ તો તેમણે પીટર્સબર્ગ ખાતેની મૉસ્કો ઇમ્પીરિયલ બૅલે સ્કૂલમાં લીધી હતી, પરંતુ નિપુણ કલા-કસબી તરીકે તેમની કારકિર્દી તેજસ્વી ન હતી અને નૃત્યક્ષેત્રનો ત્યાગ કરી…
વધુ વાંચો >માસ્પરો, ગાસ્ટોન
માસ્પરો, ગાસ્ટોન (જ. 23 જૂન 1846; અ. 30 જૂન 1916) : ઇજિપ્તવિદ્યાના ફ્રેન્ચ નિષ્ણાત. 1881માં દેર-અલ-બહિર ખાતે રાજવી પરિવારની એક કબર શોધવાનો યશ તેમને ફાળે જાય છે. પૅરિસમાં ઇકૉલ દ હૉત્ઝ એત્યુદમાં 1869થી ’74 સુધી ઇજિપ્શિયન ભાષાના અધ્યાપક હતા, ત્યારબાદ 1874માં તેઓ કૉલેજ દ ફ્રાન્સમાં એ જ વિષયના પ્રોફેસર બન્યા.…
વધુ વાંચો >