પુનથિલ કુંહબ્દુલ્લા

January, 1999

પુનથિલ કુંહબ્દુલ્લા (.; અ. 27 ઑક્ટોબર 2017, કેરળ 1940, કોઝિકોડ, કેરળ) : મલયાળમ ભાષાના પ્રખ્યાત નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. તેમની નવલકથા ‘સ્મારક સિલકલ’ને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એસસી. અને એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી અને પછી તબીબ તરીકે વ્યવસાય આરંભ્યો. તેમણે કિશોરાવસ્થાથી જ લખવાનું શરૂ કર્યું હતું. તેમણે એક નવલકથા, પાંચ લઘુનવલો, ટૂંકી વાર્તાના નવ સંગ્રહો અને એક નિબંધસંગ્રહ આપ્યાં છે. ટૂંકી વાર્તાઓ અને નવલકથા બદલ તેમને કેરળ સાહિત્ય અકાદમી તરફથી 1974 તથા 1977માં પુરસ્કારો મળ્યા હતા.

પુરસ્કૃત નવલકથા કેરળના મુસ્લિમ સમાજના નિર્ભીક તથા પ્રમાણભૂત ચિત્રણ, પ્રગતિશીલ દૃષ્ટિબિંદુ, જીવંત પાત્રચિત્રણ અને સરળ છતાં પ્રભાવક વર્ણનશૈલીના કારણે ગણનાપાત્ર છે.

મહેશ ચોકસી