મલયાળમ સાહિત્ય
વેણુગોપન નાયર, એસ. વી.
વેણુગોપન નાયર, એસ. વી. (જ. 18 એપ્રિલ 1945, કરોડે, જિ. તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાલી સાહિત્યકાર. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ., એમ.ફિલ., પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી છે. તેમણે એમ. જી. કૉલેજ, તિરુવનંતપુરમમાં રીડર તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમીની કારોબારીના સભ્ય પણ રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 10 ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >વેણુ મારુતયી (વેણુગોપાલ કૃષ્ણ)
વેણુ મારુતયી (વેણુગોપાલ કૃષ્ણ) (જ. 7 જાન્યુઆરી 1945, મારુતયી, જિ. કન્નુર, કેરળ) : મલયાળમ અને હિંદીના લેખક અને અનુવાદક. તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેમણે દેવગિરિ કૉલેજ કાલિકટમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કાલિકટના બાલગોકુલમ્ના ઉપાધ્યક્ષ; ભારતીય અનુવાદ પરિષદ, નવી દિલ્હીના આજીવન સભ્ય રહ્યા. તેમણે મલયાળમ…
વધુ વાંચો >વેલ્લાયની, અર્જુનન્
વેલ્લાયની, અર્જુનન્ (જ. 10 ફેબ્રુઆરી 1933, વેલ્લાયની, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ લેખક. અંગ્રેજી, મલયાળમ તથા હિંદીમાં એમ.એ., પીએચ.ડી., ડી.લિટ.; તમિળ, તેલુગુ તથા કન્નડમાં ડિપ્લોમા; ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતક ડિપ્લોમા. હાલ મહાત્મા ગાંધી યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ કૉમ્યુનિકેશન ઍન્ડ ઇન્ફરમેશન સાયન્સના નિયામક. અગાઉ ‘મલયાળમ એન્સાઇક્લોપીડિયા’ના મુખ્ય સંપાદક તેમજ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્સાઇક્લોપીડિક પબ્લિકેશન્સના નિયામક…
વધુ વાંચો >શઙ્કુણ્ણિનાયર, એમ. પી.
શઙ્કુણ્ણિનાયર, એમ. પી. (જ. 4 માર્ચ 1917, મેષતુર, જિ. પાલઘાટ, કેરળ) : મલયાળમ ભાષાના વિવેચક. તેઓ સંસ્કૃત, અંગ્રેજી અને તમિળ ભાષાના તેજસ્વી વિદ્વાન છે અને સંસ્કૃતમાં ‘શિરોમણિ’નું બિરુદ તેમજ કલાના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી ધરાવે છે. ચેન્નાઈની કૉલેજમાં ખૂબ લાંબો સમય અધ્યાપનની યશસ્વી કારકિર્દી પછી નિવૃત્ત થઈને હવે (2002માં) સ્વતંત્ર…
વધુ વાંચો >શર્મા, કે. વી.
શર્મા, કે. વી. (જ. 22 ડિસેમ્બર 1919, ચેગાન્નૂર, જિ. કોલ્લમ, કેરળ) : સંસ્કૃત અને મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી બી.એસસી.; એમ.એ.; મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન ફ્રેન્ચ ઍન્ડ જર્મન, પંજાબ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં ડી.લિટ્.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1962-65 દરમિયાન વી. વેદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હોશિયારપુરમાં ક્યુરેટર; 1965-1979 દરમિયાન વી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સંસ્કૃત…
વધુ વાંચો >શંકરનકુટ્ટી નાયર, ટી. પી.
શંકરનકુટ્ટી નાયર, ટી. પી. (જ. 1 જૂન 1950, ઇલૂર, જિ. એર્નાકુલમ્, કેરળ) : મલયાળમ અને અંગ્રેજીના લેખક. તેઓએ કેરળ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં એમ.એ.ની પદવી મેળવી. તેમણે થ્રિસૂરની સરકારી કૉલેજમાં ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. 1973-74માં તેઓ રાજ્યભાષા સંસ્થામાં ઇતિહાસમાં સહસંપાદક; અંગ્રેજી અને મલયાળમમાં દ્વિમાસિક ‘ઇન્ડસ રિવ્યૂ’ના સંપાદક અને સંસ્કૃતની શ્રી શંકરાચાર્ય…
વધુ વાંચો >શંકરન નામ્બૂતિરી કે.
શંકરન નામ્બૂતિરી કે. (જ. 29 માર્ચ 1922, મવેલિકકરા, જિ. અલપ્પુળા, કેરળ) : મલયાળમના લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી બી.એસસી., એમ.એ. અને બી.એડ્.ની ડિગ્રીઓ મેળવી. 1972-77 દરમિયાન તેઓ અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા, પછી સેવાનિવૃત્ત થયા અને લેખનકાર્યમાં જોડાયા. તેઓ સાહિત્ય અકાદમી ઑવ્ એન્સાઇક્લોપીડિયા ઑવ્ ઇન્ડિયન લિટરેચર ઍન્ડ મૉડર્ન ઇન્ડિયન લિટરેચર સાથે સંકળાયેલા રહ્યા…
વધુ વાંચો >શ્રીધર મેનન વિલોપ્પિલ્લિલ
શ્રીધર મેનન વિલોપ્પિલ્લિલ (જ. 1911, પૂર્વ કોચીન રાજ્ય; અ. 1985) : મલયાળમ ભાષાના ખ્યાતનામ કવિ અને નાટ્યકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વિડા’ (વિદાય, 1970) માટે 1971ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1931માં તેઓ ઍર્નાકુલમમાંથી પ્રાકૃતિક વિજ્ઞાનના વિષય સાથે બી.એ. થયા પછી 35 વર્ષનાં અધ્યાપનકાર્ય બાદ 1966માં હાઈસ્કૂલના હેડમાસ્તરપદેથી…
વધુ વાંચો >સચ્ચિદાનંદન, કે.
સચ્ચિદાનંદન, કે. (જ. 28 મે 1946, પુલ્લુટ, જિ. થ્રિસુર, કેરળ) : મલયાળમ કવિ અને વિવેચક. તેમણે કાલિકટ યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્રમાં બીએસ.સી.; કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. તથા કાલિકટ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. હાલ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં સેક્રેટરી. 1979-92 સુધી ક્રિસ્ટ કૉલેજ ઇરિન્જલકુડામાં અંગ્રેજીના પ્રાધ્યાપક; કાલિકટ યુનિવર્સિટીની ભાષાવિદ્યાશાખાના સભ્ય; મલયાળમ…
વધુ વાંચો >સચ્ચિદાનંદન, પી.
સચ્ચિદાનંદન, પી. (જ. 17 ઑક્ટોબર 1936, ઇરિંજલકુડા, જિ. તિસ્સાર, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી બી.ઈ.ની ડિગ્રી મેળવી, ઇજનેર તરીકે જોડાયા અને સેવાનિવૃત્ત થયા. તેમણે સેન્ટ્રલ વૉટર કમિશનના ડિરેક્ટર તરીકે કામગીરી કરી. ‘આનંદ’ તેમનું તખલ્લુસ છે. તેમણે અત્યાર સુધીમાં 14 ગ્રંથો આપ્યા છે. ‘અલ્ક્કુટમ્’ (1970); ‘મરણ સર્ટિફિકેટ’ (1974); ‘ઉત્તરાયણમ્’…
વધુ વાંચો >