મલયાળમ સાહિત્ય
પરમેશ્વર એસ.
પરમેશ્વર એસ. (જ. 1877; અ. 15 જૂન 1949) : મલયાળમ લેખક. રૂઢિચુસ્ત તમિળ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. નાનપણથી જ સંસ્કૃત શીખવા માંડ્યું. બી.એ.માં ફિલૉસૉફી વિષય લઈને પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા અને પછી સ્નાતકોત્તર અધ્યયન એમણે મલયાળમ અને તમિળમાં કર્યું. એમણે એલએલ.બી.ની પરીક્ષામાં પણ પ્રથમ વર્ગ મેળવ્યો હતો. એ પછી એ ત્રાવણકોર…
વધુ વાંચો >પાણિનીય પ્રદ્યોતમ્ (1955)
પાણિનીય પ્રદ્યોતમ્ (1955) : મલયાળમ લેખક આઇ. સી. ચાકો (1876-1966) કૃત અભ્યાસગ્રંથ. ‘પાણિનીય પ્રદ્યોતમ્’ (પાણિનિકૃત ગ્રંથ વિશે પ્રકાશ) એ પાણિનિએ સ્થાપેલી સંસ્કૃત વ્યાકરણ-પદ્ધતિ વિશે મલયાળમમાં લખાયેલો સર્વપ્રથમ અભ્યાસપૂર્ણ ગ્રંથ છે. લેખક પોતે સંસ્કૃત વ્યાકરણના પારંગત વિદ્વાન છે અને વૈજ્ઞાનિક વલણ ધરાવે છે. તેમનો પ્રાચીન વ્યાકરણ-પદ્ધતિ પરત્વેનો અભિગમ નવીન અને મૌલિક…
વધુ વાંચો >પિલ્લાઈ કે. જી. શંકર
પિલ્લાઈ, કે. જી. શંકર (જ. 1948, ચાવરા, જિ. કોલ્લમ, કેરળ) : મલયાળમ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કે. જી. શંકર પિલ્લાઈયુડે કવિતકળ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમ ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે જુદી જુદી સરકારી યુનિવર્સિટીઓમાં પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલનો…
વધુ વાંચો >પિળ્ળે એન. કૃષ્ણ
પિળ્ળે, એન. કૃષ્ણ (જ. 22, સપ્ટેમ્બર 1916, ચોમારુતી, ત્રિવેન્દ્રમ્; અ. 10 જુલાઈ 1988, તિરુવનંતપુરમ્) : મલયાળમ સર્જક. તેમની ‘પ્રતિપાત્રમ્ ભાષણભેદમ્’ નામની કૃતિ 1987ના વર્ષના કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે પાત્ર નીવડી હતી. વરકલા, આટિંગલ તથા ત્રિવેન્દ્રમમાં તેમણે શિક્ષણ લીધું હતું. 1938માં તેમણે મલયાળમ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. અધ્યાપક તરીકેની તેમની…
વધુ વાંચો >પિળ્ળૈ ઇડિપલ્લી રાઘવન
પિળ્ળૈ, ઇડિપલ્લી રાઘવન (જ. 30 મે, 1909, ઇડિપલ્લી, ત્રિવેન્દ્રમ્; અ. જુલાઈ, 1936 કોલ્લમ, કેરાલા) : મલયાળમ લેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ઇડિપલ્લીમાં; ઉચ્ચશિક્ષણ ત્રિવેન્દ્રમમાં. નાનપણથી જ કાવ્યવાચનનો શોખ. કૉલેજમાં હતા ત્યારથી કાવ્યરચનાની શરૂઆત. કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી અને બીજી પારાવાર સમસ્યાઓ જીવનને વિષમય બનાવી દેતી હતી. એમણે કાવ્યલેખનના…
વધુ વાંચો >પિળ્ળૈ કેનિક્કટ પદ્મનાભ
પિળ્ળૈ, કેનિક્કટ પદ્મનાભ (જ. 1898; અ. 1976) : મલયાળમ નાટ્યકાર. પિળ્ળૈ કેનિક્કટ કુમાર અને પિળ્ળૈ કેનિક્કટ પદ્મનાભ – એ બે સર્જકબંધુઓ મલયાળમ સાહિત્યમાં પ્રહસનશૈલીથી નાટકને ઉન્નત કક્ષાએ લઈ જવાના પ્રયત્નો કરવા માટે જાણીતા થયા છે. ‘કાલવરિથિલે કલ્પપાદમ્’, ‘વેલુત્તમ્પિ દલવા’, ‘અગ્નિપંજરમ્’, ‘વિધિમંડપમ્’ વગેરે પદ્મનાભ પિળ્ળૈનાં જાણીતાં નાટકો છે. ઈસુની મૃત્યુકથા માટે…
વધુ વાંચો >પિળ્ળૈ તકષી શિવશંકર
પિળ્ળૈ, તકષી શિવશંકર (જ. 17 એપ્રિલ, 1912, કેરાલા; અ. 10 એપ્રિલ 1999, તકળી) : મલયાળમ ભાષાના અગ્રણી કથાસર્જક. તકળી શિવશંકર પિળ્ળૈની કારકિર્દી વિદ્વાન વિવેચક કેસરી બાલકૃષ્ણ પિળ્ળૈના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. મુખ્યત્વે તેઓ નવલિકાલેખક અને નવલકથાલેખક છે. તેમની આરંભકાળની ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ મોપાસાં અને એમિલ ઝોલા જેવા યુરોપિયન…
વધુ વાંચો >પુનથિલ કુંહબ્દુલ્લા
પુનથિલ કુંહબ્દુલ્લા (જ.; અ. 27 ઑક્ટોબર 2017, કેરળ 1940, કોઝિકોડ, કેરળ) : મલયાળમ ભાષાના પ્રખ્યાત નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. તેમની નવલકથા ‘સ્મારક સિલકલ’ને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એસસી. અને એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી અને પછી તબીબ તરીકે વ્યવસાય આરંભ્યો. તેમણે કિશોરાવસ્થાથી જ…
વધુ વાંચો >બાલામણિ અમ્મા
બાલામણિ અમ્મા (જ. 1909, તિરુવંતપુરમ, કેરળ; અ. 1992) : મલયાળમ લેખિકા. એમણે શાળાનું શિક્ષણ લીધું નથી. પરંતુ ઘરમાં જ સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો. મલયાળમ પણ એમના નાના નલપ્પા મલયાળમના જાણીતા કવિ મેનન પાસેથી શીખ્યા અને કિશોરાવસ્થામાં જ મલયાળમ પર પ્રભુત્વ મેળવ્યું. ઘરમાં બેઠાં બેઠાં એમના નાનાએ એમને જાતજાતનું વાચન…
વધુ વાંચો >ભાસ્કરન, પી.
ભાસ્કરન, પી. (જ. 1924) : મલયાળમ લેખક. પ્રગતિશીલ વિચારસરણીના તેઓ અગ્રેસર કવિ હતા. રાજકારણમાં ઝંપલાવ્યું હોવાથી કૉલેજનું શિક્ષણ તેમને અધવચ્ચેથી જ છોડવું પડ્યું. પછી સામ્યવાદી પક્ષના સક્રિય કાર્યકર્તા થયા અને જેલવાસ પણ ભોગવ્યો. સામ્યવાદી પક્ષના દૈનિક ‘દેશાભિમાની’ના તંત્રીમંડળમાં એમણે સેવા આપી. થોડાં વર્ષો પછી એ રાજકારણમાંથી નિવૃત્ત થયા અને સાહિત્યિક…
વધુ વાંચો >